ઘણીવાર આપણે મિત્રતાને કારણે સાચી અને સારી વાત આપણા મિત્રોને નથી કહી શકતા, જાણો સદ્દગુરુના વિચારો…

સદગુરૂ: જે લોકો તમારી વિચારશૈલીને , લાગણીને, સમજણને, ગમા અણગમાને ટેકો આપે છે તેમની સાથે તમે મિત્રતા બનાવો છો. તમે બધા જ ટેકારૂપ બાબત શોધી રહ્યા છો.

સારા મિત્રો કાયમ સારા ન હોય.


ગયા શિયાળામાં એક વાત બની.એક નાનકડા પક્ષીએ પાનખરને વધારે પડતી માણી અને દક્ષીણ દિશામાં વહેલા સફર શરુ કરી નહિ. શિયાળામાં મોડે ઉડવાની શરુઆત કરી . તે થીજી ગયું અને નીચે પડ્યું. એક ગાય ત્યાંથી પસાર થઇ રહી હતી અને તેણે ત્યાં પોદળો કર્યો.એ પોદળો બરાબર પેલા પક્ષી પર પડ્યો અને પક્ષી ઢંકાઈ ગયું. પોદળાના ગરમાવાથી પક્ષી થીજેલી અવસ્થામાંથી બહાર આવ્યું અને આનંદથી કલબલાટ કરવા લાગ્યું.


એક બિલાડી તે રસ્તેથી પસાર થઇ રહી હતી . તેણે કલબલાટ સાંભળ્યો , ચારેબાજુ નજર ફેરવી અને જોયું કે અવાજ પોદળામાંથી આવી રહ્યો હતો. તેણે પોદળો હટાવ્યો અને પક્ષીને પોદળામાંથી બહાર કાઢી ખાઈ ગયું. તેથી તમને જે કોઈ પણ કચરાના ઢગલા નીચે છુપાવી દે એ જરૂરી નથી કે તમારો શત્રુ હોય. તમને ઢગલામાંથી બહાર કાઢે એ જરૂરી નથી કે તમારો મિત્ર હોય. અને છેલ્લે, જ્યારે તમે ઢગલા નીચે હોવ ત્યારે ચુપ રહેતા શીખો.

સારા મિત્રો એ કહે જેની જરૂર છે


જો તમે કોઈના મિત્ર હોવ અને તેમનાથી કઈક ખોટું થયુ હોય તો તેમની ટીકા કરવાની તમારે જરૂર નથી. પણ આ મુદ્દ્દો નથી. પણ ક્યારેક લોકોમાં અપ્રિય બનવાની હિંમત પણ તમારામાં હોવી જ જોઈએ. લોકો સાથે લોકપ્રિય થવાના પ્રયત્નમાં , તમારી આસપાસ ખુશીનો માહોલ જાળવી રાખવાના પ્રયત્નમાં , તમે એ જુઓ કે તમે તમારી અંદર કેટલી બધી ગમગીની ધરબાવેલી છે.


જો તમે ગમગીનીને ઉછરવા દેશો, જો તમે ગમગીની ના બીજ જમીન માં વાવશો,તો તમે ગમગીનીના ફળ મેળવશો.જો તમારે મિત્ર હોય ,તો તમારી પાસે અપ્રિય બનવાની હિંમત હોવી જ જોઈએ અને છતાં તમેં તેના પ્રિય બની રહો. અત્યારે તમારી મિત્રતા સમજુતી , ગમા-અણગમા પર બનેલી હોય છે. પણ તમે સફરજન અને સંતરા હોવ તો પણ , તમે સારા મિત્રો બની શકો છો . સાચો મિત્ર એ છે કે જેનામાં તમેં કેવા વાહિયાત મિત્ર છો તે કેહવાની હિમ્મત હોય અને છતાં તમારી સાથે સારા અને પ્રેમાળ બની રહે. આ જ મિત્રતા છે.


સૌજન્ય : ઈશા ફાઉન્ડેશન – સદગુરુ
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ