જલ્સા કરોને જેંતીલાલ

જીવદયાનો જીવતો જાગતો દાખલો પુરો પાડતી અનુરાધા, તેણીએ આપમેળે એક લાખ જેટલા કૂતરાઓને જીવનદાન આપ્યું છે.

આજે ડગલે અને પગલે અબોલ પ્રાણીઓ પર હીંસા થઈ રહી છે અને વિકૃત માનસિકતા ધરાવતા લોકો તેનો વિડિયો પણ ઉતારતા હોય છે. તેવા સંજોગોમાં અનુરાધા માનવતાનું એક ઉત્તમ ઉદાહણ પુરુ પાડી રહી છે.

એવું કહેવાય છે કે સમગ્ર વિશ્વમાં કૂતરાનો પોતાના માલિક પ્રત્યેનો પ્રેમ નિઃસ્વાર્થ હોય છે. ગમે તે સંજોગોમાં તે પોતાના માલિકનો સાથ નથી છોડતો. તમે કૂતરાને ગમે તેટલા ધૂતકારો પણ જો તમે તેને એક દીવસ એક રોટલો નાખી દીધો અથવા થોડો પંપાળી શું લીધો તે તમારી આગળ પુછડી પટપટાવતો થઈ જશે.

માણસને આવો નિસ્વાર્થ પ્રેમ માત્ર પોતાની માતા પાસેથી જ મળતો હોય છે. પણ માણસ દીવસેને દીવસે ક્રૂર થતો જઈ રહ્યો છે. અને માટે જ પ્રાણી બચાવવા માટે કેટલીક મોટી સંસ્થાઓએ અસ્તિત્વમાં આવવું પડ્યું છે. જેમ કે પેટા. પેટા વિશ્વ ભરમાં પોતાના ઘણા બધા રાજદૂતો નીમે છે અને તે રાજદૂતો થોડા ઘણા અંશે પોતાનું કામ કરે છે અને વાહવાહી લૂંટે છે.

પણ કેટલાક લોકો એવા હોય છે જે કોઈ પણ જાતની પ્રશંસા પામવાની ઇચ્છા વગર જ જીવદયાનું મોટું કામ કરી નાખે છે અને લોકોને ખબર પણ નથી પડતી.

આજની આપણી પોસ્ટ પણ એક એવી યુવતિ માટે છે જેણે પોતાના રૂપિયે લગભગ એક લાખ કૂતરાઓને જીવન દાન આપ્યું છે.

આપણે એ સારી રીતે જાણીએ છીએ કે આપણી ઘર આસપાસના વિસ્તારોમાં જે પાલતૂ પ્રાણીઓ રખડતા હોય ચે તેની સ્થિતિ દયનિય હોય છે. તેમનામાં પોષણનો અભાવો હોય છે. તેમને પુરતું ખાવાનું નથી મળતું. અને ઘણીવાર તો વાહનની હડફેટે આવીને તેમનું મૃત્યુ પણ થઈ જાય છે તો ક્યારેક બીજારાના હાથપગ ટૂટી જાય છે. અને એમ જ તેઓ શેરીમાં રખડે રાખે છે.

પણ નોઈડામાં રહેતી અનુરાધા મિશ્રા કંઈક અલગ જ માટીની છે. તેણી એક સાચી એનિમલ લવર નીકળી. તેણી છેલ્લા 20 વર્ષથી અબોલ પ્રાણીઓની સેવા કરતી આવી છે. અને અત્યાર સુધીમાં તેણીએ એક લાખ જેટલા કૂતરાઓને બચાવ્યા છે.

અનુરાધાનું પોતાનું એક ડોગ શેલ્ટર પણ છે જેનું નામ છે ‘હોપ ફોર સ્પીચલેસ સોલ્સ’ અહીં તેણી બીમાર, અપંગ અશક્ત કૂતરાઓને આશ્રય આપે છે. આ બધું જ તેણી પોતાના ખર્ચે જ કરે છે.

અનુરાધા પોતાના અનુભવો વિષે જણાવે છે કે તેણીએ એવા ઘણા કૂતરાઓને જોયા છે જે આંધળા જ જન્મતા હોય અથવા કોઈ વાહનની હડફેટે આવી ગયા હોય અથવા લકવો મારી ગયા હોય. જોકે એક વિકલ્પ એવો હતો કે તેઓને ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવે જેથી કરીને તેમને પીડાથી છૂટકારો મળે. પણ તેણી તે જોઈને ખુબ જ કાંપી જતી. છેવટે તેણીએ જાતે જ પશુચિક્સાનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. અને અભ્યાસ પૂર્ણ પણ કર્યો.

તેણે બીમાર, અપંગ, ઇજાગ્રસ્ત કૂતરાઓ માટે એક ફ્લેટ પણ લીધો જેથી કરીને તેમને તેણી જાતે જ ત્યાં સારવાર આપી શકે. પણ પોતાની દયાભાવના એટલી બધી હતી કે તેણીના ફ્લેટમાં કૂતરાઓની સંખ્યા વધવા લાગી. અને પાડોશીએ તેને ચેતવણી આપી કે તેણીએ ફ્લેટમાંથી કૂતરાઓને રવાના કરવા પડશે અથવા ફ્લેટ ખાલી કરવો પડશે.

છેવટે તેણીએ ફ્લેટ છોડવા પડ્યો. તેણી કોઈપણ સંજોગોમાં પોતાનું આ સદકાર્ય છોડવા નહોતી માગતી. છેવટે તેણીએ નોઈડા દૂર એક મોટી ખુલ્લી જગ્યા ખરીદી અને કૂતરાઓ માટે એક સ્પેશિયલ શેલ્ટર બનાવ્યું.

અનુરાધા માટે આ કંઈ ખાવાનો ખેલ નહોતો. આ કામ કંઈ મફતમાં તો થતું જ નહોતું. ડગલેને પગલે પૈસાની જરૂર પડતી. અને ખેંચ પણ પડતી. કૂતરાઓને ખોરાક પણ પૂરો પાડવાનો હતો. પણ ભગવાને તેણીનો સાથ આપ્યે ધીમે ધીમે તેની આ સંસ્થાની ચર્ચા અન્ય પશુપ્રેમીઓ સુધી પહોંચી અને લોકો તેના આ સતકાર્યમાં જોડાવા લાગ્યા અને તેણીને નાની મોટી મદદ કરવા લાગ્ચા. પણ કામ એટલું મોટું છે કે તેમને હજુ પણ ફંડતો ખૂટે જ છે.

અનુરાધાની લોકોને અરજ છે કે તમે કૂતરાઓ કે અબોલ પ્રાણી માટે કંઈ કરી ન શકો તો કંઈ નહીં પણ મહેરબાની કરીને તેમને નુકસાન તો ન જ પહોંચાડો. બની શકે તો તેમને પાણી પીવડાવો એકાદ રોટલો નાખો પણ તેમને પરેશાન ન કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version