શું તમારું બાળક આ ચોકલેટ નિયમિત ખાય છે ? તો જરા ચેતી જાઓ ? તેનાથી થઈ શકે છે ગંભીર એલર્જી.

બાળકોને તમે પુછો કે તેને શું ખાવું છે ? તો તે કહેશે કે ચોકલેટ ખાવી છે અથવા તો ચોકલેટ બિસ્કિટ ખાવા છે ટુંકમાં જે વસ્તુમાં ચોકલેટ આવતી હોય તેવી વસ્તુની ડીમાન્ડ કરશે. અને હવે તો આ બધી જ કંપનીઓએ છોકરાઓને લલચાવા માટે વેફર્સના પડીકામાં તેમજ ચોકલેટ સાથે જાત જાતના નાના-નાના રમકડાં પણ આપવાના શરૂ કરી દીધા છે. એટલે બાળક હવે તો રીતસરનું ચોકલેટ વિગેરે વસ્તુઓ માટે જીદ કરતું થઈ ગયું છે.

પણ આ બધી વસ્તુઓમાં વિવિધ પ્રકારની સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે તેમ જ તેને કેવી કેવી પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવી હોય તેની પુરતી માહિતી તે વસ્તુ ખાતા કે વાપરતા ગ્રાહકોને નથી હોતી અને તેના કારણે ઘણીવાર બાળકનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાય છે.

આજે ફેસબુક સર્ફ કરતાં કરતાં એક પોસ્ટ નજરમાં આવી જે અમને લાગ્યું કે શેયર કરવા જેવી છે. એટલે અહીં અમે તેને તમારી સાથે શેયર કરી રહ્યા છીએ.

વિરાટ ભાર્ગવ નામના એક ફેસબુક અકાઉન્ટ હોલ્ડરે પોતાની સાથે બનેલી આ ઘટના વિષે પોસ્ટ શેયર કરી છે જે ખરેખર આજના માતાપિતાઓ માટે ઘણી ઉપયેગી છે અને એકવાર તો માતાપિતાએ આ પોસ્ટ વાંચવી જ જેઈએ. પોસ્ટ કંઈક આ રીતે છે.

https://www.facebook.com/virat.bhargava/posts/10156145307647447

“એક સવારે (લગભગ બે વર્ષ પહેલાં) ઉઠીને મેં જોયું તો ગુરુ (મારો દીકરો)નો ચહેરો ફુલી ગયો હતો, સવારના છ વાગ્યા હતા તે પિડામાં રડી રહ્યો હતો. શાલીની ભાર્ગવ અને મને કશી જ નહોતી ખબર કે તેને શું થયું હતું અને અમે તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે તેને તપાસ્યો અને તેને કેટલીક દવાઓ (એટ્રેક્સ અને રેન્ટેક) આપી અને એક-બે દિવસમાં તે ઠીક થઈ ગયો.

અમને લાગ્યું કે તે કોઈ પ્રકારની એલર્જી હશે અથવા તો કોઈ જીવડું કરડી ગયું હશે. પણ ફરીથી એક અઠવાડિયા બાદ તે ફરી થવા લાગ્યું. અમે તેની બધી જ તપાસ કરાવી, એલર્જી ટેસ્ટ, બ્લડ ટેસ્ટ અને અમારાથી જે કંઈ શક્ય હતું તે બધું જ અમે કરાવી લીધું પણ ટેસ્ટમાં કશું જ બહાર ન આવ્યું.

એક આખું વર્ષ આમ ચાલ્યું. આ સમય અમારા બન્ને માટે ખુબ જ કપરો હતો અને ગુરુ માટે અત્યંત પિડાદાયક હતો કારણ કે તે આખો સમય પિડામાં રહેતો હતો. તે વખતે અમને ડોક્ટરે એવી સલાહ આપી કે તેના રોજના ખોરાક પર અમે નજર રાખીએ. તેઓ ઇચ્છતા હતા કે અમે તે રોજે કંઈપણ ખાય તેની અમે નોંધ રાખીએ. બે અઠવાડિયા બાદ અમને છેવટે ખબર હડી કે આ રોગનું મૂળ કારણ કીન્ડર જોય હતું.

આજે એક વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે, તેને અમે કીન્ડર જોય નથી ખાવા દેતા અને તે હવે સંપૂર્ણ સ્વસ્થ છે.

બે દિવસ પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બે આખા પાના કીન્ડર જોયની એડથી ભરેલા જોયા અને તે વખતે મને વિચાર આવ્યો કે હું તમને લોકોને જણાવું કે તમારા બાળકોને આ ન ખાવા દો.

કીન્ડર જોય પર ઘણા બધા દેશોમાં બેન છે, આપણો દેશ ભવિષ્યમાં તેને બેન કરે કે ન કરે પણ તમે કરી શકો છો ; તમારા બાળકોની સુરક્ષા માટે.” ભગવાન કરે કે કોઈના પણ બાળકને આવી કોઈ તકલીફ ન ભોગવવી પડે અને તેમ છતાં જો આવું કંઈ થાય તો આ પોસ્ટ જરૂર યાદ રાખો અને તમારા બાળકો શું ખાય છે તેની નોંધ લો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી આ પોસ્ટ જરૂર શેયર કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ