જીવનના ખરાબ સમય દરમિયાન પ્રેરણા કઈ રીતે મેળવવી?

દરરોજ સવારે ઉઠીને હસતા હસતા નોકરી કરવા જવું એ બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે. એકના એક કામ રોજ કરવાથી તે કામ પ્રત્યેનો રસ ઘટી જાય છે. આથી આજે અમે મોટીવેશન મેળવી શકાય તે માટે કેટલીક ટીપ્સ લાવ્યા છીએ.

૧. શોખ

જયારે પણ તમને કોઈ આવીને સવાલ પૂછે છે કે ‘તમે શું કરો છો?’ તો આપણે બધા નોકરી અથવા ધંધા વિશે માહિતી આપીએ છીએ જેની પાછળ આપણે મોટા ભાગનો સમય સમર્પિત કરીએ છીએ. પરંતુ આપણી ઓળખાણ આપવા માટે ફક્ત નોકરી અથવા ધંધો પૂરતા નથી.

શોખની વ્યાખ્યા કઈક આવી રીતે આપી શકાય

‘એક પ્રેરણાદાયી કામ જે દરેક વ્યક્તિને તણાવ વગરનું વાતાવરણ પ્રદાન કરે છે જેનો ઉદ્દેશ વ્યક્તિને પોતાની સીમાઓથી બહાર નીકાળી સર્જનાત્મક વિચારસરણી તરફ ખેંચી જવાનો છે.’
આપણા શોખ આપણને આપણી ઈચ્છાના માલિક બનાવે છે જેમાં ભૂલ કરવાની કોઈ સજા નથી હોતી.

૨. પોતાની જાતને ખુશ રાખો.

તમારા જીવનનો મોટાભાગનો સમય કામમાં નીકળી જાય છે. દરરોજ એકનું એક કામ અને એકના એક સમયપત્રકથી કોઈ પણ વ્યક્તિ નીરસ બની જાય છે. આથી તમારી જાતને ખુશ રાખવા પ્રયત્ન કરો. કોઈ એવું કામ કરો અથવા કોઈ એવી જગ્યાએ ફરવા જાઓ જે તમને તણાવથી દુર કરી શકે.

૩. નાની-નાની ખુશીઓ ઉપર ફોકસ કરો.

વર્ક લોડ અને બીઝી સેડ્યુલને લીધે દરરોજના તણાવ ભર્યા વાતાવરણમાંથી બ્રેક લેવો શક્ય નથી હોતો. આથી સ્ટ્રેસ દુર કરવા તેમજ જીવનમાં પ્રેરણા ઉમેરવા માટે નાના-નાના કામ ઉપર ફોકસ કરો. એકદમ સરળ કામ કરો જે તમે આરામથી પુરા કરી શકો. આમ કરવાથી તમારી ખુશી તેમજ મોટીવેશન બંનેમાં ખુબ જ ઉંચો વધારો આવશે.

૪. શાંતિ રાખો.

જીવનમાં દરેક જગ્યાએ સફળ થવું એ આપણા હાથમાં નથી અને કેટલીક નિષ્ફળતાઓ આપણને કામ પ્રત્યે નીરસ પણ બનાવી દે છે. આવામાં સૌથી સારો રસ્તો શાંતિ રાખી આપણી વિચારસરણીમાં રહેલી ભૂલ શોધવાનો છે.

આવી ટીપ્સ દરરોજ મેળવવા લાઈક કરો અમારું પેજ.