તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો 27 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે સાત દિવસ બંધ રહેશે, તેથી આ તારીખોને ધ્યાનમાં રાખીને બેંકને લગતા તમામ કામો પતાવી લો. 27 થી 29 માર્ચ સુધી, બેંકો સતત ત્રણ દિવસ માટે બંધ રહેશે, કારણ કે 27 માર્ચે ચોથો શનિવાર છે, અને 28 માર્ચે રવિવાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ની વેબસાઇટ પર આપવામાં આવેલી બેંક રજાઓ અંગેની માહિતી મુજબ, 29 માર્ચે, બધી બેંકો હોળી નિમિત્તે બંધ રહેશે.

31 માર્ચના રોજ, તમામ બેંકો સામાન્ય લોકો માટે કાર્ય કરશે નહીં, કારણ કે બેકોમાં નાણાકીય વર્ષના અંતિમ દિવસે ક્લોઝિંગનું કામકાજ થશે. ચાલો તમને માર્ચ, 2021ની તમામ બેંક રજાઓની માહિતી જણાવીએ.
27 માર્ચ: મહિનાનો ચોથો શનિવાર હોવાને કારણે રજા
28 માર્ચ: રવિવાર
29 માર્ચ: હોળીના તહેવારને લઈને રજા
30 માર્ચ: પટનામાં હોળીની ઉજવણીની રજા, બાકીના ભારતમાં બેંકો ખુલ્લી રહેશે
31 માર્ચ: નાણાકીય વર્ષ પુરૂ થવાને કારણે રજા.
બેંક ઓફ ઈન્ડિયાએ એક બેંક કેલેન્ડર બહાર પાડ્યું

આ ઉપરાંત, એપ્રિલ 2021માં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1 એપ્રિલના રોજ ક્લોજિંગ ઓફ એકાઉન્ટના કારણે રજાની જાહેરાત કરી છે. ગુડ ફ્રાઈડેના કારણે બેંકોમાં 2 એપ્રિલે રજા રહેશે અને 4 એપ્રિલ રવિવારની રજા રહેશે. જો કે બધી બેંક રજાઓ દરમિયાન ઈન્ટરનેટ બેકિંગ સેવાઓ ચલુ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક બેંક કેલેન્ડર બહાર પાડ્યું છે, જેમાં એવી તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે તારીખે બેંકો કામ કરશે નહીં. તમે આરબીઆઈ વેબસાઇટ પર રજાઓની સૂચિ જોઈ શકો છો. ઉપરાંત, તમને જણાવી દઈએ કે બેંકમાં દરેક રાજ્ય પ્રમાણે રજાઓ અલગ અલગ હોઈ શકે છે. આથી તારીખોને ધ્યાનમા રાખીને તમે અગાઉથી બેંક સંબંધિતિ કામ પતાવી શકો છો.
બેંકોની અરજીઓની તપાસ માટે આરબીઆઈ સમિતિની રચના કરી

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ સોમવારે સાર્વભૌમિક બેંકો અને લઘુ નાણાંકીય બેંકોની અરજીઓની તપાસ માટે એક સમિતિની રચના કરવાની ઘોષણા કરી છે. આ સમિતિનું નેતૃત્વ આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર શ્યામલ ગોપીનાથ કરશે.
આરબીઆઈએ ઓગસ્ટ 2016માં સૂચનાઓ જારી કરી હતી

ઓગસ્ટ 2016 માં, આરબીઆઈએ તમામ પ્રકારની સેવાઓ પ્રદાન કરતી બેંકો માટે માર્ગદર્શિકા જારી કરી હતી. ડિસેમ્બર 2019 માં બેંકે સદા સુલભ લાઇસન્સ સિસ્ટમ અને ડિસેમ્બર 2019માં સ્મોલ ફાઇનાન્સ બેંકની સદા સુલભ લાઇસન્સ નીતિ સંબંધિત માર્ગદર્શિકા જારી કરી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!