જિયો ગ્રાહકો માટે લાવ્યુ જોરદાર ઓફર, અનલિમિટેડ ફાયદા માટે આ પ્લાનમાં કરાવો રિચાર્જ, થશે ફાયદો જ ફાયદો

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને અનેક શાનદાર પોસ્ટપેડ પ્લાન ઓફર કરી રહી છે. ગ્રાહકોને આ પ્લાનમાં 200 જીબી સુધીનો ઈન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ કૉલિંગની સાથે સાથે થોડા એડિશનલ ફાયદાઓ પણ મળી રહ્યા છે. જિયોના આ પોસ્ટપેડ પ્લાનની વિશેષતા એ છે કે તેમાં ગ્રાહકોને ઓનલાઇન વિડીયો પ્લેટફોર્મનું ફ્રી સબ્સ્ક્રીપશન પણ મળે છે. ત્યારે આજના આ જાણવા જેવું વિષય સંબંધિત લેખમાં આપણે રિલાયન્સ જિયોના આવા જ ટોપ 3 પોસ્ટપેડ પ્લાન વિશે જાણીશું.

રિલાયન્સ જિયોનો 5999 રૂપિયા વાળો પોસ્ટપેડ પ્લાન

image source

599 રૂપિયા વાળો અને મંથલી રેન્ટલ ધરાવતા આ પ્લાનમાં કંપની તેના ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ અને 100sms ફ્રી આપી રહી છે. એ સિવાય ઈન્ટરનેટ યુઝ માટે આ પ્લાનમાં કુલ 100 જીબી ઈન્ટરનેટ ડેટા આપવામાં આવે છે. આ પ્લાન 200 જીબી ડેટા રોલઓવર બેનેફિટ મળે છે. પ્લાનમાં મળતા એડિશનલ બેનેફિટની વાત કરીએ તો તેમા ગ્રાહકોને ડિઝની + હોટસ્ટારનું ફ્રી VIP અને અન્ય વિડીયો પ્લેટફોર્મનું પણ સબ્સ્ક્રીપશન મળે છે.

રિલાયન્સ જિયોનો 799 રૂપિયા વાળો પોસ્ટપેડ પ્લાન

image source

આ પ્લાનમાં કંપની તેના ગ્રાહકોને કુલ 150 જીબી ઈન્ટરનેટ ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાન 200 જીબી ડેટા રોલઓવર બેનેફિટ પણ ઓફર કરે છે. પ્લાનના સબ્સ્ક્રાઇબર દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 મફત sms મોકલી શકે છે. પ્લાનમાં જિયો એપ્સના ફ્રી એક્સેસ સાથે ડિઝની + હોટસ્ટારનું ફ્રી VIP અને અન્ય વિડીયો પ્લેટફોર્મનું પણ સબ્સ્ક્રીપશન મળે છે.

રિલાયન્સ જિયોનો 999 રૂપિયા વાળો પોસ્ટપેડ પ્લાન

image source

જો તમારે વધારે ઈન્ટરનેટ પ્લાનની જરૂર પડતી હોય તો તમે રિલાયન્સ જિયોના 999 રૂપિયા વાળા પ્લાન પર પસંદગી ઉતારી શકો છો. આ પ્લાનમાં કંપની તેના ગ્રાહકોને કુલ 200 જીબી ઈન્ટરનેટ ડેટા આપી રહી છે. આ ફેમિલી પ્લાનમાં 3 એડિશનલ સિમ કાર્ડનો પણ ફાયદો મળે છે. પ્લાનમાં દરરોજ 100 ફ્રી sms સાથે અનલિમિટેડ કોલિંગનો લાભ પણ મળે છે. અને એ સિવાય ઉપર જણાવ્યા તે પ્લાનની જેમ આ પ્લાનમાં પણ ડિઝની + હોટસ્ટારનું ફ્રી VIP અને અન્ય વિડીયો પ્લેટફોર્મનું પણ સબ્સ્ક્રીપશન મળે છે.

BSNL એ તાજેતરમાં જ રજૂ કર્યો હતો સસ્તો પ્લાન

image source

ભારતની સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL એ તાજેતરમાં જ સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્લાનમાં BSNL ગ્રાહકોને 47 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 1 GB ઈન્ટરનેટ ડેટા અને 100 sms નો લાભ આપવામાં આવે છે. જે હાલના સમયમાં એક પૈસા વસુલ રિચાર્જ પ્લાન ગણી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!