જોગીદાસ ખુમાણ – મગિયા જાળ (લેખક :- ઝવેરચંદ મેઘાણી)

વાચક મિત્રો, આજે જે વાત કરવી છે એ લોકકથાની થોડી પુર્વભુમિકા જોઇ લઇએ.

એક બીના એવી પણ છે કે ફિફાદના પ્રસઁગ પછી હઝરત મુઁજાવર મુરાદશાબાપુ ભાવનગર આવી ગયા હતા. વડવા માઁ વાસનઘાટ પાસે એમની કાયમી બેઠક. જોગીદાસ ખુમાણ બહારવટે ચડેલા. પણ અવાર-નવાર બાપુને મળવા માટે આવે જ. એક વખત ઠાકુર વઁજેસઁગ પાસે સમાધાન માટે બેઠક હતી. બઁન્ને એકબીજાની આમને-સામને બેઠા હતા. જોગીદાસ ખુમાણ કહે, ”મારે તો કુઁડલા જ જોઇએ.” સામે વજેસઁગે ઠાકુર પણ જીદે ચડયા હોય એમ કહે, “કુઁડલા સિવાય માઁગો, કુઁડલા તો કોઇ કાળે નહીઁ.” અઁતે સમાધાન અઁગે નીવેડો ન નીકળતા. જોગીદાસ ખુમાણે દરબાર છોડી ઘોડા પર નીકળી પડયા. વજેસઁગે એમની પાછળ સૈનિકોને હુકમ કર્યો કે, “આવો તો જોગીદાસનુ શિર લઇને આવજો, પણ આજે જોગીદાસ ભાવનગરની સરહદ છોડીને બહાર ન નીકળવો જોઇએ.” સૈનિકો પાછળ, જોગીદાસ આગળ. જોગીદાસ વડવા પહોઁચ્યા. મુઁજાવર મુરાદશાબાપુએ જોગીદાસને આશરો આપ્યો. વજેસઁગના સૈનિકો આવ્યા. મુરાદશાબાપુને પુછ્યુ, ”બાપુ, તમે અહીઁ કોઇ ઘોડેસવારને જતા જોયો ?” મુજાઁવર મુરાદશાબાપુએ કહ્યુ,”ઘોડાનો અવાઝ સઁભળાયેલો, તમે અહીઁ જોઇ લો.” સૈનિકોએ ચોતરફ ફરી વળ્યા. જતાઁ જતાઁ કહી વાતો કરતા ગયા.”હવે જોગી જીવતો નહીઁ જાય, ભાવનગરમાઁ કોઇ એને આશરો નહીઁ આપે, ઠાકુરનુ ફરમાન છે કે દેખો એટલે શિરચ્છેદ જ કરવો.” આવા કેટ્લાક શબ્દો મુઁજાવર મુરાદશા બાપુને કાને પડયા અને એ દરબાર જવા માટે નીકળી પડયા.

જોગીદાસ ખુમાણ – મગિયા જાળ (લેખક :- ઝવેરચંદ મેઘાણી)

ઠાકોર વજેસંગજી અફસોસ કરી રહ્યા છે :

“ઓહોહો ! ખુમાણોએ મારૂ ઢીમ ઢાળી દીધું : આણંદજી દિવાનને મારી પાડ્યા ! આવો નાગર ફરી નહિ મળે.”

“ફિકર નહિ બાપુ, આણંદજીની કાયા તો ભાવનગરની બાજરીને કણે કણે બંધાણી’તી ને ? અને ટાણું આવ્યે તો લેખે ચડી જ જાવું જેવે ?”

“શી રીતે વાત બની ?”

“બાપુ, આણંદજી ભાઈ તો મહુવે એના બાપનું શ્રાદ્ધ સારવા બેઠા હતા. ઘેરે મહેમાનોનું જૂથ ક્યાંય માતું નો’તું, એમાં વાવડ સાંભળ્યા કે બહારવટીયા ભાણગાળામાં પડ્યા છે. શ્રાદ્ધ અધૂરું મેલીને ઉઠ્યા. ભાણગાળેથી બહારવટીયાને ભગાડીને આણંદજી ભાઈએ ઝપટમાં લીધા. ખેરાળીના ડુંગરાની અંદર હરખાવદરના ગાળામાં ભેટંભેટા થઈ ગયા. એક આણંદજી ભાઈ ને બીજો સૈયદ બાગ:. એક નાગર ને બીજો આરબઃ બેય જણા નીમકની રમત રમી જાણ્યા બાપુ ! આણંદજી ભાઈને ઝાટકે ને સૈયદ બાગાને જમૈયે કાઠીનું ખળું કરી નાખ્યું. અંતે જોગીદાસને ભત્રીજે ચાંપે ખુમાણે આણંદજી ભાઈને બરછીએ પરોવી લીધા, સૈયદ બાગાને ડીલે પણ પૂરા બત્રીસ ઘા પડ્યા. ખુમાણો તો એ બેને જ ઢાળીને ભાગી છૂટ્યા.”

“ઠીક, જેવી મા ખોડીયારની મરજી ! રાજ તરફથી આણંદજી દિવાનના માથા સાટે એના કુટુંબને ત્રણ ગામ આજથી “જાવચ્ચંદર દીવાકરૌ” માંડી આપુ છું : વીસળીયું, વડલી, ને લુવારા.”

આખી કચારીના એકેએક માણસને ઠાકોર વજેસંગના માથા ઉપરથી ઓળધોળ થઈ જવાના ઉમળકા આવ્યા.

“અને સૈયદ બાગાનું શું થયું ?” ઠાકોરે સવાલ કર્યો. “સૈયદ બાગો તો અટાણે પડદે પડ્યા છે બાપુ ! સૈયદ બાગાના જખ્મોને જ્યારે અમે હીરના ટેભા લઈ સીવવા માંડયા ત્યારે એણે હીરના ટેભાની ના પાડી. એણે તો બાપુ હઠ જ લીધી કે મને ચામડાની વાધરીના મજબુત ટેભા લીયો. આખું અંગ વેતરાઈ ગયું’તું તો પણ એક ચુંકારો કર્યા વગર આરબે વાધરીના ટેભા લેવરાવ્યા. મોઢા આગળ આણંદજી દિવાનની લાશ પડી’તી.

“રંગ છે આરબની જનેતાને.એનો ધાવેલો તો જરૂર પડ્યે ઉભા ને ઉભા કરવતે પણ વેરાઈ જાય ને ! ”

કચારીમાં આરબ અમીર ઉમરાવો ને લશ્કરી અમલદારો બેઠા હતા એનાં ગુલાબી મોઢાં ઉપર બેય ગાલે ચાર ચાર ચુમકીઓ ઉપડી આવી. નીમકહલાલીનાં નિર્મળાં રાતાં લોહી સહુના શરીરની અંદરથી ઉછાળા મારતાં હમણાં જાણે કે ચામડી ફાડીને બહાર ધસી આવશે એવી જોરાવર લાગણી પથરાઈ ગઈ. ત્યાં તો ચોપદારે જાહેર કર્યું કે

“બાપુ ! જીભાઈ રાઘવજી દિવાન પધારેલ છે.”

તૂર્ત જ નાગર જોદ્ધો જીભાઈ રાધવજી દેખાયો. કમર પર કસકસતી સોનેરી ભેટમાં જમૈયા ધબેલા છેઃ ગળે ઢાલ, કાખમાં શિરોહીની તલવાર ને હાથમાં ભાલો લીધો છે. પોતાના અમીરી દેખાવની રૂડપથી કચારીને નવા રંગે રંગતો જીભાઈ હાજર થયો. મહારાજ વજેસંગજી હેતભર્યા મળ્યા. “જીભાઈ ! આવી પોગ્યા ? બંદોબસ્ત બરાબર કર્યો છે ને ?”

“મહારાજને પ્રતાપે આ વખતે તો આખા ખુમાણ પંથકને માથે મગીયા–જાળ પાથરીને હાલ્યો આવું છું. મગ જેવડું યે માછલું-ખુમાણનું નાનકડું છોકરૂં પણ ક્યાંય આઘું પાછું ન થઈ શકે એવાં સંધી બરકંદાજોનાં થાણાં કુંડલા, રાજુલા, ડુંગર, આંબરડી, મીતીઆળા વગેરે તમામ જગ્યાએ થાપી દીધાં છે, પાકેપાકી મગીયાજાળ પાથરી દીધી છે બાપા ! ”

“રંગ તમને, જીભાઈ ! બાકી તો બહારવટીઆએ આણંદજીને માર્યા ત્યારથી મારૂં રૂંવાડું હેઠું બેસતું નથી. જોગીદાસના ક્યાંય વાવડ ?”

“જ્યાં હશે ત્યાંથી મારી મગીયાજાળમાં ઝલાઈ જાશે. હવે ફિકર નથી. જોગીદાસ બાપડા હવે કેટલા દિ’?”

“હાજ તો ! ભાવનગરનો ચોર તો ભાગી ભાગીને કેટલેક જાશે ?” એક બીજા અમીરે ટાપસી પૂરી.

ત્યાં તો મહારાજને દુ:ખ ભૂલવવા, હિમ્મત દેવા ને રૂડું મનાવવા બીજા બધા પણ બોલવા લાગ્યા કે “હવે બચાડી ચંદરમાની ભાગી શિયાળ તે કેટલે જઈને રે’શે ?”

“ક્યાં જઈને રે’શે ? દેખ બચ્ચા ! આંહી રે’શે”

કચારીના ખુણામાંથી એવી એક ત્રાડ સંભળાણી. ચમકીને મહારાજે એ ત્રાડ પાડનાર તરફ જોયું. કચારીના તમામ માણસો એ અવાજ કરનારની ખુમારી દેખી સ્તબ્ધ થઈ ગયા. અને ફરીવાર એ ધોળા, વાકડીયા, ખંભે ઢળકતા વાળ વાળા, સુફેદ દાઢી મૂછના ભરાવાવાળા, ધોળી પાંપણો ને નેણો નીચે તબકતી ઝીણી આંખોવાળા, લીલા અંચળાવાળા ને ગળામાં પીળા પારાની માળાવાળા ફકીરે ત્રાડ દીધી કે “ઈસ્મે રે’ગા ! યે મેરા ખપ્પરકે નીચુમેં રે’ગા !”

એટલું કહેવાની સાથે જ એ ફકીરે પોતાનું કાળું ખપ્પર કચારીમાં ઉંધું વાળ્યું.

“નખ્ખોદ વળ્યું !” ઠાકોરના મ્હોંમાંથી ઉદ્ગાર નીકળ્યો, “મુરાદશા એાલીયાએ ખુમાણને આશરો દીધો!”

તૂર્ત જ ચતૂર રાજાએ બાજી પલટી નાખી. મુંજાવર મુરાદશાનો કો૫ હેઠો બેસારવા મીઠાશથી બોલવા માંડ્યું કે “અરે હાં ! હાં ! હાં ! સાંઈ મૌલા! ગુસ્સો શમાવી દો બાવા ! દઃખ ધોખો ન લગાડો. હોય. એ તો થયા કરે.”

“મહારાજ !” મુરાદશાએ બોખા મ્હોંમાંથી દુઃખનો અવાજ કાઢ્યો, “મને દુ:ખ કેમ ન લાગે ? જોગીદાસ જેવા લાખ રૂપીઆના કાઠીને ચોર લુંટારો બનાવી મૂક્યો એ તો ઠીક, પણ ઉપર જાતાં એને નામે આ કચારી ફાવે તેમ બકે ? તારી કચારીની કીર્તિ ધૂળ મળે છે, રાજા સા’બ ? એમાં જોગીદાસને કાંઈ નાનપ નથી ચોટતી.”

“સાંઈ મૌલા ! તમારી વાત સાચી છે. છીછરા પેટનાં મારાં માણસોએ મારૂં સારૂં દેખાડવા માટે જોગીદાસને નાન૫ દેવામાં ભૂલ કરી છે. મારા દિલમાં એવું કાંઈ જ નથી. મારા મનથી તો જોગીદાસ માઈનો પૂત છે. અને એના ગરાસ સાટુ એ અમને સંતાપે એમાં કાંઈ પણ ખોટું નથી સાંઈ ! આપનો ગુસ્સો શમાવો.”

ભાવનગરમાં ગંગાજળીયા તળાવને આથમણે કાંઠે વડવાની જમીનના ખુણા પર આજ પણ જે જગ્યા ‘પીર મુરાદશાના તકીઆ’ તરીકે ઓળખાય છે, ત્યાં વારંવાર અસૂરી વેળાએ આવીને બહારવટીયો ઉતરતો, દિવસોના દિવસ સુધી રહેતો, ને છતાં કોઈને એની બાતમી નહોતી મળતી.

ખાસ વાત :-

મુઁજાવર સાઁઇ મુરાદશા બાપુ મુસા સુહાગ હતા. (આજીવન અપરણીત રહે.) વારસ તરીકે એમણે પ્યારાના દિકરા (માનેલા બાળકો) સાઁઇ મસ્તાન શા બાપુને નિમણુક કરેલી. સાઁઇ મસ્તાનશા બાપુ પણ મસ્તાન હતા. એમણે પ્યારાના દિકરા સાઁઇ મુતારશા મસ્તાનશા ની નિમણુક કરેલી. સાઁઇ મસ્તાનશા બાપુને બે દિકરીઓ હતી. ત્યારબાદ જમાઇ વારસામાઁ મુઁજાવર ભુરા શા બાપુની નિમણુક કરવામાઁ આવી હતી. મુઁજાવર ભુરાશા બાપુને દિકરી હતી. એટલે જમાઇ મુઁજાવર કાસમઅલી મેરાબઅલીની નિમણુક કરવામાઁ આવી હતી. મુઁજાવર સાઁઇ કાસમ અલી બાપુને બે દિકરીઓ હતી. એટલે જમાઇ સાઁઇ નુરમહઁમદ આમદની મુઁજાવર તરીકે નિમણુક થઇ હતી. એમને પાઁચ દિકરા હતા. એમાઁથી સૌથી મોટા દિકરા સાઁઇ અબ્દુલકાદર નુરમહઁમદ ની નિમણુક કરવામાઁ આવી હતી. એમને બે દિકરા હતા. હઝરત ઇકબાલ અબ્દુલ કાદર અને હઝરત સલીમ અબ્દુલ કાદર હાલ સેવા કરી રહ્યા છે. બઁન્ને ભાઇઓ એક એક વરસ મુઁજાવર તરીકે સાઁઇ મુરાદશા બાપુને દરગાહે સેવા આપે છે.

મુઁજાવર મુરાદશા બાપુની બીજા કેટલાક પ્રસઁગો જોઇ લઇએ.

૧) કરામત

પહેલાના સમયમાઁ વાઁઝા લોકો હતા. વાઁઝા એટલે આકાશમાઁ વિહાર કરી શકે એવા માનવ. એક વખત એક વાઁઝો ઉડતા ઉડતા પોતાના હાથમાઁ બે વૃક્ષો લઇને વડવાના આકાશમાઁથી પસાર થઇ રહ્યો હતો. ૩૨ ફુડ લાઁબા એ વૃક્ષો લઇને જઇ રહેલા વાઁઝા પર મુઁજાવર મુરાદશાહ બાપુની નઝર પડી. એમણે વાઁઝાને બોલાવ્યો. વાઁઝોએ વૃક્ષો સાથે નીચે ઉતર્યો. એ વૃક્ષો તાડના હતા. બાપુ મુઁજાવર મુરાદશા બાપુએ કહ્યુ, “ કયા લઇ જાવ છો આ વૃક્ષો ?” વાઁઝાએ કહ્યુ,”બાપુ, નીલમબાગના મહારાણી સાહેબએ મઁગાવ્યા છે. એમને માટે લઇ જાવ છુ.” બાપુએ કહ્યુ,” એક અહીઁ મુકતો જા અને એક લઇ જા” વાઁઝા એ ના પાડતા કહ્યુ,”ના ના બાપુ, જોઇએ તો બીજા બે લાવી આપીશ, પણ આ મારે મહારાણી સાહેબને આપવાના છે. આ તમને ન આપી શકુ.” આ સાઁભળીને બાપુએ ફકત એટલુ જ કહ્યુ,”અચ્છા, તો લઇ જા.” પણ વાઁઝાથી એક વૃક્ષ ઉપડયુ, એક ન ઉપડ્યુ.

એ કરામત વાળુ તાડ નુ વૃક્ષ આજ પણ ત્યાઁ મૌજુદ છે. અવશેષ રુપે.

૨) મિઁદડી

વડવા દરબારી કોઠાર પાસે મહારાજા સાહેબની સમાધીઓ ત્યાઁ છે. એ પહેલા વનબાવાની વાડી નામે ઑળખાતી. બહુ જ મોટા તાઁત્રિક ત્યાઁ રહેતા. જે વનબાવા તરીકે પ્રખ્યાત હતા. તેમની મિત્રતા સાઁઇ મુરાદશા બાપુ સાથે હતી. એક વખત એવુઁ બન્યુ કે બાપુને હિઝરત (બહાર ગામ કામસર જવુઁ) કરવાનુ થયુ. બાપુ પાસે એક પાળેલી મિઁદડી હતી. બાપુ વનબાવા પાસે ગયા. અને કહ્યુ,”કે મારે બહારગામ જવાનુ હોવાથી મારી આ અમાનત તમે સાચવો, હુ ફરી આવીને લઇ જઇશ. “ તો વનબાવાએ કહ્યુ,”વાઁધો નહિ, ભલે રહી, અહીઁ મુકી દો.” ત્યારબાદ બન્યુ એવુ કે વનબાવા પાસે પાળેક કુતરાએ મિઁદડીને મારી નાખી. બાવો મુઁજાયો કે સાઁઇ મુરાદશાહને જવાબ શુઁ આપીશુ. તેણે એ મિઁદડીને એક ટોપલામાઁ નાખીને મુકી દિધી. થોડા દિવસ પછી એટલે કે બાપુ હિઝરત કરીને પાછા ફર્યા ત્યારે બાવા પાસે ગયા. કહ્યુ,”લાવો, મારી અમાનત ?” બાવો ગભરાઇ ગયો. સાઁઇ મુરાદશાને સઘળી બિના કહી અઁતે કહ્યુ,”તમારી મિઁદડીને મારા કુતરાએ મારી નાખી અને હાલ તેમાઁ જીવાતો પણ પડી ગઇ છે.” આ સાઁભળીને સાઁઇ મુરાદશા બાપુએ કહ્યુ,”અમારી ચીઝ કભી મરતી નહીઁ, કહાઁ હૈઁ દિખાઓ.” વનબાવાએ ટોપલુ ઉઁચુ કરીને બતાવ્યુ. તો સાઁઇ મુરાદશા બાપુએ કહ્યુ,” ચલ ઉઠ ખડી હો જા” તો મિઁદડી આળસ મરડીને ઉભી થઇ ગઇ અને બાપુની સાથે ચાલવા લાગી.

૩) વળગાટ

સર તખ્તસિઁહજી મહારાજના કોઇ સઁબઁધીને જીન પનમાઁ (વળગાટ) આવ્યુ હતુ. કોઇએ મહારાજના કાને વાત નાખી કે પેલા સાઁઇ મૌલા ફકીરને બોલાવો. મહારાજા સાહેબે બાપુને બોલાવ્યા. બાપુ રાજમહેલમાઁ ગયા પણ. મહારાજા સાહેબના સઁબઁધી પાસે જઇને કહ્યુ,”ચલ મેરે સાથ.” આટલુ સાઁભળતા જ જીન બાપુની આઁગળી પકડીને વડવામાઁ આવેલ એમના તકિયે (બેઠક) પાસે ચાલ્યુ આવ્યુ હતુ.

કોઇ કહે છે કે વળગાટ મહારાણીને થયુ હતુઁ.

જયારે તખ્તસિઁહજી મહારાજને ખબર પડી હતી કે સાઁઇ મુરાદશા બાપુ પદડો કરી ગયા છે, (અવસાન) અને ત્યાઁ દરગાહ બનાવવામાઁ આવે છે. ત્યારે સવામણ ચાઁદીના બારણા ચડાવ્યા હતા. જે હાલ પણ ત્યાઁ મૌજુદ છે.

વાડી ના હાલના ફોટા:

આભારી :-
હઝરત ઇકબાલભાઇ અબ્દુલકાદરભાઇ
હર્ષલભાઇ બ્રહ્મભટ્ટ
યશભાઇ ચાવડા

લેખક :-
— Vasim Landa ☺️
The Dust of Heaven

ટીપ્પણી