કલાકારોની માતા માટેની લાગણીની વાત – મેધા પંડ્યા ભટ્ટ

કલાકારોની માતા માટેની લાગણીની વાત

માતૃદિનની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે, ત્યારે ટીવીના કલાકારો પણ તેમની માતા સાથેના કેટલાક સંસ્મરણો આપણી સાથે શેર કરી રહ્યા છે. સોની સબ ટીવીની સિરિયલોમાં લીડ રોલ પ્લે કરનારા કલાકારો તેમની માતા સાથે આ દિવસને કેવી રીતે પસાર કરશે તેમના વિશે વાત કરી રહ્યા છે.

 જીજાજી છતપર હૈ ના પંચમ તરીકે નિખિલ ખુરાના

1. માતૃ દિવસની ઉજવણી કઈ રીતે કરશો?
હુંમારી માતાને તેની મનગમતી રેસ્ટોરાંમાં ડિનર માટે લઈ જઈશ અને આખો દિવસ તેમની સાથે વિતાવીશ.

2. આ વિશેષ દિવસે માતાને કોઈ સરપ્રાઈઝ કે ભેટ આપવાનું વિચાર્યું છે?મારી માતા સરપ્રાઈઝથી પ્રભાવિત થતી નથી. આથી અમે આખો દિવસ જોડે સમય વિતાવીશું.

3. તમારા જીવનમાં તમારી માતાનું મહત્વ કેટલું છે?

મારી માતાનું મહત્વ કેટલું છે તે કોઈ શબ્દ દ્વારા વર્ણવી નહીં શકું,તે મારી દુનિયા છે. હું તેને મારી ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ માનું છું.

4. તમારી માતા સાથેની કોઈ વિશેષ યાદગીરી વિશે વાત કરવા માગશો?એક વખત મેં મારી માતાને લેન્ડલાઈન પર ફોન કરીને પંજાબી પોલીસ અધિકારી છું એમ કહીને તમારો પુત્ર હિંસા માટે પકડાઈ ગયો છે એવું કહ્યું. તે ચિંતામાં મુકાતાંજ મેં સાચી વાત કહી દીધી ત્યારે તે મારી પર બહુ ખીજાઈ. તે વોલ્કેનો જેવી પણ છે… બાપરે…

 સજનરે ફિર જૂઠ મત બોલો ની પાર્વતી વઝે ઉર્ફે જયા

1. માતૃ દિવસની ઉજવણી કઈ રીતે કરશો?
મારી માતા કેનેડામાં રહે છે. આથી હું તેની જોડે ફોન પર વાત કરીશ અથવા ફેસ ટાઈમિંગ કરીશ.

2. તમારા જીવનમાં તમારી માતાનું શું મહત્વ છે?

મારી માતા સ્ટ્રોંગ, સ્વતંત્ર, હકારાત્મક અને સુંદર સ્ત્રી છે. હું હંમેશાં તેની જેમ રહેવાનો પ્રયાસ કરું છું.

3. તમારી માતા સાથેની કોઈ વિશેષ યાદગીરી વિશે વાત કરવા માગશો?

ઘણી બધી યાદગીરીઓ છે. કોઇ એક ખાસ હોય તેવું નથી. તેનો વિચાર માત્ર મારા ચહેરા પર સ્મિત લાવે છે.

 તેનાલીરામામાં કૃષ્ણા ભારદ્વાજ ઉર્ફે રામા

1. માતૃ દિવસની ઉજવણી કઈ રીતે કરશો?

મારી માતા રાંચીમાં રહે છે અને તેથી હું તેનાથી દૂર છું. જોકે મને તેની ખોટ સાલશે. આથી આ માતૃ દિવસે હું તેને કોલ કરવાનો છું. ઉપરાંત મારા બેસ્ટ ફ્રેન્ડની મોમ અહીં મારી બીજી માતા છે. મેં તેમને માતૃ દિવસે બોલાવ્યા છે. હું તેમની જોડે ઉજવણી કરીશ.

2. આ વિશેષ દિવસે માતાને કોઈ સરપ્રાઈઝ કે ભેટ આપવાનું નક્કી કર્યું છે?હા! મારી માતાને ગયા મહિને મુંબઈમાં હતી ત્યારે એક જ્વેલરી સેટ ગમી ગયો હતો. હું તેને માટે તે ખરીદી કરીશ અને તેને મોકલીશ.

3. તમારા જીવનમાં તમારી માતાનું મહત્વ કેટલું છે?

મારી માતા મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે. તેની ખુશી મારે માટે સૌથી પહેલા છે. હું તેને ક્યારેય ઉદાસ નહીં જોઈ શકું.

4. તમારી માતા સાથેની કોઈ વિશેષ યાદગીરી વિશે વાત કરવા માગશો?

નમ્ર પરિવારમાંથી આવેલા હોઈ મારા વાલીઓ એ જીવનભર મારે માટે સંઘર્ષ કર્યો છે, જેમાં મારી માતા એ વધુ કર્યો છે. મારા ઉછેરનો દરેક દિવસ યાદગાર છે અને હું તે હંમેશાં યાદ કરતો રહીશ.

 જીજાજી છત પર હૈ માં હિબાન વાબ ઉર્ફે ઈલાયચી

1. માતૃ દિવસની ઉજવણી કઈ રીતે કરશો?

આ માતૃ દિવસે હું મારી માતા સાથે આ સુંદર દિવસની ઉજવણી કરવાની છું. જો હું તે દિવસે શૂટમાં હોઉં તો તેમને સેટ પર બોલાવીશ. જો શૂટ નહીં હોય તો બહાર ફરવા જઈશું. હું તેને દક્ષિણ મુંબઈમાં મરીન ડ્રાઈવ જેવાં તેનાં મનગમતાં સ્થળે ફરવા લઈ જઈશ. હું તેને દરેક પળે સરપ્રાઈઝ આપવા માગું છું. હું તેને જીવનભર ખુશી આપવા માગું છું. મારે માટે આ દિવસ તેના બર્થડે જેટલોજ વિશેષ છે.

2. આ વિશેષ દિવસે માતાને કોઈ સરપ્રાઈઝ કે ભેટ આપવાનું નિયોજન કર્યું છે?

મેં હજુ એવું કઇ નક્કી કર્યું નથી. હું ક્રિએટીવ વ્યક્તિ છું, તેથી હું તેનો રૂમ શણગારીશ અને કેક, ફુગ્ગા અને સંગીત સાથે તેને સરપ્રાઈઝ આપીશ. મને લાગે છે કે તેને આ બધું ગમશે. તેને ભેટ આપવાની વાત આવે ત્યારે ખાસ કરીને વીંટી જેવી જ્વેલરીનો તેને બહુ શોખ છે. આથી સારી વીંટી ભેટ આપી શકું છું.

3. તમારા જીવનમાં તમારી માતાનું મહત્વ કેટલું છે?

મને લાગે છે કે તે મારું જીવન છે અને હું તેને સૌથી વધુ પ્રેમ કરું છું. સૌ પ્રથમ, હું પોતાને પ્રેમ કરું છું અને મારા કરતાં વધુ પ્રેમ મારી માતાને કરું છું. હું તેને બહુ પ્રેમ કરું છું અને તે મારે માટે સૌથી મહત્વપૂર્ણ છે.

4. તમારી માતા સાથેની કોઈ યાદ વિશે વાત કરવા માગશો?

તેની સાથે વિતાવેલી દરેક પળ સુંદરછે, પરંતુ મને મારા સ્કૂલના દિવસની એક વાત ખાસ યાદ આવે છે. તે અભ્યાસમાં મને મદદ કરતી. તે સૌથી કૂલ ટીચર હતી અને તે મને ભણાવતી ત્યારે હું બહુ મોજ મસ્તી કરતી. તે મને અત્યંત સરળ રીતે સમજાવતી. મને ઉત્તમ ટીચર અને રોલ મોડેલ મળી તે બદલ બહુ ખુશી થાય છે. હું તેના જેવી બનવા માગું છું, કારણ કે તે પરફેક્ટ પત્ની, પરફેક્ટ માતા, પરફેક્ટ બેટી છે. તે એકદમ પરફેક્ટ છે અને તેની જોડે વિતાવેલી બધી પળો અવિસ્મરણીય બની રહે છે.

લેખન : મેધા પંડ્યા ભટ્ટ

દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી