વ્હોટ્સએપ જીબી નામની નકલી એપથી સાવધાન ! જોજો આ એપને વાપરવાની ભૂલ ન કરતા !

ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ભળતી જ એપલીકેશનોથી સાવધાન રહો. તે તમારા કંપ્યુટર અને મોબાઈલને હેક કરી શકે છે.

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે મોબાઈલે આપણને ઘણી બધી સગવડો અને કહેવા જઈએ તો ઘણી બધી લક્ઝરી પુરી પાડી છે. તમે હવે દુનિયાની બધી જ માહિતી તમારી આંગળીની ટીપ પર મેળવી શકો છો. તમારા પ્રિયજનો તેમજ તમારા મિત્રોના એકધારા કોન્ટેક્ટમાં રહી શકો છો. આ ઉપરાંત તમે તેના દ્વારા અભ્યાસ પણ કરી શકો છો અને તમારા વ્યવસાયના કામ પણ કરી શકો છો.

પણ દરેક પરિવર્તનના બે પાસા હોય છે સારા અને ખરાબ. અને આપણે બન્નેનો ભોગ બનીએ છીએ. સારી બાબતો આપણે આપણી પસંદગી પ્રમાણે અપનાવીએ છીએ પણ જાણે અજાણ્યે આપણે તેના કરાબ પાસાનો પણ શિકાર બનીએ છીએ. આજે ઇંટરનેટ આપણને હજારો પ્રકારની સગવડો પુરી પાડે છે તો સામે તેના પર છેતર પીંડી પણ વધી ગઈ છે. આજે હજારો લોકોને એક નહી ને બીજા બહાને છેતરવામાં આવે છે. અને આપણે જાણે અજાણે છેતરાઈ જઈએ છીએ. માટે આપણે હંમેશા ચેતતા રહેવું જોઈએ.

વ્હોટ્સ એપ આજે જાણે આપણા પરિવારનું એક સભ્ય જ બની ગયું છે. વ્હોટ્સ એપે આજે સમગ્ર વિશ્વને એક મંચ પર લાવીને મુકી દીધું છે. અને આજે વ્હોટ્સ એપ દ્વાર લોકો સતત એક બીજાના સંપર્કમાં રહે છે. જે એક ખુબ જ સગવડતા ભરી એપ છે. તે દ્વારા તમે ફોટા તેમજ વિડિયો મોકલી, વિડિયો કોલ કરીને તમારી લાગણીઓને તમારા અંગતજનો સાથે શેયર કરી શકો છો.

પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ફેસબૂક, વ્હોટ્સ એપ, સ્કાઇપ વિગેરે જેવી એપ્લીકેશનની ડૂપ્લીકેટ એપ્સ પણ ઓનલાઈન ઉપલબ્ધ હોય છે. અને તેઓ વિવિધ જાતની લાલચો આપીને તમને પોતાના તરફ આકર્ષે છે. આજે અમે તમને એવી જ એક એપ વિષે જાણકારી આપવાના છીએ.

વ્હોટ્સ એપની ડુબ્લીકેટ એપ વ્હોટ્સ એપ જીબી છે. જે ગુગલ એપ પર તો ઉપલબ્ધ છે જ નહીં પણ ઓનલાઈન ઉપલબ્ધ હોય છે. અને તમને ઇમેઇલ કે વ્હોટ્સએપ પર અમુક પ્રકારના મેસેજ મોકલી વાયા વાયા તમને પોતાની સાઇટની મુલાકાત કરાવે છે અને તેના પરથી તમારી પાસે તમારા મોબાઈલમાં પોતાની આ એપ ડાઉનલોડ કરાવે છે.

ચોક્કસ આપણે કંઈ એવા મુર્ખા નથી કે ગમે તે એપ ડાઉનલોડ કરી લઈએ. પણ આ વેબસાઇટ એવા એવા આકર્ષક ફિચર્સ તમને બતાવે છે કે તમે તેની એપ્લીકેશનને ડાઉનલોડ કરવા લલચાઈ જાઓ છો.

જેમ કે વ્હોટ્સએપ જીબીના કેટલાક એવા ફીચર્સ છે જે ઓરિજનલ વ્હોટ્સએપ પર નથી. જેમ કે તમે કોઈને મેસેજ ટાઇપ કરતા હોવ ત્યારે સામે વાળી વ્યક્તિના વ્હોટ્સ એપ પર તમે ટાઇપ કરી રહ્યા છો તેવું લખાઈને આવે છે.

પણ અહીં વ્હોટ્સ એપ જીબી પર તેવું નથી લખાઈને આવતું એટલે કે તમારી પ્રવૃત્તિઓએને સીક્રેટ રાખવામાં આવે છે, તો વળી બીજુ ફીચર છે DND એટલે કે ડુ નોટ ડીસ્ટર્બનું જેમાં તમે ઓનલાઈન હોવા છતાં તમારા વ્હોટ્સ એપ પર કોઈ જ મેસેજ નથી આવતા. આ ઉપરાંત તેમાં ઓટો રિસ્પોન્સનું ફિચર્સ પણ છે જેમ કે કોઈ તમને હેલોનો મેસેજ કરે તો તમારી આ એપ તેને જાતે જ રીપ્લાય આપી દેશે.

આમ તમને વ્હોટ્સેપ જે સગવડ નથી આપતું તે આ વ્હોટ્સએપ જીબી આપે છે. અને આવી રીતે તમને લલચાવવામાં આવે છે.

વ્હોટ્સ એપ જીબી એક અરેબિયન ડેવલપર છે દ્વારા ડેવલપ કરવામાં આવી છે અને તે ઇલલીગલ છે. તે સેફ નથી.

વ્હોટ્સ એપની આ નકલી બહેન એટલે કે વ્હોટ્સ એપ જીબી તમારી સાથે શું શું કરી શકે છે તે જાણો

– તે તમારો ડેટા ચોરી કરી શકે છે. તમારી ચેટ્સ, વિડિયોઝ, તમારા કોન્ટેક્ટ્સ, જે કંઈ પણ તમારા મોબાઈલમાં છે તે બધું જ.

– અને તેના આધારે તમારા માટે એક ટ્રેપ ગોઠવવામાં આવે છે અને તમને નાણાકીય લાલચોથી આકર્ષવામાં આવે છે.

– આવી ફેક એપ્લિકેશનો દ્વારા તમારા ચોરાયેલા ડેટા દ્વારા તમારી પર્સનાલીટીને રીડ કરવામાં આવે છે અને તે પ્રમાણે તમારા પાસવર્ડને પણ એ લોકો ગેસ કરી શકે છે.

– શું તમને ખબર છે કે તે શા માટે ગુગલ પ્લે પર આ એપ્લિકેશન નથી કારણ કે તે તેમની પોલિસી અને રૂલ્સ સાથે સહમત નથી. જેને આપણે માની શકીએ કે આપણને નુકસાન કરતા હોઈ શકે છે.

– અને જો તમે વ્હોટ્સએપ જીબી વાપરવાનું વિચારતા હોવ અથવા વાપરતા હોવ તો શક્ય છે કે ઓરીજનલ વ્હોટ્સએપ તમને બેન કરી શકે છે અને તમારા અકાઉન્ડને બંધ કરી શકે છે.

– તમને કદાચ ખ્યાલ હશે કે ગયા વર્ષે જ ફેસબૂક પર પ્રાઇવસી ઇશ્યુના કારણે કેસ થયો હતો. અને એવા ઘણા બધા પુરાવાઓ મળ્યા છે કે ગુગલ કે ફેસબુક આ બધામાં પ્રાઇવસી ઇશ્યુ રહેલા છે. તો આવી અજાણી એપ્લીકેશન પર તો વિશ્વાસ કરવો શક્ય જ નથી.

અને આ પોસ્ટ દ્વારા અમે તમને માત્ર વ્હોટ્સએપ જીબી એપ્લીકેશનથી જ બચાવવા કે ચેતવવા નથી માગતા પણ આ પ્રકારની સેંકડો એપ્લીકેશનો ચાઈના તેમજ રશિયાના ડેવલપર્સ ઓનલાઈન મુકે છે અને તમારા મારા જેવા લોકોને વિવિધ પ્રકારની લાલચો આપીને પોતાની તરફ આકર્ષે છે અને પછી છેતરે છે.

માટે તમને સલાહ છે કે ક્યારેય કોઈ વેબસાઈટ પર ઉપલબ્ધ એપ્લીકેશન ડાઉલોડ કરવી નહીં. હંમેશા ગુગલ પ્લે સ્ટોર પર હોય તેવી જ એપ્લીકેશનો ડાઉનલોડ કરવી. તે સંપૂર્ણ રીતે વેરીફાઈડ હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ