જલ્સા કરોને જેંતીલાલ

જો તમે પણ જનધન ખાતાધારક છો તો ફટાફટ કરી લો આ કામ, નહિં તો થશે લાખોનું નુકસાન, જાણો વધુ માહિતી

કેન્દ્ર સરકાર તરફથી દેશની જનતા માટે જનધન ખાતાની સુવિધા આપવામાં આવી હતી. જો તમે આ યોજના અંતર્ગત જનધન ખાતું ખોલાવો તો તમને અનેક પ્રકારની સુવિધા મળે છે. પરંતુ જો તમે ઇન્સ્યોરન્સનો ફાયદો લેવા ઇચ્છતા હોય તો તેના માટે તમારે તમારું જનધન ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી છે. જો તમે જનધન ખાતાને આધાર સાથે લિંક ન કરાવો તો તમારે અમથું જ 1.3 લાખ રૂપિયાનું નુકશાન થાય.

image source

નોંધનીય છે કે જનધન ખાતામાં ગ્રાહકોને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે જેમાં 1 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો પણ મળે છે પરંતુ જો તમે તમારા જનધન ખાતાને તમારા આધાર કાર્ડ સાથે લિંક નહિ કરાવો તો તમને આ ફાયદો નહિ મળે એટલે કે વિમાની રકમ નહિ મળે અને તે 1 લાખ રૂપિયાનું નુકશાન થશે. એ સિવાય જનધન ખાતા પર તમને 30,000 રૂપિયાનું એક્સીડેન્ટલ ડેથ ઇન્સ્યોરન્સ કવર પણ બેંક ખાતા સાથે આધાર લિંક કરવાથી મળે છે. એટલા માટે બને તેટલું જલ્દી તમારા જનધન ખાતાને આધાર સાથે લિંક કરાવી લેવું જોઈએ.

આ રીતે જનધન ખાતા સાથે લિંક કરો આધાર કાર્ડ

image source

તમે જે તે બેંકમાં જઈને પણ તમારા જનધન ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવી શકો છો. બેંકમાં તમારે આધાર કાર્ડની ઝેરોક્સ અને તમારી પાસબુક સાથે લઈ જવી પડશે. જો કે અનેક બેંક હવે sms દ્વારા પણ જનધન સાથે આધાર લિંક કરાવી દે છે. સ્ટેટ બેન્ક ઇન્ડિયાના ગ્રાહકો પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી UIDઆધાર કાર્ડ નંબરજનધન ખાતા નંબર લખી 567676 પર મોકલી જનધનને આધાર સાથે લિંક કરી શકે છે. એ વાતનો પણ ખ્યાલ રાખવો કે જો તમારો આધાર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને જનધન ખાતાનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અલગ અલગ હશે તો ખાતા સાથે આધાર લિંક નહિ થાય. એ સિવાય તમે નજીકના એટીએમ દ્વારા પર તમારા જનધન ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરી શકો છો.

આ રીતે મેળવી શકાય છે 5,000 રૂપિયા ઉપાડવાની સુવિધા

image source

પ્રધાનમંત્રી જનધન ખાતામાં ગ્રાહકોને 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. આ ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ મેળવવા આધાર કાર્ડ હોવું જરૂરી છે. એ સિવાયુ PMJDY અકાઉન્ટ પણ આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે. આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રીનો ઉદ્દેશ્ય દેશના બધા પરિવારો માટે બેંક ખાતા ખોલાવવાનો હતો. જનધન યોજના અંતર્ગત 10 વર્ષથી નાના બાળકોનું ખાતું પણ ખોલાવી શકાય છે.

આ ખાતાના ફાયદા

જુના ખાતાને આ રીતે બનાવો જનધન ખાતું

image source

જો તમારૂ જૂનું બેંક અકાઉન્ટ હોય તો તેને પણ જનધન ખાતામાં બદલી શકાય છે. આ માટે તમારે બેંક બ્રાન્ચમાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને એક ફોર્મ ભરવાનું રહેશે જેથી તમારું અકાઉન્ટ જનધન અકાઉન્ટમાં કન્વર્ટ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version