નોકરી…નોકરી…નોકરી: આ બેન્કમાં પડી છે બમ્પર વેકેન્સી, જાણો અરજી કરવા માટે શું કરવી પડશે પ્રોસેસ

દેશમાં એક તરફ જ્યાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી છે ત્યારે જ બેંક ઓફ બરોડા તરફથી કેટલીક પોસ્ટ પર ભરતી કરવા માટે બંપર વેકેન્સી બહાર પાડવામાં આવી છે.

બેંક ઓફ બરોડામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ (Specialist Officers) ની પોસ્ટ પર ભરતી માટે કેટલીક વેકેન્સી બહાર પાડવામાં આવી છે. બેંક ઓફ બરોડા (BOB) દ્વારા જાહેર કરવામાં આવેલ નોટીફીકેશનમાં જણાવ્યા મુજબ, આ પોસ્ટ્સ પર અરજી કરવા માટેની છેલ્લી તા. ૮ જાન્યુઆરી, ૨૦૨૧ નિશ્ચિત કરવામાં આવી છે. બેંક ઓફ બરોડા (BOB) બેંકમાં નોકરી ઈચ્છિત વ્યક્તિઓ તથા યોગ્ય ઉમેદવારોએ બેંક ઓફ બરોડાની અધિકારીક વેબસાઈટ bankofbaroda.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.

BOB Recruitment 2020- 21: પદોની સંખ્યા:

image source

બેંક ઓફ બરોડા તરફથી સ્પેશીયાલીસ્ટ ઓફિસર્સ (Recruitment of Specialist Officers) ની કુલ ૩૨ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

બેંક ઓફ બરોડા તરફથી બહાર પાડવામાં આવેલ કુલ ૩૨ પોસ્ટમાં ૨૭ પોસ્ટ સિક્યોરીટી ઓફિસર્સ (Security Officers) માટે જયારે ૫ પોસ્ટ ફાયર ઓફિસર્સ (Fire Officers) ની પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શૈક્ષણિક લાયકાત (Education Qualification):

image soucre

બેંક ઓફ બરોડા BOB Recruitment 2020- 21 હેઠળ સિક્યોરીટી ઓફિસર્સની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત કરેલ યુનીવર્સીટી કે પછી સંસ્થા તરફથી કોઈપણ વિષયમાં સ્નાતક કરેલ હોવું જરૂરી છે. જયારે ફાયર ઓફિસર્સની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોએ નેશનલ ફાયર સર્વિસ કોલેજ કે પછી અન્ય કોઈપણ માન્યતા પ્રાપ્ત કરેલ યુનીવર્સીટી માંથી સેફટી એન્ડ ફાયર એન્જીનીયરીંગ અથવા ફાયર ટેકનોલોજી એન્ડ સેફટી એન્જીનીયરીંગની ડીગ્રી પ્રાપ્ત કરેલ આવશ્યક છે.

એપ્લીકેશન ફી:

image soucre

બેંક ઓફ બરોડા તરફથી બહાર પાડવામાં આવેલ વેકેન્સી માટે અરજી કરવા માટે સામાન્ય વર્ગ અને ઓબીસી વર્ગના ઉમેદવારોએ રૂ. ૬૦૦ ચૂકવવાના રહેશે ત્યારે જ SC/ST વર્ગના ઉમેદવારોને રૂ. ૧૦૦ ચૂકવવાના રહેશે.

How to Apply for BOB Recruitment: આવી રીતે કરવાની રહેશે અરજી.:

image source

બેંક ઓફ બરોડા તરફથી બહાર પાડવામાં આવેલ વેકેન્સી માટે અરજી કરવા માટે સૌથી પહેલા બેંક ઓફ બરોડાની અધિકારીક વેબસાઈટ bankofbaroda.co.in પર જવું જોઈએ. ત્યાર બાદ હોમ આપને હોમ પેજ પર Career લખેલ જોવા મળશે આપે તેની પર ક્લિક કરવાનું રહેશે.

ત્યાર બાદ આપે Bank Of Baroda Career Details પેજ પર નોટીફીકેશન જોવા મળશે.

image source

ત્યાર બાદ આપે Link to Apply પર ક્લિક કરીને આપ ઓનલાઈન એપ્લીકેશન કરી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ