જો તમને પણ દેખાય આવા સંકેતો, તો થાય છે અપશુકન…

આ 10 સંકેત જણાવે છે તમારી સાથે થનાર શુભ-અશુભ ઘટનાઓ વિશે

જ્યોતિષશાસ્ત્ર એવી વિદ્યા છે જેમાં ગ્રહ નક્ષત્રોની ગણના અને તેમની ચાલ પરથી વ્યક્તિના ભવિષ્ય વિશે ભવિષ્યવાણી કરવામાં આવે છે. અનેક લોકો એવા પણ હોય છે જે જ્યોતિષની ગણનાથી જીવનમાં બનતી ઘટનાઓ પર વિશ્વાસ પણ કરે છે અને કેટલાક લોકો તેના પર વિશ્વાસ નથી કરતાં.

વ્યક્તિના જીવનમાં બનતી ઘટનાઓમાંથી કેટલીક શુભ હોય છે જ્યારે કેટલીક અશુભ હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ જાણી શકતી નથી કે તેની સાથે આવતીકાલે શું બનશે. જો કે જ્યોતિષની મદદથી એટલું ચોક્કસથી જાણી શકાય તે આવનાર સમયમાં કોઈ અશુભ ઘટના બનશે કે શુભ. જ્યારે વ્યક્તિનો ખરાબ સમય શરૂ થાય છે ત્યારે તેની સાથે કેટલીક ઘટનાઓ બને છે જેના પરથી આ અંદાજ લગાવી શકાય છે.

આભૂષણની ચોરી

image source

સોના કે ચાંદીના દાગીનાની ચોરી થવી કે તેનું અચાનક ગુમ થઈ જવું અશુભ માનવામાં આવે છે. આ સંકેત છે કે તમારા જીવનમાં સંકટ આવનાર છે.

પાલતૂ પ્રાણીનું મોત

image source

ઘરમાં રાખેલા પ્રાણી કે પક્ષીનું મોત થવું પણ સમસ્યાનો સંકેત હોય છે.

અનામિકા આંગળી પાસે તલ

image source

હથેળીના સૂર્ય પર્વત એટલે કે અનામિકા આંગળીના નીચેના ભાગ પર અચાનક તલ જોવા મળે તો સમજી લેવું કે સંબંધમાં દગો થઈ શકે છે.

જીવનસાથી સાથે ઝઘડો

image source

જ્યારે જીવનસાથી સાથે કારણ વિના ઝઘડા થાય તો સમજી લેવું કે ધનહાનિ થશે.

મહેનત કરવા છતાં મળતી નિષ્ફળતા

image source

સફળ થવા માટે અથાગ પ્રયત્ન કરો તેમ છતા સફળ ન થઈ શકો તો સમજી લેવું કે ધનહાનિ થશે.

બીમારી

image source

જ્યારે પેટ સંબંધીત બીમારીઓ વધવા લાગે અને સ્વભાવ ચિડીયો થઈ જાય તો સમજવું કે જીવનમાં મોટી દુર્ઘટના થશે. આ સમસ્યા શારીરિક અને આર્થિક હોય શકે છે.

ધન સંબંધિત પરેશાનીના સંકેત

image source

જ્યારે બોલતાં બોલતાં અચાનક જીભ કચવાય, મોંમાં વધારે લાળ બને તો સમજવું કે ભવિષ્યમાં ધનહાનિ થઈ શકે છે અને કાયદાકીય સમસ્યામાં ફસાઈ શકો છો.

પાણી લીક થવું

image source

ઘરમાં અચાનક પાણીની ટાંકી, નળ લીક થવા લાગે અને તેમાંથી પાણી ટપકતું રહે તો સમજી લેવું કે મોટી આર્થિક સમસ્યાનો સામનો કરવો પડશે.

તેલ ઢોળાવું

image source

અચાનક મુખ્ય દરવાજા પર તેલ પડેલું જોવા મળે તો સમજવું કે સમસ્યા આવનાર છે.

વિદ્યુત ઉપકરણો

image source

અચાનક વિદ્યુત ઉપકરણો ખરાબ થઈ જાય અને વારંવાર આવું થાય તો તે ધનહાનિ તરફ ઈશારો કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ