જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો બન્ને પક્ષે તેના માઠા પરિણામો ભોગવવા પડશે…

ગઈ કાલે યુએનની મહાસભામાં ભારત અને પાકિસ્તાન બન્નેના વડાપ્રધાનોએ ભાષણ આપ્યું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો મુખ્ય મુદ્દો પર્યાવરણને થતાં નુકસાનને દૂર કરવાનો હતો જ્યારે. પાકિસ્તાનના વઝીરે આઝમ એટલે કે વડા પ્રધાન ઇમરાન ખાને 55 મિનિટના ભાષણમાં માત્રને માત્ર કાશ્મીર કાશ્મીર અને કાશ્મીરનું જ રટણ રડ્યે રાખ્યું. જેમાં દેશના વડાપ્રધાન પર ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા. અને આડકતરી રીતે પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ પણ કરી શકે છે અને તેમાં પરમાણુ હથિયાર વાપરી પણ શકે છે તેવી પણ ચીમકી આપી હતી.

image source

વાસ્તવમાં જ્યારથી વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી 370ના અનુચ્છેદને નાબુદ કર્યો છે ત્યારથી જ પાકિસ્તાન જડમૂળમાંથી હચમચી ગયું છે. અને માણસ જેમ બીમારીમાં બબડાટ કરે રાખે તેવી લવારી તેમણે ચાલુ કરી દીધી છે અને તેમાં વારંવાર પોતાની પાસેના પરમાણું હથિયારની બિક બતાવ્યા કરી છે.

પાકિસ્તાનની વારંવારની ધમકીઓની સામે રાજનાથ સિંહે પણ જણાવી દીધૂં છે કે તે સંદર્ભમાં ભારત પણ પોતાની પરમાણું નિતિ બદલી શકે છે. પણ તમને ખરેખર લાગે છે કે આ બન્ને દેશ વચ્ચે પરમાણું યુદ્ધ થઈ શકે છે. યુદ્ધ એક વાત છે અને પરમાણું યુદ્ધ અલગ વાત છે. શું આપણો દેશ અને પાકિસ્તાન આ જોખમ લઈ શકે તેવી સ્થિતિમાં છે ખરા ?

image source

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ જાપાન પર પરમાણું હૂમલો કર્યો હતો જેની અસર આજે દાયકાઓ બાદ પણ જાપાન ભોગવી જ રહ્યુ છે. તો બીજી બાજુ રશિયામાં થયેલા પરમાણું પ્લાન્ટના અકસ્માતને પણ આપણે સારી રીતે જાણીએ છીએ અને તેની તે વિસ્તાર પરની અસર પણ જાણીએ છીએ. આજે પણ રશિયાના તે વિસ્તારમાં કોઈ જ રહી નથી શકતું. તેને એક પર્યટન સ્થળ બનાવી દેવામાં આવ્યું છે જેના એક નક્કી કરેલા દાયરામાં પ્રવેશવું હોય તો તમારે એક સ્પેશિયલ માસ્ક સાથે ત્યાં જવું પડે છે.

જો પરમાણું હૂમલો થાય તો શું થઈ શકે છે ?

image source

જો ભારત-પાકિસ્તાન એક બીજા પર પરમાણું હુમલો કરે તો બન્ને દેશમાં ભયંકર નુકસાન થઈ શકે છે. ભારત કે પાકિસ્તાન જ્યાં ક્યાં પણ પોતાનો પરમાણું બોમ નાખશે તેના 0.79 કી.મીટરનો વિસ્તાર નેસ્તનાબુદ થઈ જશે. એક વૈજ્ઞાનિક અહેવાલ પ્રમાણે પરમાણું બોમ્બના એર બ્લાસ્ટ 1નો ઝાટકો લગભગ 1થી 3.21 કીલોમીટર સુધી અનુભવી શકાશે અને 10.5 કીલો મીટર સુધી તેનું રેડિએશન ફેલાશે જેના કારણે તે વિસ્તારના 60થી 90 ટકા લોકોને અસર થશે.

તો વળી બીજા એર બ્લાસ્ટથી 2થી 14.2 કી.મીટર સુધીની ઇમારતો પડી ભાંગશે. અને તેના થર્મલ રેડિએશનની અસર લગભઘ 48 કિમી. સુધી થશે જ્યારે ત્રીજા એરબ્લાસ્ટની અસર લગભગ 93-94 કીમી સુધી ફેલાશે અને તેના 100 કિલોમિટરના વિસ્તારમાં ભયંકર જાનહાની થશે.

image source

જાપાન પર થયેલા પરણામું હૂમલાની સરખામણીએ અનેક ગણું નુકસાન થશે

બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા દ્વારા જાપાનના હીરોશીમા અને નાગાસાકી શહેર પર જે પરમાણું હૂમલો કરવામાં આવ્યો હતો તેના કરતાં પણ અનેક ગણું નુકસાન ભારત-પાકિસ્તાનના એકબીજા પરના પરમાણું હૂમલાથી થશે. તેની પાછળ બે કારણ જવાબદાર છે એક તો તે સમયે જે પરમાણું બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ભારત અને પાકિસ્તાન પાસે હાજર પરમાણુ બોમ્બ કરતાં ઓછી ક્ષમતા ધરાવતા હતા. હીરોશિમા પર જે પરમાણું બોમ નાખવામાં આવ્યો હતો તેની ક્ષમતા 15 કીલોટનની હતી જ્યારે નાગાસાકી પર નાખામાં આવેલા બોમની ક્ષમતા 20 કીલોટનની હતી. બીજું કારણ એ કે તે વખતે જાપાનની વસ્તિ ઘણી ઓછી હતી અને તેની સરખામણીએ આજે ભારત પાકિસ્તાનની વસ્તી તેના કરાતં સેંકડો ગણી વધારે થઈ ગઈ છે અને વસ્તીની ગીચતા પણ વધી છે.

ભારત અને પાકિસ્તાનનું સૈન્ય બળ

image source

આજે દુનિયાના ઘણા બધા દેશો પાસે અત્યાધુનિક હથિયારો તો છે જ અને સાથે સાથે પરમાણુ બોમ્બ પણ છે. તેમ છતાં તેમણે તેનો ઉપયોગ કરતાં લાખ વખત વિચારવું પડે છે અને માટે જ તે માટે યુ.એન દ્વારા કેટલીક સંધીઓ બનાવવામાં આવી છે. આ પરમાણું હથિયાર વિશ્વને તમારી કલ્પના બહારનું નુકસાન પહોંચડી શકે છે.

જો ભારત પાકિસ્તાનની વાત કરવામાં આવે તો બન્ને દેશ પાસે ભારે ક્ષમતાવાળા પરમાણુ બોમ્બ છે. અને તેને લઈ જનારી શક્ષમ મિસાઈલો પણ છે. જો બન્નેમાંથી એક પણ દેશ પરમણું હથિયારનો ઉપયોગ કરશે તો તેનાથી સામેવાળા દેશને ભારે નુકસાન ભોગવવું પડશે અને હૂમલો કરનાર દેશે પણ પોતાના ભવિષ્ય બાબતે નિરાશ થવુ પડશે.

image source

ભારતની મિસાઈલોની ક્ષમતા 5200 કી.મીટ દૂર સુધી નીશાનો લગાવી શકાય તેટલી છે, અને જો ભારત હૂમલો કરે તો તે પાકિસ્તાનના તો શું પણ તેની પાર આવેલા દેશો સુધી પણ અહીં ભારતમાં બેઠા બેઠા જ પોહંચી શકાય તેમ છે. હવે જો પાકિસ્તાનની મિસાઇલની રેન્જની વાત કરીએ તો તેની રેન્જ 2750 કી.મીટરની છે. અને જો તે લોકો તેનો ઉપયોગ કરે તો તેઓ પણ ભારતના મોટા શહેરોને નિશાનો બનાવી શકે છે. કારણ કે પાકિસ્તાનથી મુંબઈ મહાનગર 1623 કી.મીટર દૂર આવેલું છે જ્યારે દીલ્લી માત્ર 674 કી.મીટર દૂર આવેલું છે.

આંતરરાષ્ટ્રીય સંધીઓના કારણે પરમાણું હથિયારોમાં ઘટાડો

image source

કેટલીક આંતરરાષ્ટ્રીય સંધીઓના કારણે પરણામુ હથિયારોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. પણ દીવસે દીવસે ટેક્નોલોજી એડવાન્સ થવાની સાથે સાથે જે પણ પરમાણુ હથિયારો આજે અસ્તિત્ત્વ ધરાવે છે તેની તાકાત વધતી જઈ રહી છે. એક આંકડા પ્રમાણે 80ના દાયકાથી અત્યાર સુધીમાં પરમાણુ હથિયારોમાં ભારે ઘટાડો થયો છે.

આ દેશોમાં પહેલેથી જ પરમણુ હથિયારો હૂમલા માટે તૈયાર રાખવામાં આવ્યા છે

image source

વિશ્વના આ ચાર દેશોએ તો પોતાના પરમાણુ હથિયાર પહેલેથી જ મિસાઈલ સાથે એટેચ કરી રાખ્યા છે. માત્ર એક ઓર્ડર કરવાથી જ તેને ગમે તે સમયે નક્કી કરેલા લક્ષ પર તાકી શકાય છે. એક અહેવાલ પ્રમાણે 3600 પરમણુ હથિયાર મિસાઈલો સાથે એટેચ કરી રાખવામાં આવ્યા છે. જે સૈન્યના જાપતા હેઠળ છે. તેમાંથી 1800 પરમણુ હથિયાર હંમેશા હાઈ એલર્ટ પર રાખવામાં આવે છે. જે કોઈ પણ ક્ષણની ટુકીં નોટીસ પર હૂમલા માટે તૈયાર રહે છે. આ ચાર 3600 પરમાણુ બોમ્બમાં 1600 રશિયાના, 280 ફ્રાન્સના, 1600 અમેરિકાના, અને 120 બ્રિટનના પરમાણુ હથિયારો છે.

જાણો કોની પાસે છે કેટલા પરમાણુ હથિયાર

આજે વિશ્વના મોટા-મોટા દેશો પાસે ન્યુક્યિલયર વેપન્સ છે. તો ચાલો જાણીએ કયા દેશ પાસે કેટલા ન્યુક્લિયર હથિયાર છે.

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ રશિયાનું આવે છે – રશિયા પાસે કુલ 6500 પરમાણુ હથિયાર છે

image source

બીજુ નામ આવે છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું – યુ.એસ.એ પાસે કુલ 6185 પરમાણુ હથિયાર છે.

આ યાદીમાં ત્રીજુ નામ આવે છે ફ્રાન્સનું – ફ્રાન્સ પાસે 300 પરમાણુ હથિયાર છે જે ઉપર જણાવેલા બન્ને દેશ કરતાં 20માં ભાગ કરતાં પણ ઓછા છે.

ચોથુ નામ આવે છે ચીનનું – ચીન દુનિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે તેની પાસે કુલ 290 પરમાણુ હથિયાર છે.

બ્રીટેન – બ્રીટેન પાસે કુલ 215 પરમાણુ હથિયાર છે.

image source

પાકિસ્તાન – તમને આશ્ચર્ય થશે એ જાણીને પણ પાકિસ્તાન પાસે ભારત કરતાં વધારે પરમાણુ હથિયાર છે જેની સંખ્યા છે 140થી 150 વચ્ચે. જો કેતેની ક્ષમતા ભારતના પરમાણુ હથિયાર કરતા વધારે છે કે ઓછી તેની માહિતિ નથી.

ભારત – ભારત પાસે ઉપર જણાવ્યું તે પ્રમાણે પાકિસ્તાન કરતાં પણ ઓછા પરમાણુ હથિયાર છે જેની કુલ સંખ્યા 130-140 વચ્ચેની છે.

ઇઝરાયેલ – ઇઝરાયેલ એક અત્યંત નાનકડો દેશ છે પણ જગતનો ઇતિહાસ તેમજ ભુગોળ બદલવામાં તેનો મોટો ફાળો છે. ઇઝરાયેલ પાસે 80 પરમાણુ હથિયાર છે.

ઉત્તર કોરિયા – ઉત્તર કોરિયા કે જે અવારનવાર અમેરિકાને સળી કરતું રહે છે તેની પાસે 20-30 પરમાણુ હથિયાર છે.

image source

આમ, ભગવાન ન કરે પણ તેમ છતાં જો ત્રીજુ વિશ્વ યુદ્ધ ફાટી નીકળે અને આ દેશો પોતાના પરમણુ હથિયારનો ઉપયોગ કરે તો લગભગ અરધી પૃથ્વીનું અસ્તિત્વ મટી શકે છે.

ધારી લોકે પરમાણુ નહીં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે સાદુ યુદ્ધ થાય તો !

ભારતને આઝાદી મળી અને પાકિસ્તાન ભારતથી વિખુટુ પડ્યું ત્યારથી તે અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં કોઈ જ સુધારો આવ્યો નથી પણ દીવસે દીવસે પાકિસ્તાનની બદમાશીના કારણે સંબંધો ઓર વધારે વણસતા જ જાય છે. પાકસિતાન વારંવાર બોર્ડર પર સિઝ ફાયરનું ઉલંઘન કરે છે અને ભારતને હૂમલો કરવા પ્રેરે છે.

image source

જો ભારત અને પાકિસ્તાન એક વખતે યુદ્ધમાં પરમાણુ હથિયારનો ઉપયોગ ન પણ કરે તો પણ બન્ને દેશને ભારે નુકસાન થઈ શકે છે. આમ તો પાકિસ્તાન પાસે કંઈ ખોવા માટે છે જ નહીં. તેની આતંકી દેશ સિવાય બીજી કોઈ ઓળખ જ નથી માટે તેને જો નુકસાન થશે તો પણ દેખાશે નહીં. ઉપરથી પાકિસ્તાનમાં આંતરિક વિખવાદ પણ ઘણા બધા છે આજે તેના લગભગ બધા જ પ્રાંત તેનાથી છુટ્ટા થવા માગે છે. તે પછી બલુચિસ્તાન હોય, સિંધ પ્રદેશ હોય કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મિર હોય કે પછી ખૈબર પખતુનનો પ્રદેશ હોય બધા જ પ્રદેશના લોકો પાકિસ્તાનમાંથી આઝાદ થવા માગે છે અને પોતાનું એક અલગ રાષ્ટ્ર બનાવવા માગે છે.

image source

જો પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ થયું તો તેમના તો સૈનિકો માર્યા જ જશે પણ ભારતના પણ હજારો સૈનિકો માર્યા જશે અને યુદ્ધ પાછળ ભારતને અબજો રૂપિયા ખર્ચવા પડશે. તે ઉપરાંત ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ કરશે તો દેશ અનેક દાયકા પાછળ ધકેલાઈ જશે. અર્થવ્યવસ્થાને માઠી અસર થશે. વેપાર ધંધા ભાંગી પડશે. મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ પોતાના બધા જ કારોબાર ભારતમાંથી સંકેલી લેશે અને વિકાસની વાત તો દૂર રહી જ્યાં હતાં ત્યાં પહોંચવા માટે પણ કેટલાએ વર્ષો સુધી ફરી મહેનત કરવી પડશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ