જો તમારો પાર્ટનર પણ ગુસ્સાવાળો છે તો આ રીતે કરો હેન્ડલ, અજમાવી જુઓ આ 10 ઇઝી રિલેશનશિપ ટિપ્સ

ક્યારેક ક્યારેક ગુસ્સો આવવો એ નોર્મલ વાત છે પણ જો ગુસ્સો તમારા પાર્ટનરનો સ્વભાવ બની જાય તો એની અસર સંબંધો પર પણ પડવા લાગે છે. એવા પાર્ટનરને હેન્ડલ કરવા માટે જરૂરી છે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું.

imag source

– એ જાણવાની કોશિશ કરો કે તમારા પાર્ટનરને કઈ વાતે ગુસ્સો આવે છે. સ્વાભાવિક છે કે કારણ વગર તો કોઈ ભડકે નહિ. એ વાતો અને સ્થિતિઓ પર ધ્યાન આપો અને એનું આંકન કરો જેથી તમે જાણી શકો કે એમને ક્યારે અને કેમ ગુસ્સો આવે છે.કોશિશ કરો કે એવી સ્થિતિ ઉભી જ ન થાય જેનાથી પાર્ટનરને ગુસ્સો આવે છે.

– બની શકે જે તમારી અમુક આદતો અને વ્યવહાર તમારા પાર્ટનરને પસંદ ન હોય અને એના કારણે એ વારંવાર ગુસ્સે થતા હોય. તો તમે ભલે એ આદતો કે વ્યવહારને બદલો ના પણ કોશિશ કરો કે પાર્ટનરની સામે એ કામ કે વાત ન કરો જેનાથી એમને ગુસ્સો આવતો હોય.

image source

– એવા લોકોની આદત હોય છે કે હંમેશા બીજાની કમીઓ ગણાવતા રહે. બીજા પર આરોપ લગાવવો અને કોન્ટ્રોવર્સી ક્રિએટ કરવી એ આ લોકોની આદત હોય છે. સારું રહેશે કે તમે એમની બિનજરૂરી વાતોનો જવાબ જ ન આપો.

–એમને સાંભળો, ભલે એ ગુસ્સામાં પોતાને વ્યક્ત કરે તો પણ એમની વાતોને અવગણો નહિ. ઘણા લોકો એ જ કારણે ડિપ્રેશનમાં રહે છે કે એમને સાંભળવા વાળું, સમજવા વાળું કોઈ નથી. જો તમે એ જ્યારે ગુસ્સામાં હોય તો એમની માનસિક સ્થિતિ સમજીને એમને સાંભળી લેશો તો બની શકે કે ધીમે ધીમે એમનો ગુસ્સો ઓછો થઈ જાય.

image source

–એમની સાથે વાત કરો. એમના ખરાબ વ્યવહાર વિશે એમની સાથે ચર્ચા કરો. એમને જણાવો કે એમનો એવો વ્યવહાર તમને કેટલી તકલીફ આપે છે. એનાથી એમને પણ પોતાના ખરાબ વ્યવહારને સમજવામાં મદદ મળશે.

– ભૂલ હોય તો ભૂલ માની લો. એનાથી પણ તમારા પાર્ટનરનો ગુસ્સો ઓછો થઈ જશે. જ્યારે પણ વાત ભૂલની હોય તો પોતાના ઇગોને એકબાજુ મૂકી દો. એનાથી વાત તરત જ સુધરી જશે.

image source

–જ્યારે પણ પાર્ટનરને ગુસ્સો આવે તો રીએક્ટ કરવા કે એમને ચૂપ કરાવવાની કોશિશ કરવાને બદલે એમને થોડો ટાઈમ આપો જેથી એ પોતાની જાતે શાંત થઈ શકે. વચ્ચે બોલવા કે રીએક્ટ કરવાથી વાત વધશે.

–એ જે પણ કહેવા માગે છે એમને કહેવાનો મોકો આપો. એમની વાતને ધ્યાનથી સાંભળો. એમના ઓપિનિયનને મહત્વ આપો તો બની શકે કે એમને ગુસ્સો આવે જ નહીં.

–કારણ વગરના ડિસ્કસનમાં ન પડો. જ્યારે ગુસ્સામાં એ કોઈ પ્રકારનું ડિસ્કસન કરવા માંગે તો એ ડિસ્કસનનો ભાગ જ ન બનો. એનાથી તમે એ આખી પરિસ્થિતિથી અલગ થઈ શકશો.

image source

– ધીરજ રાખો. જ્યારે પાર્ટનર ગુસ્સામાં હોય તો એમને રોકવા કે ટોકવાનો અર્થ થશે એમના ગુસ્સાને વધારવો. ત્યારે એ જ સારું રહેશે કે તમે ધીરજ રાખો. બની શકે તો એમની સામેથી ખસી જાઓ કે બીજા રૂમમાં જતા રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!