જલ્સા કરોને જેંતીલાલ

જીવતે જીવતા નર્કના દર્શન થશે આ જગ્યાએ, વાંચો ક્યાં આવેલ છે આ જગ્યા, એન્ટ્રી છે મફત…

તમે જોયું હશે કે બોદ્ધ મંદિર કે મઠ હંમેશા શાંત અને સાદગી દર્શાવતા હોય છે ત્યાં જઈને વ્યક્તિને અનોખી શાંતિ મળતી હોય છે. કોઈપણ ચિંતાનો ભાવ ત્યાં આવતો નથી. પણ આજે અમે જે બોદ્ધ મઠ વિષે વાત કરવાના છીએ ત્યાં જઈને તમને નરક જેવી અનુભૂતિ થશે. તમે ત્યાં જોઈ શકશો કે મૃત્યુ પછી વ્યક્તિ સાથે શું થાય છે. તમને પણ વિચાર આવતો હશે કે અમુક લોકો એવા હોય છે કે તેમણે તેમના જીવનમાં ઘણા પાપ કર્યા હોય છે અને તેમને મૃત્યુ પછી કેવું ફળ મળતું હશે.

થાઈલેન્ડમાં એક એવું બોદ્ધ મઠ છે ત્યાં વ્યક્તિ સાથે મૃત્યુ પછી કેવું વર્તન થાય છે તે બતાવવામાં આવ્યું છે તેના કેટલાક ફોટો અમે તમને અહિયાં બતાવીશું. ફોટો તમને થોડા વિચલિત કરી શકે છે માટે નબળા હ્રદય વાળા વ્યક્તિઓ થોડી સાવધાની રાખે. દક્ષિણ-પૂર્વી એશિયામાં આવેલ દેશ થાઈલેન્ડમાં એક શહેર આવેલ છે જેનું નામ ચિયાંગ માઈ છે તેમાં “વાટ માઈ કેટ નોઈ” નામનું એક મંદિર આવેલ છે. અહિયાં તમને કોઈ દેવી દેવતા નહિ પણ સાક્ષાત નર્કના દર્શન થશે.

આ મંદિરમાં કોઈપણ દેવી કે દેવતાની મૂર્તિ કે ફોટો તમને જોવા નહિ પણ અહિયાં મૃત્યુ પછી આત્મા સાથે તેણે જીવતા કરેલ કર્મોની સજા એટલે કે તેને મૃત્યુ પછી દંડ આપવામાં આવે છે. અહિયાં બનેલ મૂર્તિમાં તમને દેખાશે કે વ્યક્તિએ કરેલા કેવા પાપની સજા માટે તેને કેવો દંડ આપવામાં આવે છે. અમુક ફોટો જોઇને તમે ભયભીત પણ થઇ શકો છો. મિત્રો અમુક ફોટો અમે અહિયાં દર્શાવ્યા નથી.

આ શહેર કે જ્યાં આ મઠ આવેલ છે તે થાઇલેન્ડની રાજધાની બેન્કોકથી લગભગ ૭૦૦ કિલોમીટર દૂર આવેલ છે. આ મઠ આખા વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં નર્કના દર્શન કરવામાં આવે છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ આ મંદિર એક બોદ્ધ ભિક્ષુએ બનાવડાવ્યું હતું. આ મંદિર બનાવવા પાછળ તેમનું લોજીક એ હતું કે આ મંદિરના માધ્યમથી લોકોને કેવા પાપની કેવી સજા મળે છે એ જણાવી અને બતાવી શકે અને તેનાથી લોકોમાં પાપવૃતિ ઓછી થાય. આમ કરવાથી લોકો સારા કર્મ કરે. આ મંદિર હવે ધીરે ધીરે લોકોમાં પ્રિય બની રહ્યું છે. આપણું તો નક્કી નથી ત્યાં સુધી જવાશે કે નહિ પણ અહિયાં અત્યારે તમે આ લેખ વાંચીને અને ફોટો જોઇને અંદાજો લગાવી શકશો કે કેટલી ભયાનક સજા આપવામાં આવે છે.

મૂર્તિઓ દ્વારા અહિયાં બતાવવામાં આવેલ નર્કની સજા ફક્ત નામથી જ નહિ પણ અહિયાં પ્રવેશ કરશો તો તમને જાણે નર્કમાં જ આવી ગયા છો એવું ફિલ થશે. આ મંદિરની ખાસિયત એ છે કે અહિયાં મોટી મોટી ભયાનક મૂર્તિઓ છે જે આત્મા રૂપી મૂર્તિને તેમણે તેમના જીવન દરમિયાન કરેલ પાપની સજા આપે છે. આ મૂર્તિઓ દ્વારા આપવામાં આવતી સજા જોઇને તમારું હ્રદય કંપી જશે. ઘણી મૂર્તિઓના પેટ અને બીજા અંગોમાંથી લોહી જેવા રંગ રંગેલ છે. જે તમને ખરેખર નર્કનો અહેસાસ કરાવશે. આ મંદિરની ખાસ વાત એ છે કે તમારે આ મંદિરમાં જવા માટે કોઈપણ ટિકિટ કે પાસ લેવાની જરૂરત નથી એટલે કે ત્યાં એન્ટ્રી મફત છે.

અહિયાં આ મંદિરમાં તમને જે મૂર્તિઓ અલગ અલગ સજા આપતી દેખાય છે એમાં જે લોકોએ તેમના જીવનકાળ દરમિયાન ચોરી કરી હોય છે તેમને મૃત્યુ પછી તેમના હાથ કાપી નાખવાની સજા આપવામાં આવે છે.

તમને જાણીને સારું લાગશે એટલા માટે કે આજે આપણા સમાજમાં એવા ઘણા વ્યક્તિઓને જોયા હશે કે જેમણે માસુમ મહિલાઓ અને સ્ત્રીઓ કે બાળકીઓ પર બળાત્કાર કર્યો હોય છે પણ તેમની વગ અને પૈસાને કારણે તેમને કોઈ સજા મળતી નથી પણ જયારે તે લોકોનું મૃત્યુ થાય છે અને નર્કમાં જાય છે ત્યારે તેમને તેમના યૌન અંગો દ્વારા દંડ આપવામાં આવે છે, બીજી ઘણી એવી સજાઓ છે જેને અહિયાં શબ્દોમાં કે ફોટોમાં નથી જણાવી શકતા.

આપણો દેશ ભલે આધુનિક બની ગયો હોય પણ આજે પણ ઘણા એવા લોકો છે જેમને પુત્રનો મોહ હોય છે અને એ લોકો પુત્રને પામવા માટે મહિલાના ગર્ભનું પરીક્ષણ કરાવે છે અને જો ગર્ભમાં દીકરી હોય તો તે મહિલા ગર્ભપાત કરાવે છે. અહિયાં જે પણ તેવા લોકો માટે મૃત્યુ પછી કેવો દંડ આપવામાં આવે છે તે બતાવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પણ થાઇલેન્ડમાં ગર્ભપાત કરાવવો કાયદેસર ગુનો બને છે. અહિયાં ગર્ભપાત કરવા માટે આપવામાં આવેલ સજા જોઇને તમારું મન વિચલિત થઇ જશે. એ દંડ જોઇને તમે ક્યારેય વિચારશો પણ નહિ ગર્ભપાત કરાવવા વિષે.

આવું જ એક મંદિર ચીનમાં પણ આવેલ છે સાથે સાથે બીજા ઘણા દેશ છે જ્યાં નર્કના દર્શન કરતુ મંદિર બનાવવામાં આવ્યું છે. સાઉથ કોરિયા, ચાઈના અને જાપાનમાં પણ આવા મંદિર બનાવેલ છે અને મોટાભાગના આ બધા મંદિર બોદ્ધ મઠ છે. ચીનમાં આવેલ તાઓમંદિર પણ આ જ થીમ પર બનાવવામાં આવ્યા છે.

ગરુડ પુરાણમાં પણ આ સજાઓ બતાવવમાં આવી છે. થાઈલેન્ડમાં આવેલ આ મંદિરમાં પ્રાચીન સમયમાં બોદ્ધ અને હિંદુ ધર્મનો પ્રભાવ દેખાઈ રહ્યો છે. તો આવામાં અહિયાંની સભ્યતા અને સંસ્કૃતિ પર ભારતીય સંસ્કૃતિનો ઘણો પ્રભાવ જોવા મળે છે. આ હૈલ ટેમ્પલ (નરક મંદિર)માં આવા તો બીજા ઘણા પાપની સજા વિષે બતાવવામાં આવ્યું છે. આનો ઉલ્લેખ આપણા હિંદુ ગ્રંથ ગરુડ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં પણ વ્યક્તિએ જીવન દરમિયાન કરેલી પાપોની મૃત્યુ પછી ૨૮ રીતની અલગ અલગ સજાઓ બતાવવામાં આવી છે. આ દંડ વ્યક્તિને મૃત્યુ પછી યમરાજ પોતે આપે છે.

Exit mobile version