શું તમે જાણો છો ચીનના શી જિનપીંગે આર્મિને કેમ આ બાબતે સજ્જ રહેવા કર્યું ફરમાન?

યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ – ચીનના શી જીનપીંગે આર્મિને સજ્જ રહેવા કર્યું ફરમાન

મંગળવારે ચીનના રાષ્ટ્રપતિ ઝી જિનપીંગે ચીનના શસ્ત્રબળને વધારે મજબૂત બનવા તેમજ સજ્જ થવાના નીર્દેશો આપ્યા હતા અને કોરોનાવાયરસની બીમારી માટે વિશ્વના સૌથી વધારે વસ્તીવાળા દેશની રાષ્ટ્રીય સુરક્ષા પર મહામારીના દેખીતા પ્રભાવ માટે તૈયાર રહેવા માટે પણ સૂચન કર્યું છે.

image source

મળેલી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિએ એ બાબત પર ખાસ ભાર મુક્યો છે કે સૈનિકોના પ્રશિક્ષણને વિસ્તૃત રીતે મજબૂત બનાવવામા આવે અને યુદ્ધ માટે તેમને તૈયાર કરવામાં આવે, રાષ્ટ્રના સાર્વભૌમત્વની ચોક્કસ પણે રક્ષા કરવી તેમજ દેશની એકંદર વ્યૂહાત્મક સ્થિરતાનું રક્ષણ કરવું હાલ જરૂરી બની ગયું છે.

image source

બે દિવસ પહેલાં જ ચીનના મુખ્ય રાજદ્વારી વાંગ યી એ ચીનને કોરોના વાયરસની મહામારી માટે જવાબદાર ઠેરવવા સંબંધીત અફવાઓ ફેલાવવા માટે કેટલાક અમેરીકન નેતાઓના પ્રયત્નોની ભારે નીંદા કરી હતી. વાંગે જણાવ્યું હતું કે અમેરિકા ચીનની સાથે પોતાના સંબધોને એક નવા શીત યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે. ચીનના સ્ટેટ કાઉન્સેલર અને વિદેશ મંત્રીએ પણ કોરોના વાયરસની મહામારી પર અમેરિકાના જૂઠાણાની નીંદા કરી હતી.

image source

શીનું આ ભાષણ અમેરિકા સાથે વધેલા સંઘર્ષ, સ્થાનીક રાજનેતાઓ અને તાઈવાનના પુનર્મિલનના રાજદ્વારીઓ દ્વારા એકધારા સંદર્ભ વચ્ચે આવી રહ્યું છે. જો જરૂર પડી તો બળ દ્વારા, અને એક નવા – અને વિવાદાસ્પદ – સુરક્ષા કાયદાને લાગુ કરવા બાબતે પણ ચીન વિચારી રહ્યું છે, જેનો અર્થ હોંગકોંગના વિશિષ્ટ વહીવટી ક્ષેત્રમાંના લોકતંત્ર સમર્થક નાગરીકો પર અંકુશ લાદવાનો છે.

image source

બીજી બાજુ ભારત અને ચીનના સૈન્ય વચ્ચેનું ઘર્ષણ પણ વધી રહ્યું છે. મે મહિનામાં ખાસ કરીને લદ્દાખમાં 3488 કિલોમીટર લાંબી વિવાદિત સરહદ પર બંને દેશોના સૈન્ય વચ્ચે જુદા જુદા વિસ્તારોમાં ઘર્ષણ ચાલી રહ્યું છે.

કેહવામાં આવી રહ્યું છે કે બન્ને સૈન્યએ સીમા પરના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સૈન્યને તેનાત કર્યા છે, અને એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ઘર્ષણ લાંબા સમય સુધી રહેશે.

image source

શીએ જણાવ્યું છે કે કોવિડ 19 સામેની લડાઈમાં જે પ્રકારનું ચીનનું પ્રદર્શન રહ્યું તે જોતાં સૈન્યમાં સુધારો એક સફળતા જ દર્શાવી રહ્યું છે અને સશસ્ત્ર દળોએ આ રોગચાળા વચ્ચે પણ નવી તાલીમ પદ્ધતિઓ શોધવી જોઈશે.

ચીનના શક્તિશાળી સેન્ટ્રલ મિલિટરી કમિશન (CMC)નું અધ્યક્ષ પદ સંભાળી રહેલા શીએ રાષ્ટ્રીય પીપલ્સ કોંગ્રેસના વાર્ષિક સત્રના અવસર પર પીપલ્સ લિબરેશન આર્મી અને પીપલ્સ આર્મ્ડ પોલીસ ફોર્સના પ્રતિનિધિમંડળની બેઠકમાં ટીપ્પણીઓ કરી હતી. શીએ કહ્યું હતું કે ફ્લેક્સિબલ રીતે વાસ્તવિક યુદ્ધનું સૈન્ય પ્રશિક્ષણ આપવા માટે, અને સૈન્યને અભિયાનો પૂર્ણ કરવા માટે તેમજ આપણા સૈન્યની ક્ષમતામાં વ્યાપક સુધારો કરવા માટે, સૈન્યને સંઘર્ષ માટે સજ્જ કરવું જરૂરી હતું,

image source

તેમણે આગળ જણાવ્યું હતું, ‘આ મહામારીને રોકવા તેમજ અંકુશમાં લાવવાનો સંઘર્ષ એ રાષ્ટ્રીય રક્ષા તેમજ સૈન્ય સુધાર માટે એક વ્યવહારિક પરિક્ષણ છે, સંપૂર્ણ રીતે સુધારાની અસરકારકતાનું પ્રતીક છે, અને સુધારા માટે નવી જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખે છે.’

શી ઝીનપીંગની આ આક્રમક સ્પીચ ચાઈનીઝ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામા આવી હતી. તે પણ અનવેરિફાઈડ તસ્વીરો અને વિડિયોઝ સાથે. તેમાંની એક વડિયોમાં બીજિંગનું કોઈ વિમાનવાહક જહાજ બતાવવામાં આવે છે – જે ચીનનું પ્રથમ સંપૂર્ણ સ્વદેશી રીતે નિર્માણ થયેલુ વિમાન વાહક જહાજ છે તેને સોમવારે રવાના કરવામાં આવ્યું હતું.- જોકે આ તસ્વીરો તેમજે વિડિયોની કોઈ પુષ્ટી થઈ શકી નથી.

image source

એક મિલિટરી સંવાદદાતાએ મંગળવારે જણાવ્યું હતું કે દેશના સુરક્ષા ખર્ચામાં જે ધીમી ગતીએ વધારો થઈ રહ્યો છે તે યોગ્ય, વ્યવસ્થીત અને જરૂરી છે. ગયા અઠવાડિયે જાહેરાત કરવામાં આવી હતી કે ચીને પોતાનું વાર્ષિક રક્ષા બજેટનું વૃદ્ધિ લક્ષ્ય 6.6 % રાખ્યું છે, જો કે ગયા વર્ષે તે 7.5 % હતું.

PLA ના પ્રવક્તા વૂ કિયાને જણાવ્યું હતું કે ચીન આર્થિક તેમજ સૈન્ય બન્ને ના વિકાસને મગજમાં રાખીને આગળ વધી રહ્યું છે અને રાષ્ટ્રિય વિકાસનો આર્થિક વિકાસ સાથે સમન્વય જાળવીને વિકાસ થવો જોઈએ. વૂએ જણાવ્યું કે બીજિંગની પોતાની સુરક્ષા તેમજ વિદેશી હીતો પણ વાસ્તવિક જોખોમનો હાલ સામનો કરી રહ્યા છે.

Source : Hindustantimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ