કશું જ કર્યા વગર તમારી કમર પાતળી કરવી છે? તો વિચાર શેનો કરો છો ? લીંક ઓપન કરી આજે જ ઉપાય અજમાવો !

ઘણાની ઇચ્છા આ સવાલનો જવાબ ‘હા’માં આપવાની હશે, પરંતુ કસરત કે ડાયટિંગ વિના એ શક્ય નથી એ સમજતા હોવાથી અટકી ગયા હશે. જોકે હવે એક એવી પ્રોસીજર આવી ગઈ છે જે ઘણાનું આ સપનું સાકાર કરી આપવા સક્ષમ છે. વૅન્કિવશ મી નામના મશીનની મદદથી થતી આ પ્રોસીજરથી ખરા અર્થમાં કશું જ કર્યા વિના કમરનો ઘેરાવો ઓછો કરી શકો છો

fatઆજકાલ જેને જુઓ તે પાતળા થવાની કશ્મકશમાં લાગેલું છે. કોઈને વજન ઉતારવું છે તો કોઈને શરીર સુડોળ બનાવવું છે. એમાંય પાતળી કમરના મહિમાએ તો દુનિયાભરની સ્ત્રીઓને ઘેલું લગાડ્યું છે; જેના પરિણામે પહેલાં ક્યારેય નહોતાં એ પ્રમાણમાં જિમ્નેશ્યમ્સ, ડાયટ તથા લેઝર ક્લિનિક આજે ઠેર-ઠેર મશરૂમની જેમ ઊગી નીકળ્યાં છે, પરંતુ બધા જ જાણે છે કે શરીરના આ ભાગની ચરબી ઘટાડવી સૌથી ચૅલેન્જિંગ છે.

મોટા ભાગના લોકોનો અનુભવ છે કે ડાયટિંગ કરો કે કસરત, શરીરના બીજા બધા અવયવોની ચરબી ઓગળી જાય ત્યાર બાદ પણ કેટલીક વાર તો આ ભાગની ચરબી તસુભાર પણ હળવી થવાનું નામ નથી લેતી. આ જ કારણસર છેલ્લાં કેટલાંક વર્ષોમાં લોકો આ કામ માટે કસરત અને ડાયટિંગ ઉપરાંત જાતજાતની લેઝર ટેક્નૉલૉજી તથા સર્જરીનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે. એમાંય સર્જરીની સરખામણીમાં લેઝર ટેક્નૉલૉજીનો ઉપાય બધાને વધુ માફક આવે છે, કારણ કે એમાં સર્જરીની પીડા તો હોતી નથી, સાથે પરિણામ પણ મહદંશે સારું મળે છે

. જોકે આમાંના ઘણાખરા વિકલ્પો સમયની કસોટી પર પાર નથી ઊતરતા અને થોડા મહિનાઓ બાદ પરિસ્થિતિ જ્યાં હતી ત્યાં ને ત્યાં આવીને ઊભી રહી જાય છે. આવામાં હવે એક એવી ટેક્નૉલૉજી આવી છે જે નૉન-સર્જિકલ છે, સરળ છે; જેનું પરિણામ સુનિિશ્ચત છે અને જે સમયાંતરે અકબંધ પણ રહે છે. આ ટેક્નૉલૉજીનું નામ છે વૅન્કિવશ મી. બ્રિટનની એક કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું વૅન્કિવશ મી વાસ્તવમાં એક મશીન છે જે શરીરના ફૅટ સેલ્સને ટાર્ગેટ કરી એને તોડી નાખે છે. આ તૂટેલા ફૅટ સેલ્સ ચરબી સંગ્રહી શકતા નથી, જેને પગલે કમર પાતળી પરમાર જેવી બની જાય છે.

વૅન્કિવશ મી શું છે?

આ સવાલનો જવાબ આપતાં બાંદરા ખાતે ક્યુટિસ સ્કિન સ્ટુડિયોનાં ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘વૅન્કિવશ મી વાસ્તવમાં એક અર્ધગોળાકાર મશીન છે જે પેટના ભાગ પર ત્વચાથી લગભગ એક ઇંચની દૂરી પર મૂકવામાં આવે છે. વાસ્તવમાં આ મશીન રેડિયો ફ્રીક્વન્સી પર કામ કરે છે, જેમાંથી ૨૭.૧૨ મેગાહટ્ર્ઝની ગરમી છૂટે છે. આ ગરમીથી પેટની ત્વચાની તરત નીચે રહેલા ફૅટ સેલ્સનું તાપમાન ૪૬ ડિગ્રી સુધી પહોંચી જતાં એ પીગળવા લાગે છે અને એ કાયમી ધોરણે નાશ પામે છે. વળી આ મશીન એક જ વખતમાં આખું પેટ કવર કરી શકતું હોવાથી એક સેશન એક કલાકમાં તો નિરાંતે પૂરું થઈ જાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આવાં ૪-૫ સેશનમાં જ નોંધપાત્ર ફરક દેખાવા માંડે છે.’

આ પ્રોસીજરના ફાયદા

વાસ્તવમાં આપણા શરીરના ફૅટ સેલ્સને ડિસ્ટ્રૉય કરવાના બે જ રસ્તા છે – ક્યાં તો તમે એને ખૂબ ઠંડા કરીને મારી નાખો અને ક્યાં તો ખૂબ ગરમ કરીને ઓગાળી કાઢો. ફૅટ સેલ્સને ઠંડા કરીને મારી નાખવાની પણ ઘણી ટ્રીટમેન્ટ હવે ભારતમાં ઉપલબ્ધ છે, પરંતુ એ બધામાં ખૂબ જોર લગાડવું પડતું હોવાથી કેટલાકને એ પીડાદાયક લાગે છે. બીજી બાજુ વૅન્કિવશ મીની ખાસિયત એ છે કે આ પ્રોસીજર દરમ્યાન શરીરને સ્પર્શ પણ નથી કરવો પડતો. દરદી નિરાંતે ટીવી જોતાં-જોતાં કે પોતાનું પ્રિય પુસ્તક વાંચતાં-વાંચતાં આ ટ્રીટમેન્ટ કરાવી શકે છે. વળી તેનું દરેક સેશન એક જ કલાકમાં પૂરું થઈ જતું હોવાથી તમે ઇચ્છો તો ઑફિસ દરમ્યાન પડતા લંચ-બ્રેકમાં પણ એ કરાવી શકો છો. એથી વર્કિંગ વુમન હોય કે ઑફિસના કામના બોજથી લદાયેલો પુરુષ, કોઈ પણ આસાનીથી પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી એ માટે સમય કાઢી શકે છે એટલું જ નહીં, આ પ્રોસીજરથી ત્વચામાં રહેલા કોલાજન નામના પ્રોટીનનું ઉત્પાદન પણ વધતું હોવાથી ત્વચાની નીચે રહેલી ચરબી ઓગળી જતાં ત્વચા ઢીલી પડી જવી કે સ્ટ્રેચ માર્ક્સ ઊપસી આવવા જેવી સમસ્યાઓ પણ નથી નડતી. ઉપરાંત આ મશીન ત્વચા કે શરીરના સ્નાયુઓને જરાપણ નુકસાન પહોંચાડ્યા વિના માત્ર ફૅટ સેલ્સને જ ટાર્ગેટ કરતું હોવાથી પરિણામ પણ સારું અને લાંબા ગાળાનું મળે છે. જોકે એ માટે વ્યક્તિએ એક સ્વસ્થ જીવનશૈલી અનુસરવી પણ એટલી જ જરૂરી છે.

કોને કામ લાગે, કોને નહીં?

વૅન્કિવશ મીનું એક સેશન ૪૫ મિનિટથી એક કલાક ચાલે છે. આવાં બે સેશન વચ્ચે ઓછામાં ઓછું ૭-૧૦ દિવસનું અંતર રાખવું જરૂરી છે. સાથે આ મશીનથી ભલે પેટના ફૅટ સેલ્સ પીગળીને નાશ પામતા હોય, પરંતુ ક્લાયન્ટને માત્ર હૉટ સ્ટોન મસાજથી થાય એટલી જ ગરમીનો અહેસાસ થાય છે. એમ છતાં તે ઇચ્છે તો દર ૧૫ મિનિટ બાદ બ્રેક પણ લઈ શકે છે. આવા પ્રત્યેક સેશનનો ખર્ચ ૨૫-૨૬ હજાર રૂપિયા જેટલો થાય છે. જોકે આ પ્રોસીજર ગર્ભવતી મહિલા કે પછી જેમના શરીરની અંદર કોઈ પણ પ્રકારનું મેડિકલ ડિવાઇસ મૂકવામાં આવ્યું હોય તેમના માટે નથી. સાથે જ ખૂબ મેદસ્વી વ્યક્તિ પર પણ એ ખાસ અસર નથી કરતું. એનું કારણ સમજાવતાં ડૉ. ગોયલ કહે છે, ‘આપણા શરીરમાં ચરબીનો ભરાવો બે પ્રકારે થાય છે. એક ત્વચાની તરત નીચેના સ્તરમાં અને બીજો, બે અવયવોની વચ્ચે. ત્વચાની તરત નીચે રહેલી ચરબી સુપરફિશ્યલ ફૅટ તરીકે ઓળખાય છે, જ્યારે બે અવયવો વચ્ચે રહેલી ચરબી ડીપ ફૅટ તરીકે. વૅન્કિવશ મી માત્ર સુપરફિશ્યલ ફૅટ પર જ કામ કરતું હોવાથી જેમના બે અવયવો વચ્ચે ડીપ ફૅટ્સ જામી ગઈ છે એવી અતિશય મેદસ્વી વ્યક્તિ પર એ કામ નથી કરતું. અન્યથા આ એક આસાન રસ્તો છે પેટની ચરબીથી છુટકારો મેળવીને કમર પાતળી કરવાનો. બલ્કે આ મશીનમાં અનેક અટૅચમેન્ટ્સ પણ આવતાં હોવાથી તમે ઇચ્છો તો પેટ ઉપરાંત પીઠ અને પગ જેવા ભાગો પર જામેલી ચરબીનો ભાર પણ હળવો કરી શકો છો.’

સંકલન : જીગીષા જૈન 

સૌજન્ય : મીડ ડે 

ગ્લેમર, બ્યુટી હેલ્થ, લાઈફ સ્ટાઈલ તેમજ અન્ય માહિતી મેળવાવા માટે આજે જ અમારું ફેસબુક પરનું પેજ “જલ્સા કરોને જૈંતિલાલ ” આજે જ લાઇક કરો, ને જો આ માહિતી ગમે તો તમારા મિત્રોને પણ લીંક શેર કરીને આજે જ વંચાવો.

ટીપ્પણી