જો તમે ઘરમાં આ ખાસ દિશામાં રંગોળી કરશો તો ક્યારે નહિં ખૂટે ઘરમાં ધન, અને હંમેશા તિજોરી રહેશે પૈસાથી ભરેલી

પ્રકૃતિનીં જેમ જ રંગોનો પ્રભાવ આપણી ભાવનાઓ અને સંવેદનાઓ પર પડે છે. રંગોના માધ્યમથી વ્યક્તિ શારીરિક તેમજ માનસિક રૂપથી પ્રભાવિત થાય છે જેમ કે ઉર્જાનો રંગ લાલ, ખુશનુમાં રંગ લીલો, આનંદ અને જીવંતતાનો રંગ પીળો અને પ્રેમનો રંગ ગુલાબી, વિસ્તારનો રંગ ભૂરો, શાંતિનો રંગ સફેદ અને જ્ઞાનનો રંગ જાંબલી હોય છે. આ બધા જ રંગ અલગ અલગ ભાવોને વ્યક્ત કરે છે. આ કારણ છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં શુભ અવસર પર અલગ અલગ રંગોના માધ્યમથી રંગોળી બનાવવાની પ્રથા ચાલતી આવી છે.

रंगोली से सकारात्मक ऊर्जा का संचार होता है। घर पर देवी-देवताओं की कृपा बनी रहती है।
image source

શુભતાનું પ્રતીક ગણાતી રંગોળી લોટ, ચોખા, હળદર, કંકુ, ફૂલ ને પાન તેમજ અનેક પ્રકારના રંગોથી અલગ અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે જો વાસ્તુ નિયમો અનુસાર રંગોળી દિશાઓ અને રંગોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે તો એ આપણા જીવનમાં ખુશીઓ, સમૃદ્ધિ લઈને આવે છે. રંગોળી બનાવવાથી આસપાસની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે તેમજ ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.ઘર પર દેવી દેવતાઓની કૃપા જળવાઈ રહે છે.

કઈ દિશામાં કયો રંગ .

image source

જો તમારું ઘર પૂર્વમુખી છે અને તમે મુખ્યદ્વાર પર રંગોળી બનાવી રહ્યા છો તો ઘરમાં સારા વાતાવરણના વિકાસ તેમજ માન સમ્માનમાં વૃદ્ધિ માટે અહીંયા ઈંડા આકાર ડિઝાઇનમાં રંગોળી બનાવો.

પૂર્વ દિશામાં ઈંડા આકર ડિઝાઇન જીવનમાં વિકાસના નવા રસ્તાઓને પ્રશસ્ત કરે છે. આ દિશામાં રંગોળી બનાવવા માટે સાત્વિક અને ઉર્જા આપતા રંગો જેવા કે લાલ, પીળો, લીલો, ગુલાબી, નારંગી વગેરેનો ઉપયોગ સમૃદ્ધિને વધારે છે.

image source

ઉત્તર મુખી ઘર માટે ઉત્તર દિશામાં લહેરદાર કે જળના ગુણને મળતી આવતી હોય એવી ડિઝાઇન બનાવીને તમે તમારા જીવનમાં સ્પષ્ટતા અને ઉન્નતિના નવા અવસરને આમંત્રિત કરી શકો છો. પીળો, લીલો, આસમાની અને ભૂરા રંગના પ્રયોગ આ દિશાની રંગોળી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

image source

દક્ષિણ પૂર્વમાં ત્રિકોણ તેમજ દક્ષિણ મુખી ઘરમાં સુંદર આયાતકાર પેટર્નની રંગોળી બનાવવી તમારા માટે લાભકારી સિદ્ધ થશે. આ દિશાના રંગોળી ભરવા માટે તમે ઘાટો લાલ, નારંગી, ગુલાબી તેમજ રીંગણી રંગનો ઉપયોગ કરી શકો છો. આ રીતે બનાવેલી રંગોળી તમારા જીવનમાં સુરક્ષા, યશ તેમજ આત્મવિશ્વાસને વધારવામાં મદદરૂપ સાબિત થશે.

image source

જો તમારું ઘર પશ્ચિમ મુખી છે તો ગોલ્ડન તેમજ સફેદ રંગનો ઉપયોગની સાથે સાથે ગોળાકાર રંગોળી બનાવો. સફેદ અને ગોલ્ડન રંગોની સાથે સાથે લાલ, પીળા, ભૂરા, હળવો લીલો, જેવા રંગોનો ઉપયોગ કરી શકો છે. અહીંયા તમે પંચકોણ આકારની રંગોળી પણ બનાવી શકો છો. આ દિશામાં આ પ્રકારની સુંદર રંગોળી બનાવીને તમે તમારા જીવનમાં લાભ તેમજ પ્રાપ્તિઓને પણ આમંત્રિત કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ