જલ્સા કરોને જેંતીલાલ

જેવું કર્મ કરશો એવું ફળ મળશે પછી તે સુખ હોય કે દુઃખ… લાગણીસભર વાર્તા…

સંબંધોના સમીકરણ

“અચ્યુતને લઈ અમે,ગાર્ડનમાં આવ્યા.. એણે રમી લીધું એટલે અમે શાંતિથી બેઠા બેઠા નાસ્તો કરતાં હતાં ને…


એક વૃદ્ધ, આવીને અમારી સાથે ગોઠવાઈ ગયા અને અમે સેવમમરા ને ચકરી.. ખાતા હતા તેમાંથી ખાવા લાગ્યા..!!!” અમે ડઘાઈને એમના સામે,જોઈ રહ્યા… ને કઈ રીએકશન આપીએ એ પહેલાં એ એવી રીતે વાત કરવા લાગ્યા કે જાણે અમને ઓળખતા હોય !! મેં પ્રશ્ન સૂચક નજરે રમેશ સામે જોયું ????


એમણે મને ઇશારાથી સમજાવ્યું કે, “વડીલ પાગલ લાગે છે !!” થોડીવારમાં એક પ્રૌઢ વયના ભાઈ આવ્યા અને એ વૃદ્ધને જોઈ ખુશ થઈ ગયા.. ને એમણે ચાલુ મોબાઈલમાં કહી દીધું.. ” મળી..ગયા..!! મળી..ગયા…!!” નાના બચ્ચા ને સમજાવે તેમ કહેવા લાગ્યા… ” ચાલો, ચાલો.. ઘરે..જઈને આપણે સેવ મમરા ખાશું.. ચાલો જોઉં.. ઊભા થઈ જાવ !!”


અને અમારી માફી માંગતા જણાવ્યું, ” મારા પપ્પા છે !! એમનું મગજ કામ નથી કરતું ! એટલે… સોરી હો !!” મેં એમને કહ્યું, ” .. એમનું મગજ કામ ન કરતું હોય તો, એમને ઘરની બારે આમ એકલા કાઢો છો શુ કામ ??” દીકરાએ જવાબ આપ્યો, તમને તકલીફ પડી એ માટે હું આપની માફી માંગુ છું..


” પણ, હું પપ્પા ને બાંધીને રાખી શકતો નથી કારણ કે.. હું પણ નાનો હતો ત્યારે આમ જ ઘરની બહાર રમવા દોડી જતો.. ને આ મારા પપ્પા, શહેરના, ખૂણેખૂણો ફંફોસી ને મને શોધી ઘરે લાવતાં.. હવે એવો જ “મારો વારો છે !!”


લેખક : દક્ષા રમેશ “લાગણી”

બીજા મિત્રો સાથે શેર જરૂર કરજો આ વાર્તા, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version