આપણે આ ઋતુમાં ઘણી બધી વસ્તુનું સેવન કરતાં હોઈએ છીએ તેનાથી આપણને ઘણા લાભ મળે છે તેમાં ઘણી એવી વસ્તુઑ હોય છે જે આપણે ફક્ત આજ ઋતુમાં ખાઈ શકીએ છીએ. તેનાથી આપણને ઘણા લાભ મળી શકે છે. તેમાથી એક એવી વસ્તુ છે જેનું નામ કદાચ તમે સંભાળ્યું હશે તેનું નામ છે નાગલી.

મોટાભાગના લોકોએ આનું નામ નહીં સંભાળ્યું હોય. આજે આપણે તેનાથી થતાં લાભ વિષે આપણે જાણીએ. આ એક પ્રકારનું ધન છે તેનો દેખાવ બાજરી જેવો જ લાગે છે. આનો કલર લાલ અથવા મરૂન હોય છે. તેનાથી ઘણા ફાયદા આપણને મળે છે.
આ વસ્તુ તમને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં ડાંગ જીલ્લા જેવા પહાડી વિસ્તારમાં જોવા મળે છે. આ વિસ્તારના લોકો આને રોજના ખોરાકમાં ઉપયોગમાં લે છે. આ એક અનાજનો જ પ્રકાર છે. તેમાથી આપણે રોટલા, રોટલી, પાપડ, શીરો, રાબ વગેરે બનાવી શકીએ છીએ. આનો રોટલો ખાવાથી આપના શરીરમાં ઉર્જા અને સ્ફૂર્તિ આવે છે.

આને ખાવાથી આપણા શરીરમાં વધારાની ચરબી જમા થયેલી હોય છે તે પણ દૂર થાય છે અને તેનાથી આપણે વજન ઘટાડી શકીએ છીએ. ડાંગ જિલ્લાના લોકો મજબૂત અને તંદુરસ્ત રહે છે તેનું રાઝ આની સાથે સંકળાયેલ છે. તેમનો મુખ્ય ખોરાક આનાથી બનેલ રોટલો છે.

આને તૈયાર કરવા માટે તમારે વધારે મહેનત નહીં પડે, તેને તમે બાજરી અને જુવારના રોટલાની જેમ જ આનો રોટલી બનાવી શકો છો. તેનો રંગ જ અલગ હોય છે. તેનો સ્વાદ પણ બાજરી અને જુવારના રોટલા જેવો જ આવે છે. તેનાથી આપણને ઘણા લાભ મળી શકે છે.

આમાથી ઘણા વિટામિન અને પ્રોટીન મળી આવે છે તેનાથી આપણને ઘણો લાભ થઈ શકે છે. ૧૦૦ ગ્રામ નાગલીમાં કેલ્શિયમ ૩૪૪ ગ્રામ, પ્રોટીન ૭.૩ ગ્રામ, કેલેરી ૩૨૮ ગ્રામ, આયર્ન ૩.૯ ગ્રામ, કાર્બોદિત પદાર્થ ૭૨ ગ્રામ, ખનીજ દ્રવ્ય ૨.૭ ગ્રામ, ફેટ, ૧.૩ ગ્રામ, રેસા ૩.૬ ગ્રામ અને રિવોફ્લેવિન ૦.૧૯ મિલિગ્રામ મળી આવે છે.
આમાં કેલ્શિયમ, પ્રોટીન, રેસા અને લોહતત્વો જેવા ઘણા પ્રકારના ક્ષારો રહેલા હોય છે. તેનાથી આપના શરીરને ઘણા લાભ મળી શકે છે. આનો રોજના ખોરાકમાં ઉપયોગ કરવાથી આપના શરીરને જોઈતા પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે તેનાથી આપણને ઘણી સમસ્યા દૂર કરી શકીએ છીએ. આની અંદર ચરબી સાવ ઓછી માત્રામાં રહેલી હોય છે.

તેની અંદર મોટાભાગે અસેચ્યુરેટેડ ચરબી હોય છે તે પચવામાં સાવ હળવું હોય છે તેનાથી વજન વધતું નથી. તેની અંદર ગ્લુટિન રહેલું નથી, તેથી જે લોકો ગ્લુટિન પચાવી શકતા નથી તેવા લોકોએ ખાસ આનું સેવન કરવું જોઈએ તેનાથી આ લોકોને ઘણા લાભ મળી શકે છે. તેના માટે આ આશીર્વાદ રૂપ છે. તેથી આનું સેવન કરવું જ જોઈએ. તેની અંદર ત્રિપ્ચોફેન નામનું ઇએમઆઇનો એસિડ રહેલું હોય છે. તેનાથી ઘણા લાભ મળી શકે છે. તેમાં રહેલા રેસાથી આપણને ભૂખ લાગતી નથી તેનાથી ખોરાક ઓછો લેવાય છે અને તેનાથી વજન પણ વધતો નથી.