ઊંઘ આપણા દિનચર્યાનો એક મૂલ્યવાન ભાગ માનવામાં આવે છે. ઊંઘતી વખતે આપણે જે સ્થિતિમાં સૂઈએ છીએ તેની આપણા શરીર પર ઊંડી અસર પડે છે. આખી રાત એક તરફ એક બાજુ સૂવું માણસ માટે અશક્ય છે, તેથી આરામ માટે માણસ અલગ બાજુ પર સુવે છે. પરંતુ શું તમે જાણો છો કે ડાબી બાજુ સૂવાથી આપણને કેટલા ફાયદા થાય છે. આ ફાયદાઓ જાણીને તમને આશ્ચ્ર્ય થશે અને લગભગ ઘણા લોકો આ ફાયદાઓથી અજાણ છે. તેથી આજે અમે તમને ડાબી બાજુ સૂવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું.

– આપણે આખો દિવસ શું કરીએ છીએ, આપણે શું ખાઈએ છીએ, આપણે આપણો દિવસ કેવી રીતે અથવા કેવા વાતાવરણમાં પસાર કરીએ છીએ, આ બધી બાબતોનો આપણા સ્વાસ્થ્ય પર ખૂબ પ્રભાવ પડે છે. પરંતુ જ્યાં આપણે રાત્રે સૂઈએ છીએ, કયા પ્રકારના પલંગ પર સૂઈએ છીએ, તે આરામદાયક છે કે નહીં અથવા આપણે કઈ દિશામાં સૂઈએ છીએ, આ બધી જ વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય પર અસરકારક છે.

– ડોકટરોના જણાવ્યા મુજબ આપણા હ્રદયમાં હંમેશાં લોહીની યોગ્ય માત્રા હોવી જોઈએ. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડાબી બાજુ સૂવાથી લોહીનો પ્રવાહ યોગ્ય રહે છે, જે સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આ સિવાય ડાબી બાજુ સૂવાથી તમારી કિડની પણ યોગ્ય રીતે કામ કરે છે, સાથે હીલ, પગ અને હાથમાં સોજા થવાની શક્યતા પણ ઓછી રહે છે.
– અત્યાર સુધી ડાબી બાજુ સૂવાથી આપણે પેટ સંબંધિત સમસ્યાઓના ફાયદા વિશે જાણતા હતા. પરંતુ આ સિવાય પણ ડાબી બાજુ સૂવાથી ઘણા ફાયદા થાય છે. ડાબી બાજુ સૂવાથી હૃદયમાં પણ ઘણા ફાયદા થાય છે. ડાબી બાજુ સૂવાથી હૃદય પર તણાવ ઓછો થાય છે કારણ કે તે સમયે હૃદયને લોહી સારી માત્રામાં પોહ્ચે છે.

– ડાબી બાજુ સૂવાથી કિડની અને લીવર બંનેમાં ફાયદો થાય છે. ડાબી બાજુ સૂવાથી આપણા લીવર અને કિડની પર ક્યારેય દબાણ હોતું નથી. આ રીતથી ફાયદો એ થાય છે કે આપણા પેટમાં રહેલું એસિડ ઉપરની જગ્યાએ નીચે જાય છે, જેના કારણે ક્યારેય એસીડીટીની સમસ્યા થતી નથી.
– જે લોકોને પાચન સંબંધિત સમસ્યા હોય અને અપચાની ફરિયાદ થાય છે, તો તેણે ફક્ત ડાબી બાજુ સૂવું જોઈએ. ડાબી બાજુ સૂવાથી તમે ફાયદાઓનો જાતે અનુભવ કરી શકશો.

– ડાબી બાજુ સૂવાથી ગુરુત્વાકર્ષણ ખોરાકને નાના આંતરડાથી મોટા આંતરડામાં આરામથી લઈ જવા માટે મદદ કરે છે. આ કારણે સવારના સમયે તમારું પેટ સાફ રહેશે.
– સ્વાસ્થ્ય સંબંધિત આ બધા ફાયદાઓ સિવાય ડાબી બાજુ સૂવાથી ગળા અને કમરના દુખાવામાં રાહત મળે છે. ડાબી બાજુ સૂવાથી હાર્ટબર્નની પણ કોઈ સમસ્યા થતી નથી અને અલ્ઝાઇમરનું જોખમ પણ ઓછું રહે છે.

– તમને જાણીને આશ્ચર્ય થશે કે ડાબી બાજુ સૂવાથી નસકોરાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ખરેખર ડાબી બાજુ સૂવાથી જીભ અને ગળાની સ્થિતિ બરાબર રહે છે, જેથી સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ ન થાય અને નસ્કોરાની સમસ્યા ધીરે-ધીરે દૂર થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ