નોકરીની શોધમાં છો અને આવે છે અનેક મુશ્કેલીઓ? તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, આપોઆપ દૂર થઇ જશે આ સમસ્યા

નોકરી મેળવવી જીવનની એક સૌથી મોટી ઉપલબ્ધિ હોય છે. આજકાલના સમયમાં નોકરી મેળવવી પહાડ ચડવા જેટલું મુશ્કેલ થઈ ગયું છે. સખ્ત કોમ્પીટીશનના કારણે કેટલાક લોકો નોકરી મેળવવાથી વંચિત રહી જાય છે.

દરેક વ્યક્તિ નોકરી દ્વારા સારું મુકામ પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને પોતાના સપના પુરા કરવા ઈચ્છે છે. પરંતુ નોકરી નહી મેળવવાના કારણે તેઓ નિરાશ થઈ જાય છે. ત્યાં જ કેટલાક લોકો એવા છે જેમને નોકરી તો મળી જાય છે પરંતુ નોકરીમાં પ્રગતિ થતી નથી.

image source

પ્રગતિ કે પછી પ્રમોશન ના થવાના લીધે આવી વ્યક્તિઓ તણાવથી ગ્રસિત થઈ જાય છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, વાસ્તુ દોષ હોવાના લીધે વ્યક્તિને પોતાની નોકરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ વાસ્તુ દોષ નોકરીમાં અલગ અલગ પ્રકારના વિઘ્ન બનીને આવે છે અને આપની સફળતાને નિષ્ફળ કરી દે છે.

વ્યવસાયમાં કરશો સારું પ્રદર્શન.

image source

જો આપ કોઈ વ્યવસાયમાં પોતાનું સારું પ્રદર્શન કરવા ઈચ્છો છો તો આપે પોતાની ઓફિસમાં એવી જગ્યાએ બેસવું જોઈએ જ્યાં પાછળની તરફ દીવાર હોય. આવી જગ્યા પર બેસવાથી આત્મબળ જળવાઈ રહે છે. ક્યારેય પણ ઓફીસના મેઈન ગેટની નજીક બેસવું જોઈએ નહી, વાસ્તુ શાસ્ત્રમાં એને વાસ્તુ દોષ કહેવામાં આવે છે.

image soucre

હાલમાં વર્ક ફ્રોમ હોમના કારણે કેટલાક લોકો ઘરમાં રહીને જ ઓફિસનું કામ કરી રહ્યા છે. જો આપ પોતાના ઓફિસનું કામ બેડરૂમમાં કરી રહ્યા છો તો આ ઘણું ખોટું છે. ક્યારેય પણ પોતાના બેડરૂમમાં ઓફિસનું કામ કરવું જોઈએ નહી.

આવી હોવી જોઈએ આપની ચેર.

image source

આપની ઓફીસ ચેર હંમેશા ઉંચી બેક ધરાવતી હોવી જોઈએ. આ સાથે જ ક્યારેય પણ ઓફીસના મેઈન ગેટની તરફ પીઠ કરીને બેસવું નહી. પ્રયત્ન કરો કે, આપનો ચહેરો ઓફીસના મેઈન ગેટની તરફ હોય.

માથાની ઉપર ના હોઈ કોઈ બીમ.

જો ઓફિસમાં આપના બેસવાની જગ્યાની ઉપર એટલે કે, આપના માથાની ઉપર બીમ છે તો તે જગ્યાને છોડીને અન્ય કોઈ જગ્યાએ બેસી જવું. આવી જગ્યા પર બેસવાથી હાથમાં આવતી પ્રગતિ નીકળી જાય છે. આ વાતનું ધ્યાન રાખો કે, જે ટેબલ પર આપ કામ કરો છો તે હંમેશા લાકડાનું હોવું જોઈએ.

image source

જો લાકડાના ટેબલ પર કાચ લગાવવામાં આવ્યો છે તો તે વધારે ઉત્તમ માનવામાં આવે છે. આપે પ્રયત્ન કરવો કે, આપ હંમેશા ઓફિસમાં ઉત્તર દિશાની તરફ ચહેરો કરીને બેસો. આ દિશામાં બેસવાથી પ્રમોશન જલ્દી થાય છે અને નોકરીમાં પ્રગતિ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ