રજાના દિવસે અબોલ પ્રાણીઓનું સેવા કરતું આ ગૃપ તમને પણ જીવદયાની પ્રેરણા આપશે

યુવાનોનું આ ગૃપ દર રજાના દીવસે પાંજરાપોળમાં જઈ અબોલ પ્રાણીઓની સેવા કરે છે

New Delhi Work The Burden Of Fatigue Cow India

રાણપુર પાંજરાપોળમાં થઈ રહ્યું છે અનોખું સેવાનું કામ. અહીં, દર રવિવારે બોટાદ લીંબડા ચોકના જીવદયા ગૃપ દ્વારા ઓછામાં ઓછી એક હજારથી પણ વધુ સંખ્યામાં ગાયો અને બળદો જેવાં અબોલ પ્રાણીઓને લીલો ચારો નિરવા આવે છેક રાણપુર.

આજે અમે વાત કરી રહ્યાં છીએ બોટાદ જીલ્લાના રાણપુર પાંજરાપોળની કે જ્યાંની હજારોની સંખ્યામાં નિસહાય અને કોઈ ઘાસચારાની સુવિધા વિનાના મૂંગાં પશુઓનું આશ્રય સ્થાન છે.

આ રાણપુરનું પાંજરાપોળ અતિશય દયનીય હાલતમાં ત્યાંની સંસ્થાની કામગીરી કરે છે. એક અહેવાલ મુજબ અહીં દરરોજનો લગભગ ચાલીસ હજાર જેટલો થાય તેવું છે પરંતુ આની સામે વળતર પેઠે કોઈ ખાસ આવક થઈ શકતી નથી.

ખરેખર તો આ હજારોની સંખ્યામાં પશુઓને સાચવવાનું કામ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું ત્યારે બોટાદ લીંબડા ચોક જીવદયા ગૃપને આ સમસ્યાની જાણ થઈ.

એ સમયે આ દયાળુ ગૃપે નક્કી કર્યું કે અમારા દ્વારા જ આ રાણપુર પાંજરાપોળની ખરાબને સુધારવાની બાંહેધરી આપી. તેમણે નક્કી કર્યું કે અમારા ગૃપના જે કોઈ સભ્યો હોય તેઓ અહીં સેવા અને અનુદાન આપશે.

અહીં જણાવીએ કે આ ગૃપના લગભગ સોએક જેટલાથી પણ વધુ સભ્યોએ નિર્ણય લીધો કે હવેથી દર રવિવારે રાણપુર પાંજરાપોળમાં વીસ હજારની લીલી નિણ લઈને આવશું અને અમારા પોતાના હાથે જ દરેકેદરેક અબોલ પશુઓને ખવરાવીને તૃપ્ત કરશું.

ધીમેધીમે આ ગૃપની પ્રવૃત્તિઓ વિશે જાણ થતાં તેમની સાથે રાણપુર શહેરના જૈન સમાજના જીવદયા પ્રેમીઓ પણ આ સેવાકાર્યમાં સહભાગી બન્યા અને તેમની સાથે આ સેવાકીય કાર્યોમાં જોડાયા.

આ પ્રવૃત્તિ છેલ્લા એક વર્ષથી ચાલે છે અને એ મિત્રોએ એક પણ રવિવાર ચૂક્યા વગર પોતાની ફરજ બજાવે છે. અહીં ઉલ્લેખનીય છે કે સતત દર રવિવારે લીંબડા ચોક જીવદયા ગૃપ દ્વારા વીસ હજાર રૂપિયાની લીલી નિણ પશુઓને ખવડાવે તો છે જ સાથે માંદા પશુઓની સારવાર કરાવવાની સેવા પણ કરે છે.

OLYMPUS DIGITAL CAMERA

આવી નિસ્વાર્થ સેવા જોઈને રાણપુર પાંજરાપોળ ટ્રસ્ટ સભ્યોએ તેમની સેવાનિષ્ઠાને બિરદાવી રહ્યા છે. રાણપુર શહેરના સ્થાનિક લોકો પણ આ ગૃપના સભ્યોની અબોલ પ્રાણીઓ પ્રત્યેની લાગણી અને ફરજને જોઈ સૌ કોઈ ગર્વ કરી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ