હસ્તરેખા શાસ્ત્રમાં તમારી હથેળી અને આંગળઓના આકારની જેમ તમારા નખનું પણ ખાસ મહત્વ ગણવામાં આવે છે. જો તમે ફક્ત કોઈના નખને જોઈને તેને વિશે જાણવા ઈચ્છો છો તો તે હવે સરળ બન્યું છે. તો જાણો કઈ રીતે સરળતાથી તમે નખને જોઈને તેમના વિશે જાણી શકો છો.

જો કોઈના નખ નાના હોય તો
હસ્તરેખા શાસ્ત્રના અનુસાર જો કોઈના નખ નાના હોય છે તો સમજો કે તે વિના વાતે ઝઘડા કરવાનો સ્વભાવ ધરાવે છે. એટલે કે નાની નાની વાત પર પણ તેઓ ઝઘડો કરી લે છે. તેમની એક ખાસ વાત એ હોય છે કે તેઓ ઈચ્છાશક્તિના કેસમાં ઘણા સશક્ત હોય છે. તેના આધારે તેમના મોટા કામ પણ સરળતાથી થઈ જતા હોય છે.
જો કોઈના નખ ગોળાકાર હોય છે તો

હસ્તરેખા શાસ્ત્રના અનુસાર જો કોઈના નખ ગોળાકાર હોય છે તો આ શુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે આવા જાતકો સશક્ત વિચાર વાળા અને તરત જ નિર્ણય લેનારા હોય છે. સાથે પોતાના નિર્ણયો પર અમલ કરવામા જરાય વાર કરતા નથી. આ સિવાય એવા જાતક શાંત મનના માનવામાં આવે છે. સૌથી મોટી વાત પર પણ ઝઘડો કરવાના બદલે તેઓ વાતને તરત જ ઉકેલી લે છે.
જો કોઈના નખ પાતળા અને લાંબા છે તો

હસ્તરેખા શાસ્ત્રના અનુસાર જો કોઈના નખ પાતળા અને લાંબા હોય છે તો આવા જાતક શારીરિક રીતે નબળા અને અસ્થિર વિચારના હોય છે. આ લોકો પોતાના નિર્ણયો જાતે લઈ શકતા નથી. તે અન્ય વ્યક્તિ જેમ કહે તેમ કામ કરે છે. તેના કારણે તેમને કાર્યમાં અસફળતાનો સામનો કરવો પડે છે.
જો કોઈના નખ વળેલા હોય તો

હસ્તરેખા શાસ્ત્રના અનુસાર જો કોઈના નખ વળેલા રહે છે તો આ લોકો પર વિચારીને સમજીને પછી જ ભરોસો કરવો. આ લાભ કે હાનિના વિષયમાં સમજીને સાથે તેની પર વ્યવહાર કરો. આ લોકો પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખી શકે છે પણ સંબંધોમાં તેમની પાસે ઈમાનદારીની આશા રાખી શકાતી નથી.
જો કોઈના નખ સામાન્ય લંબાઈના અને ચમકદાર છે

હસ્તરેખા શાસ્ત્રના અનુસાર જો કોઈના નખ સામાન્ય લંબાઈના અને ચમકદાર છે તો આ શુભ સંકેત હોય છે. આવા જાતકોને ગુસ્સો બહુ આવે છે પણ તે પળમાં શાંત પણ થઈ જાય છે. મનના સાફ હોય છે. આ સાથે ઉત્તમ વિચારો અને નિરંતર આગળ વધતા રહેવાની ઈચ્છા ધરાવનારા હોય છે. આ પ્રકારના લોકોના જીવનમાં ધનની ખામી રહેતી નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,