જલ્સા કરોને જેંતીલાલ

જો આ બિઝનેસ મેને પોતાની કરોડોની સંપત્તિ દાનમાં ન આપી હોત તો ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોત

આજે મુકેશ અંબાણી ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. તેમના સંતાનૌની ભવ્ય લગ્ન વિધિ, તેમનું ભારતનું સૌથી મોંઘુ મકાન, તેમના પત્ની, દીકરી, દીકરાને તેમની વૈભવતાના કારણે આજે ભારતનું બાળ-બાળ જાણે છે. પણ તમને કદાચ એ જાણીને આશ્ચર્ય થશે કે ભારતના બીજા નંબરના ધનવાન વ્યક્તિ તરીકે જેમનું નામ બોલાય છે તેવા અઝીમ પ્રેમજી જો પોતાની હજારો કરોડોની સંપત્તિ દાનમાં ન આપતા તો આજે તેઓ જ ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોત.

હા, તમે સાચું જ વાંચી રહ્યા છો. ભારતની અગ્રણી આઈટી કંપનીના માલિક છે તેમણે પોતાની 21 અરબ ડોલરની સંપત્તિ દાનમાં આપી દીધી હતી અને હાલ તેઓ 22 અરબ ડોલરની સંપત્તિના માલિક છે. તેમણે પોતાની અરધાથી પણ વધારે સંપત્તિને દાનમાં આપી દીધી હતી.

તમને જો જાણ ન હોય તો જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલાં વોરેન બફેટ,કે જેઓ એક અમેરિકન બિલિયોનેર તેમણે અને બિલ ગેટ્સ કે જે દુનિયાનો સૌથી ધનવાન માણસ છે. તેમણે એક ચળવળ ચલાવી હતી જેનું નામ હતું “ધી ગીવીંગ પ્લીજ” કે જેના દ્વારા તેઓ વિશ્વના ધનવાન લોકોને સમાજના ઉદ્ધાર માટે પોતાની સંપત્તિ દાન આપવા પ્રોત્સાહિત કરે તેવી એક ચળવળ શરૂ કરી છે. તેમની આ ચળવળના એક પ્રતિજ્ઞા પત્ર પર હસ્તાક્ષર કરનારા ભારતના પ્રથમ બિઝનેસમેન તરીકે અઝીમ પ્રેમજી હતા.

પ્રેમજીને અવારનવાર ભારતીય ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીના સીઝર કહેવામાં આવે છે. તેમણે સૌ પ્રથમ પોતાની સંપત્તિના 25 % સંપત્તિ દાન કરી દીધી હતી અને તેના બીજા જ વર્ષે ફરી તેમણે પોતાની સંપત્તિના 25 % સંપત્તિ દાનમાં આપી દીધી હતી. ત્યાર બાદ 2001માં તેમણે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનની સ્થાપના કરી જે હેઠળ તેમણે ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ સ્થાપી. આ ઉપરાંત અઝીમ પ્રેમજીએ પોતાની કંપની વિપ્રોના 21300000 ઇક્વિટિ શેયર અઝીમ પ્રેમજી ટ્રસ્ટમાં ડોનેટ કરી દીધા જેની કીંમત લગભગ બસો કરોડ અમેરિકન ડોલર થાય છે અને આ નાણાનો ઉપયોગ તેઓ ભારતમાં શૈક્ષણિક પરિવર્તન લાવવા માટે કરે છે. અત્યાર સુધીમાં શિક્ષણ ક્ષેત્રે આટલું મોટું દાન ક્યારેય કરવામાં નથી આવ્યું.

સૌથી વધારે દાન કરનાર ધનાડ્ય લોકોમાં અઝિમ પ્રેમજીનો ચોથો ક્રમ છે જ્યારે ફેસબુકના માર્ક ઝકરબર્ગનો તેરમો ક્રમાંક છે. સૌથી વધારે દાન બિલ ગેટ્સે કર્યું છે જે 27 બિલિયન ડોલર અને વોરેન બફેટે કે જેઓ અમેરિકન કંપની બર્કશાયર હેથવેના સીઈઓ છે તેમણે 21.5 બિલિયન ડોલરનું દાન કર્યું હતું.

અઝિમ પ્રેમજી બાદ 2014માં ભારતની વેદાન્તા રિયલ એસ્ટેટ કંપનીના માલિક અનિલ અગ્રવાલ અને તેમના પરિવારે તેમની 75 % સંપત્તિ દાનમાં આપી દીધી હતી. આ ઉપરાંત HCL ના સ્થાપક અને ચેરમેન શિવ નાદરે રૂ. 3000 કરોડ નું દાન કર્યું હતું. તાજેતરમાં મે મહિનામાં ફરી એકવાર અઝિમ પ્રેમજીએ દાનની જાહેરાત કરી છે તેમણે લગભગ 21 બિલિયન ડોલર પોતાના ચેરિટેબલ ટ્રસ્ટ કે જે શીક્ષણને સમર્પિત છે તેમાં દાન કર્યા છે. જેમાં 67% નાણા તેમના આઇટી આઉટસોર્સર, વિપ્રોના છે જે લગભગ 15 બિલિયન ડોલરના છે આ ઉપરાંત તેમના કન્ઝ્યુમર બિઝનેસ વિપ્રો એન્ટરપ્રાઇઝ અને પ્રેમજી ઇનવેસ્ટ તેમજ તેમના ફેમિલિની ઓફીસનો બાકીના 33 %માં સમાવેશ થાય છે.

તેમના આ વિશાળ દાનથી તેમની વિશ્વના બિલિયોનેરની યાદીમાંનું સ્થાન 36માં ક્રમ પર આવી ગયું છે. તેમણે આટલું વિશાળ દાન કરીને પોતાની 80% સંપત્તિ ઘટાડી દીધી છે. હવે તેઓ પોતાની કંપનીના માત્ર 7% શેયર જ ધાવે છે. તેમાં તેમના કુટુંબનો પણ સમાવેશ થઈ જાય છે.

અઝીમ પ્રેમજીએ હંમેશા કહ્યું છે કે તેઓ હંમેશા મહાત્મા ગાંધીથી પ્રેરાયેલા રહે છે. તેમના આ કૃત્યથી પ્રેરાઈને ભારતના બેંગલુરુ ખાતેના બાયોટેક બિલિયોનેર કીરણ મઝુમદારે પોતે પણ પોતાની 75% સંપત્તિ દાનમાં કરવાની જાહેરાત કરી છે અને તેમણે બિલગેટ્સ-વોરેન બફેટના ગીવીંગ પ્લીજને સાઈન પણ કર્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version