ફ્રોડ લોકો મોકલે છે WhatsAppમાં આવો VIDEO, ચેતી જજો તમે પણ

વોટ્સએપ પર આવે આવો વીડિયો તો હૈક થઈ શકે છે તમારો ફોન, આ રીતે બચો ફ્રોડથી

image source

કરોડો લોકો ફોટો અને વીડિયો શેયરિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ કરી લોકો એકબીજાને ફોટો, વીડિયો અને મેસેજ શેર કરે છે.

વોટ્સએપ અપડેટ થયા બાદ વોઈસ કોલ, વીડિયો કોલ, ગૃપ ચેટિંગ વગેરે સુવિધા પણ યૂઝર્સને મળવા લાગી છે. જેના કારણે આ એપ વધારે લોકપ્રિય બની ગઈ છે. જો કે આ એપ્લીકેશન પર હૈક થવાનું જોખમ પણ વધી ગયું છે.

image source

જી હાં તાજેતરમાં જ ઈસ્ત્રાયલની જાસૂસી કંપનીએ પેગાસસ વડે ભારતીય પત્રકારના વોટ્સએપને હૈક કરી લીધું હતું. અન્ય એક ખબર અનુસાર પેગાસસ જેવા સ્પાઈવેયરની મદદથી હૈકર્સ એમપી4 વીડિયો શેર કરી અને લોકોના વોટ્સએપ પણ હૈક કરી રહ્યા છે.

વીડિયો વડે ડેટા હૈક

હૈકર્સ લોકોને પોતાનો શિકાર બનાવવા માટે વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી માલવેરવાળી એમપી4 વીડિયો ફાઈલ મોકલે છે. આ પ્રકારના વીડિયો ડાઉનલોડ કરવાથી યૂઝર્સની અંગત જાણકારી હૈક થઈ જાય છે.

image source

ઈંડિયન કોમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પાંસ ટીમને જ્યારે આ વાયરસ વિશે જાણકારી મળી તો તેમણે આ વાયરસને હાઈ સેવર્ટી કેટગરીમાં રાખી દીધો છે.

વીડિયો હૈક કરે છે જાણકારી

ઈસ્ત્રાયલ જાસૂસી કંપની એનએસઓએ પેગાસસ સ્પાઈવેર વડે લાખો વોટ્સએપ યૂઝર્સની જાણકારી હૈક કરી હતી. આ મામલે ફેસબુકએ કહ્યું હતું કે બફર ઓવરફ્લો થવાના કારણે વોટ્સએપને એમપી4 ફોર્મેટવાળા વીડિયોથી ડેટા લીક થઈ શકે છે.

image source

એંડ્રોયડથી વિંડો સુધી તમામ ડિવાઈસ થઈ શકે છે હૈક

રિપોર્ટ અનુસાર ટેકનીકલ ખામીનો લાભ લઈ હૈકર્સ ડોસ, એંડ્રોયડ, આઈઓએસ અને વિંડોના પ્લેટફોર્મને સરળતાથી હૈક કરી શકે છે. સાયબર એટેકથી અજાણ્યા યૂઝર્સ વોટ્સએપ પર વાયરસવાળા વીડિયો સેન્ડ કરી તેમજ ડાઉનલોડ કરી અને ડિવાઈસમાં માલવેરવાળા પ્રોગ્રામ ઈંસ્ટોલ કરી લેતા હોય છે.

image source

જો કે વોટ્સએપએ આ સમસ્યાને દૂર કરવા માટે નવો સિક્યોરિટી પૈચ જાહેર કર્યો છે. જો કે હાલ સોશિયલ મીડિયા કંપની આ હૈકિંગ સાથે જોડાયેલી વધુ જાણકારી શેર કરી નથી રહી.

વોટ્સએપએ ઈસ્ત્રાયલની જાસૂસી કંપની એનએસઓ ગૃપ પર ભારતીય પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓની જાસૂસીનો આરોપ મુક્યો હતો અને હૈકિંગની પુષ્ટિ થતા આ કંપની પર કેસ પણ કર્યો હતો.

image source

મહત્વપૂર્ણ છે કે એનએસઓએ આ સોફ્ટવેરને ખાસ ટેકનીકથી તૈયાર કર્યો છે. કંપની આ સિસ્ટમ વડે કોઈપણ એંડ્રોયડ, આઈઓએસ અને બ્લેકબેરીની ઓપરેટિંગ સિસ્ટમને સરળતાથી હૈક કરી શકે છે.

ઓપરેટર યૂઝરના ડિવાઈસને હૈક કરવા માટે વિશેષ લિંક પર તેને ક્લિક કરવા આકર્ષે છે. આમ કરવાથી ઓપરેટરને સુરક્ષા કવચ તોડવાની તક મળે છે. ત્યારબાદ આ વાયરસ સિસ્ટમમાં ઈંસ્ટોલ થઈ જાય છે.

image source

વાયરસ ઈંસ્ટોલ થયા બાદ ઓપરેટર સરળતાથી તેના ફોનના તમામ ડેટાને કાઢી શકે છે. એટલું જ નહીં ઓપરેટર વાયરસની મદદથી યૂઝરની ફોટો ક્લિક કરવા ઉપરાંત ફોન પણ હૈક કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ