જો તમે હજી ઘરમાં નથી રાખતા સિંધાલુ મીઠું તો આજથી જ લાવીને રાખી દો.

સિંધાલુ મીઠુ સૌથી શુધ્ધ મીઠુ માનવામાં આવે છે, કારણ કે તેમાં ભેળસેળ અને રસાયણ નથી હોતા. ખૂબ ઓછા લોકો જાણે છે કે આ મીઠુ ફક્ત એક મસાલો નથી પરંતુ આમાં બધા તત્વો શામેલ છે જે એક શરીરની જરૂર હોઈ છે. જેમ કે લોખંડ, કેલ્શિયમ, પોટેશિયમ, જિંક બીજુ પણ ઘણુ બધુ સિંધાલા મીઠામાં રહેલુ હોઇ છે. તેને તમે ભોજનમાં મેળવીને ખાઈ શકો છો કે પછી બજારમાં સપ્લીમેંટ્સ, પાઉડર અને પિલ્સ ઉપલબ્ધ હોઇ છે જેને તમે લઈ શકો છો. પરંતુ તમે તેને વગર ડોક્ટરની સલાહે ના લો, તો પછી વગર વિલંબ કર્યે આવો સિંધાલા મીઠાના સ્વાસ્થયથી જોડાયેલા ફાયદા વિશે જાણીએ. જેના વિશે કદાચ જ તમે જાણતા હશો…

૧.સિંધાલુ મીઠુ ખરાબ પાચનના ઉપચારમાં ખૂબ પ્રભાવી હોઈ છે. આ એક ઓષધિની જેમ કામ કરે છે જેનાથી પાચનમાં સુધારો આવે છે. આ તમારી ભૂખ અને ગેસમાં પણ રાહત અપાવે છે.

૨.રોજ સિંધાલુ મીઠુ ખાવાથી તમારા શરીરના ખોવાયેલા ઈલેક્ટ્રોલાઈટ્સ ફરીથી ભરે છે અને પીએચ સ્તરને નિયંત્રિત રાખે છે. આ લોહી પરિસંચરણને ઉતેજીત કરે છે અને શરીરમાં રહેલી ગંદકી અને ટોક્સિક મિનરલ્સને બહાર કાઢી નાખે છે.

૩.આ તમારા રક્તચાપના સ્તરનું સંતુલન જાળવી રાખે છે.

૪.સિંધાલુ મીઠુ ઘણા દાદ અને જીવાતના બચકા ભરેલા અને ગાઠિયાના દુખાવાના રોગોના ઉપચારોથી છૂટકારો અપાવે છે. આ દરેક ભારતીય ઘરમાં મળી આવે છે.

૫.તમે કદાચ આ તથ્ય જાણીને ચોંકી જશો કે સિંધાલુ મીઠુ વજન ઉતારવામાં મદદ કરે છે. આ શરીરના ફૈટ સેલ્સને ઓછા કરી દે છે.

૬.જ્યારે સિંધાલુ મીઠુ લીંબુના રસ સાથે લેવામાં આવે છે તો પેટના જીવાણુથી આરામ મળે છે અને ઉલ્ટીઓને પણ રોકે છે.

૭.સિંધાલા મીઠાના બનેલા નમકીન અને ઝરણાનું પાણી જીર્ણ ગાઠિયા , પથરીથી રાહત પ્રદાન કરે છે.

૮.મોંઘી સોલ્ટ બાથ ખરીદવાને બદલે તમે વગર રૂપિયા ખર્ચ કર્યે જાતે પણ બનાવી શકો છો પોતાની સોલ્ટ બાથ, તેને બનાવવા માટે પોતાના નહાવાના પાણીમાં એક ચમચી સિંધાલુ મીઠુ મેળવી લો અને બાદમાં એ પાણીને નહાવા માટે ઉપયોગ કરો. આ પાણીથી નહાવાથી તમને રાહત મળશે, આ ગળાની માંસપેશીઓને શાંત કરે છે, તમારા શરીરને ડિટોક્સીફાય કરે છે. તેના સાથે જ તમારા રક્તચાપનર નિયંત્રિત રાખે છે.

૯.જો અવારનવાર તમારી માંસપેશીઓમાં એંઠન થાય છે તો સિંધાલુ મીઠુ તમને રાહત આપી શકે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં થોડુ સિંધાલુ મીઠુ મેળવીને પીવો.

૧૦.જે લોકો સાઈનસ અને શ્વાસની સમસ્યાથી ગ્રસ્ત છે તેમને રોજ સિંધાલા મીઠાનું સેવન કરવુ જોઇએ. સિંધાલા મીઠાથી કોગળા કરવાથી ગળામાં સોજો, દુખાવો, સુકી ઉધરસ અને ટોન્સિલથી રાહત મળે છે. જે લોકો બ્રોંકાઈટિસ, દમ કે શ્વાસની અન્ય સમસ્યાઓનો શિકાર છે તે સિંધાલા મીઠાની નાસ લઈ શકે છે.

૧૧.સિંધાલુ મીઠુ આવશ્યક મિનરલ્સ પ્રદાન કરે છે અને તમારી ઈમ્યુન સિસ્ટમને સુધારે છે. તેના સિવાય આ સંચાર, શ્વસન અને તંત્રીકા તંત્રને એક હદ સુધી સુધારે છે.

૧૨.સિંધાલુ મીઠુ તમારા દાંતને સફેદ કરે છે અને મોંના ફ્રેશનર તરીકે ઉપયોગ થાય છે. તમે ખરાશ માટે આ મીઠાથી કોગળા પણ કરી શકો છો.

૧૩.સિંધાલુ મીઠુ પ્રભાવી ઢબથી પાચન અને લારના રસને સ્વસ્થ બનાવી રાખે છે. તમે સાધારણ મીઠાને બદલે તમારા ભોજનમાં સિંધાલા મીઠાનો ઉપયોગ કરી શકો છો.

૧૪.મીઠાને વધુ પ્રભાવી બનાવવા માટે તમે એક ત્રાંબાના વાસણમાં સંગ્રહ કરી શકો છો જ્યાં સુધી કે તે લાલ ના થઈ જાય.

૧૫.સિંધાલુ મીઠુ હાડકા અને ટીશૂઝને મજબૂત બનાવે છે.

૧૬.સિંધાલા મીઠાને સુંદરતા વધારવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. તેના ઉપયોગથી તમારા શરીરની મૃત ત્વચાથી છૂટકારો મળે છે.

૧૭.તમે પોતાના શરીરને પોષણ આપવા માટે પણ સિંધાલા મીઠાનો ઉપયોગ કરી શકો છો.

૧૮.ચહેરાને સાફ કરવા સિવાય સિંધાલુ મીઠુ તમારી ત્વચાના ટીશૂઝને મજબૂત બનાવે છે અને તમને યુવાન દેખાવામાં મદદ કરે છે.

૧૯.સિંધાલા મીઠાનો તમે પગના સ્ક્રબ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે બસ તમારે અડધી બાલ્ટી હુંફાળા પાણીમાં ૨ ચમચી સિંધાલુ મીઠુ મેળવવાનુ છે અને તેમાં પોતાના પગ ડુબાડી દો. આ પાણીમાં પોતાનું મનપસંદ કોઈપણ તેલ નાખી શકો છો.

૨૦.તેના સિવાય તમે પોતાના ક્લીંનજરની જગ્યા એ સિંધાલા મીઠાનો ઉપયોગ કરી શકો છો જેમાં ક્લીંનજરના ગુણ સમાયેલા છે. સિંધાલુ મીઠુ જામેલી ગંદકી અને વધારાનુ તેલ બહાર કાઢી નાખે છે. ક્લીંનજર બનાવવા માટે તમે પોતાના ક્લીંનજરમાં સિંધાલું મીઠુ મેળવી લો અને સાફ કર્યા બાદ પોતાના ચહેરાને ધોઈ લો.

૨૧.જો તમારા નખ પીળા પડી ગયા છે કે પછી તેના રંગમાં પરિવર્તન આવી ગયુ છે તો તમે સિંધાલા મીઠાની મદદથી પોતાના ખોવાયેલા રંગને મેળવી શકો છો. તેનાથી તમારા નખની ખોવાયેલી ચમક પણ પરત આવી જશે.

૨૨.જો તમે સ્કેલ્પની તકલીફના શિકાર છો જેમ કે તમારા માથામાં ખંજવાળ કે પછી ખોડો છે તો તમે સિંધાલા મીઠાથી છૂટકારો મેળવી શકો છો. તેના એક્સફોલિએટિંગ ગુણોને કારણે તમે સ્કેલ્પની મૃત ત્વચાથી છૂટકારો મેળવી શકો છો. તેના માટે તમે તમારા શેમ્પૂની બોટલમાં ૧ કપ સમુદ્રી મીઠુ મેળવીને રાખી દો અને પછી તેનજ શેમ્પૂથી તમારુ માથુ ધોવો. તેના ઉપયોગથી તમને તમારા ખોડામાં ફરક નજર આવશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ