જલ્સા કરોને જેંતીલાલ

જીઓ, એરટેલની ધમાકેદાર ઓફર, જેમાં મળી રહ્યો છે આટલો બધો લાભ, જાણી લો જલદી નહિં તો રહી જશો

Reliance Jio vs Airtel: ૨૪૯ રૂપિયામાં અનલીમીટેડ કોલ અને ડેટા પ્લાનની ઓફર રજુ કરવામાં આવી છે.

રિલાયન્સ જીયો અને એરટેલના ૨૪૯ રૂપિયા વાળા પેકની વેલેડિટી ૨૮ દિવસની છે અને આ પ્લાનમાં અનલીમીટેડ કોલ ઓફર કરવામાં આવી છે. રિલાયન્સ જીયોના સૌથી સસ્તા રીચાર્જ પ્લાનની વાત કરીએ તો ૧૨૯, ૧૪૯ અને ૧૯૯ રૂપિયાના રીચાર્જ પછી હવે ૨૪૯ રૂપિયા વાળો પ્લાન બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. એરટેલ કંપનીની પાસે ૨૪૯ રૂપિયા વાળો પ્રિપેડ પ્લાન છે જે જીયોને ટક્કર આપી રહ્યો છે. એરટેલ અને રિલાયન્સ જીયોના આ પ્રિપેડ પ્લાનમાં કઈ કઈ ઓફર્સ ખાસ છે ? ચાલો હવે અમે આપને એના વિષે પૂર્ણ માહિતી જણાવીશું.

image source

-૨૪૯ રૂપિયા વાળા રિલાયન્સ જીયો રીચાર્જ પેક.:

રિલાયન્સ જીયોનું ૨૪૯ રૂપિયા વાળા રીચાર્જ પેકની વેલેડીટી ૨૮ દિવસની છે. આ પેકમાં રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને પ્રતિ દિન ૨ જીબી ડેટા ઈન્ટરનેટ આપી રહ્યા છે એટલે કે કુલ ૫૬ જીબી ડેટાનો ફાયદો ગ્રાહક દ્વારા લેવામાં આવી શકે છે. પ્રતિ દિન મળનાર ડેટા સમાપ્ત થઈ ગયા પછી ઈન્ટરનેટ સ્પીડમાં ઘટાડો થઈને ૬૪ Kbps રહી જાય છે. આપને રિલાયન્સ જીયો ટુ જીયો અનલીમીટેડ કોલિંગ અને નોન- જીયો નેટવર્ક પર કોલિંગ કરવા માટે અંદાજીત ૧૦ હજાર મીનીટસ ગ્રાહકને મળે છે.

image source

ગ્રાહકને પ્રતિ દિન આ રીચાર્જ પેકમાં ૧૦૦ એસએમએસ પણ ફ્રીમાં મોકલી શકે છે. જીયો એપ્સના સબ્સક્રિપ્શન પણ આ રીચાર્જ પેકની સાથે ગ્રાહકને મફતમાં મળે છે.

image source

૨૪૯ રૂપિયા વાળા એરટેલ રીચાર્જ પેક.:

એરટેલ કંપનીના ૨૪૯ રૂપિયા વાળા રીચાર્જ પેકમાં ગ્રાહકને પ્રતિ દિન ૧.૫ જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. એરટેલના આ રીચાર્જ પેકની વેલીડીટી ૨૮ દિવસની રહે છે. એરટેલ કંપની પોતાના ગ્રાહકોને પ્રતિ દિન ૧૦૦ એસએમએસ પણ ફ્રીમાં મોકલી શકે છે. એરટેલ ટુ એરટેલ અને બાકીના બધા નેટવર્ક પર કોલિંગ માટે અનલીમીટેડ કોલિંગ મીનીટસ આપવામાં આવી છે.

image source

એરટેલ કંપનીના આ રીચાર્જ પેકમાં એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમીયમ સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં આપવામાં આવે છે. આની સાથે જ એરટેલ કંપની હેલો ટયુન્સ, વિંક મ્યુઝિક અને ૧ વર્ષ માટે શો એકેડમીના ફ્રી ઓનલાઈન કોર્સ પણ ફ્રીમાં ઓફર કરવામાં આવ્યા છે. એટલું જ નહી ફાસ્ટેગ લેન પર ૧૫૦ રૂપિયાનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. આમ એરટેલ કંપની અને રિલાયન્સ જીયો કંપની બંને માર્કેટમાં એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે. આ બંને કંપનીના રીચાર્જ પેકનો લાભ બંને કંપનીના ગ્રાહકોને થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version