મિત્રો, તારક મહેતા શો આજે લગભગ મોટાભાગના લોકોના જીવનનો ભાગ બની ચુક્યો છે. જો આપણે આ શો ની લોકપ્રિયતા વિશે વાત કરવા જઈએ તો તેના માટે શબ્દો પણ ઓછા પડી જશે. આજે નિરંતર બાર વર્ષ કરતા પણ વધુ સમય સાથે તે હજુ પણ આપણુ મનોરંજન કરવા માટે આપણી સાથે જોડાયેલ છે. આજે આ લેખમા અમે તમને આ શો ના એક રસપ્રદ પાત્રના વાસ્તવિક જીવન વિશે થોડી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ.
તમને ખ્યાલ જ હશે કે તારક મહેતા ધારાવાહિકમા એક સમયે જેઠાલાલની બીજી પત્ની તરીકે ગુલાબો ગોકુલધામ સોસાયટીમાં પ્રવેશી ગઇ હતી પરંતુ, થોડા સમય બાદ એ વાત સામે આવી હતી કે, તે એક શૂટિંગ સમયના લગ્ન હતા અને ગુલાબો સાથે જેઠાલાલે કોઈ લગ્ન કર્યા નથી.
ગુલાબોનુ જે અભિનેત્રીએ પાત્ર ભજવ્યુ હતુ તે અભિનેત્રીનું નામ સિમ્પલ કૌલ છે. તેણે આ શો મા ભલે એક પહાડી કન્યાનું પાત્ર ભજવ્યુ હોય પરંતુ, તે વાસ્તવિક જીવનમા ખૂબ જ બોલ્ડ છે. જેઠાલાલ અને ગુલાબો વચ્ચે ખુબ જ લાંબી કહાસુની ચાલી હતી.
ગુલાબોના પક્ષમા મહિલા મોર્ચા પણ આવી ગયા હતા અને તે જીદ પકડીને બેઠી હતી કે, તેણી જેઠાના ઘરમા પત્ની તરીકેનું સ્થાન મેળવીને જ રહેશે. ત્યારે દયાએ જેઠાલાલને સંપૂર્ણ રીતે સાથ-સહકાર આપ્યો હતો અને ગુલાબોને ફક્ત જેઠાના જીવનમાંથી જ નહી પરંતુ, ગોકુલધામમાંથી બહાર કરવામાં પણ સફળ રહી હતી.
અભિનય સિવાય તે એક બિઝનેસ વુમન પણ છે. તેના ત્રણ રેસ્ટોરન્ટ છે. તેણે વર્ષ ૨૦૧૦મા રાહુલ લુંબા સાથે લગ્ન કરી લીધા હતા. બિગબોસમા પણ તે ભાગ લઇ ચુકી છે. આ સમય દરમિયાન તેને સલમાનની એક વાત પસંદ નહોતી આવી અને તેના કારણે તેણે ટ્વિટર પર ભાઇજાનને ખુબ જ ખરીખોટી સંભળાવી હતી.
તમને જો ખ્યાલ ના હોય તો જણાવી દઇએ કે, વાસ્તવિક જીવનમા તેણી ખુબ જ હોટ છે અને તે સોશ્યલ મિડીયા પર અવારનવાર પોતાની બોલ્ડ ફોટોસ શૅર કરતી રહેતી હોય છે. તેણે કુસુમ, શરારત, યે મેરી લાઇફ હૈ, બા બહુ ઓર બેબી, એસા દેશ હે મેરા, તીન બહુરાનીયા, સાસ બિના સસુરાલ, જીની ઓર જુજુ, સુવ્રીન ગુગ્ગલ ટોપર ઓફ ધ યર અને ભાખરવડી જેવી અનેકવિધ સિરીયલમા સારું એવુ કામ કર્યુ છે અને આ સીરીયલોના કારણે લોકોના મનમા આજે પણ તે જીવંત છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong