જલ્સા કરોને જેંતીલાલ

જેઠાલાલના રોલમાં આ વ્યક્તિએ પૂર્યો પ્રાણ, પહેલા આ 5 એક્ટર્સ કરી ચૂક્યા હતા મનાઈ

સફળતાની પાછળ મહેનતની સાથે સાથે નસીબનું પણ કનેક્શન હોય છે. આ વાતને મોટાભાગની વ્યક્તિઓ માને છે. કેટલીક વાર એવું થાય છે કે, જેને આપણે સામાન્ય સમજીને છોડી દેતા હોઈએ છીએ પણ પછીથી તે ખુબ જ સફળ સાબિત થાય છે. આવું જ કઈક ગ્લેમર ઇન્ડસ્ટ્રીની સાથે પણ છે. કેટલીક વાર સફળ અભિનેતાઓ કોઈ પાત્રને સામાન્ય સમજીને નજરઅંદાજ કરી દેતા હોય છે. પરંતુ પછીથી તે પાત્ર સફળતાના કીર્તિમાન ઉભા કરી દેતા હોય છે.

image soucre

આવું જ કઈક થયું હતું ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્ર જેઠાલાલની કાસ્ટિંગને લઈને. ખરેખરમાં, આ પાત્રને નિભાવી રહેલ અભિનેતા દિલીપ જોશી હવે સ્ટાર બની ગયા છે. અભિનેતા દિલીપ જોશી એવું માને છે કે, એમની સફળતા પાછળ આ પાત્રનો મહત્વનો ભાગ છે ને તેઓ આ પાત્રને પ્રાપ્ત કરવા માટે પોતાને લકી માને છે. ખરેખરમાં, અભિનેતા દિલીપ જોશીને આ પાત્ર માટે પસંદ કરવામાં આવતા પહેલા કેટલાક મોટા નામ એવા પણ છે જેમણે જેઠાલાલનું પાત્ર નિભાવવા માટે અપ્રોચ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમણે આ પ્રસ્તાવને રદ્દ કરી દીધો હતો.

image soucre

મીડિયા રીપોર્ટસ મુજબ, જેઠાલાલના પાત્ર માટે પહેલા કીકુ શારદા, રાજપાલ યાદવ, યોગેશ ત્રિપાઠી, અહસાન કુરૈશી અને અલી અસગર જેવા પ્રસિદ્ધ અભિનેતાઓને અપ્રોચ કરવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ અભિનેતાઓએ જેઠાલાલના પાત્રને નીભાવવાથી મનાઈ કરી દીધી હતી. જો કે, અભિનેતા દિલીપ જોશીએ જે મહેનતથી આ પાત્રને નિભાવ્યું અને પછી સફળતા પ્રાપ્ત કરી. ત્યાર બાદ ખરેખરમાં આ અભિનેતાઓને પોતાના નિર્ણય પર અફસોસ જરૂરથી થયો હશે.

image soucre

તાજેતરમાં જ અભિનેતા દિલીપ જોશીનો એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ ચર્ચાનો વિષય બની ગયો હતો. આ વિડીયોમાં અભિનેતા દિલીપ જોશી પોતાના કરિયર વિષે વાત કરતા જોવા મળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જેઠાલાલના પાત્રની સાથે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ શરુ કરતા પહેલા તેઓ એક વર્ષ સુધી બેરોજગાર રહ્યા હતા.

image socure

આ વિડીયોમાં અભિનેતા દિલીપ જોશી કહી રહ્યા છે કે, ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને સાઈન કરવાના એક વર્ષ પહેલા સુધી મારી પાસે કોઈ કામ હતું નહી. જે સીરીયલમાં હું કામ કરી રહ્યો હતો તે ઓફ એર થઈ ગયો હતો. આ એક મુશ્કેલ સમય હતો. હું પોતાની ફિલ્ડ બદલા સુધીનું વિચારી રહ્યો હતો પરંતુ ભગવાનની કૃપા હતી કે, મને જેઠાલાલના પાત્ર નિભાવવા માટે ઓફર કરવામાં આવ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version