જલ્સા કરોને જેંતીલાલ

જો તમારું બાળક મોંઘો મોબાઈલ લેવાની જીદ કરે તો ચેતજો, વાંચી લો બિહારનો આંખ ઉઘાડનારો કિસ્સો

સગીર વયના એક બાળકને તેના મોંઘા મોબાઈલ રાખવાના શોખે જેલના સળિયા પાછળ પહોંચાડી દીધો હતો. મોંઘા મોબાઈલ ખરીદવા માટે આ સગીર વયના બાળકે તેના એક સંબંધીને ત્યાં જ ચોરી કરી નાખી હતી.

બિહારનાં ગયા શહેરમાં એક સગીર વયના બાળકે પોતાનો શોખ પૂરો કરવા માટે એક સંબંધીના ઘરે ઘુસી ત્યાંથી ચોરી કરી નાખી હતી. નવાઈની વાત તો એ છે કે આ સગીર વયના બાળકને અન્ય કોઈ વસ્તુનો નહીં પણ મોંઘા મોબાઈલ રાખવાનો શોખ જાગ્યો હતો અને આ શોખ પૂરો કરવા માટે તેણે તેના એક સંબંધીના ઘરને કે જે છેલ્લા ઘણા સમયથી બંધ પડ્યું હતું તેને શિકાર બનાવ્યું અને તે ઘરમાં ઘૂસીને તેણે કબાટમાં મુકેલ દોઢ લાખ રૂપિયાની રકમ ચોરી લીધી હતી. બીજી બાજુ પોલીસે આ ગુન્હાને ડિટેકટ પણ કરી લીધો હતો અને સગીર વયના બાળકના ઘરમાં તેણે ચોરી કરેલા રૂપિયા 78,000 જે ઘાસના ઢગલામાં છુપાવીને રાખ્યા હતા તે કબજે લીધા હતા.

image source

ગયા પોલીસે જણાવ્યું હતું કે સગીર વયના બાળકે 20,000 રૂપિયાનો એક મોંઘો મોબાઈલ ખરીદ્યો હતો અને અન્ય પૈસા કબજે લેવા માટે હાલ તપાસ ચાલી રહી છે. જો કે આ મામલામાં ખુલાસો ત્યારે થયો જ્યારે આ સગીર વયનો બાળક તેના ઘરની બાજુમાં સ્કૂલમાં ભણતા છોકરાઓને એક એક રૂપિયાની નોટ વહેંચી રહ્યો હતો. જ્યારે આ મામલાની જાણ પોલીસને થઈ તો તેણે જે ઘરમાંથી રોકડ ચોરી થઈ હતી તે મકાન માલિકને પૂછતાં તેણે જણાવ્યું હતું કે તેની ચોરાયેલી રકમમાં એક એક રૂપિયાની નોટનું બંડલ પણ હતું. ત્યારબાદ પોલીસે એ સગીર વયના બાળકની પૂછપરછ શરૂ કરી તો અંતે તેણે ચોરી કર્યાનો ગુન્હો કબુલ કર્યો હતો.

image source

બોધગયાના SDPO એ જણાવ્યું હતું કે આ કેસની તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ફરિયાદીની પડોશમાં રહેતા તેના સંબંધીનો 16 વર્ષીય પુત્ર સ્કૂલના બાળકોને એક એક રૂપિયાની નોટ વહેંચી રહ્યો છે. આથી પોલીસ સચેત બની અને ફરિયાદી પંકજ પાંડે પાસેથી માહિતી મેળવતા જાણવા મળ્યું હતી કે તેના ઘરના કબાટમાં છેલ્લા કેટલાય સમયથી એક એક રૂપિયાની નોટ રાખેલ હતી. ત્યારબાદ અમુક ગ્રામજનોની પૂછપરછ પણ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ ચોરી પડોશમાં જ રહેતા સગીર વયના ઉપરોક્ત બાળકે જ કરી હતી.

image source

પોલીસે તે બાળકને પકડી તેની પૂછપરછ કરતા આખો મામલો સામે આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે સગીર વયના આ બાળકને મોંઘો મોબાઈલ ખરીદવો હતો પરંતુ તેની પાસે એટલા પૈસા ન હતા. જેથી તેણે પડોશમાં રહેતા અને કેટલાક સમયથી બંધ પંકજ પાંડેના ઘરમાં ચોરી કરવાનો પ્લાન ઘડ્યો. તે વેન્ટિલેટરના રસ્તે ઘરમાં ઘૂસ્યો હતો અને કબાટમાં રાખેલા લગભગ દોઢ લાખ રૂપિયા ચોરી લીધા હતા. ત્યારબાદ આ પૈસામાંથી જ તેણે 20,000 રૂપિયાનો મોબાઈલ ખરીદ્યો હતો અને અન્ય 78,000 રૂપિયા ઘાસના ઢગલામાં છુપાવી દીધા હતા. નોંધનીય છે કે પંકજ પાંડેના ઘરમાં ચોરી થવાની ફરિયાદ મગધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ગત મંગળવારે જ નોંધાઇ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version