જેઠાલાલની દુકાનના ઓરીજીનલ માલિક છે “બોડી બિલ્ડર”, તેમની આ તસ્વીરો ક્યાય નહિ જોઈ હોય…!

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 2008થી ટીવી પર આવી રહી છે. આટલા વર્ષો બાદ પણ આ સીરિયલ દર્શક વર્ગ માટે ખુબ જ લોકપ્રિય સાબિત થઇ રહી છે. એનો દરેક અપીસોડ નવીનતાઓથી ભરપુર હોય છે અને આ જ કારણે ટી. આર. પી. ની રેસમાં આગળ પડતી જ રહે છે. આમ તો આ સીરિયલની મોટા ભાગની બધી જ વાતો આપણને ખબર જ છે પરંતુ આજે ૧૦ વર્ષ પત્યા પછી પણ અમુક બાબતો છે, જે ચાહકોને ભાગ્યે જ ખબર છે. આજે અમે આ સીરિયલમાં, સૌથી વધુ વાર બતાવવામાં આવતી ગડા ઈલેક્ટ્રોનિક્સ અંગે વાત કરવાના છીએ.

સીરીયલમાં જેઠાલાલને રોજ પોતાની ઇલેક્ટ્રોનીક્સની દુકાન એટલે કે ગડા ઈલેક્ટ્રોનિક્સમાં જતો બતાવવામાં આવે છે. ચાહકોને મનમાં એ સવાલ તો જરૂરથી થતો હશે કે આ દુકાન રિયલમાં છે કે પછી માત્ર સેટ જ છે? તો બસ, સમજો કે આ સવાલ નો જવાબ તમને આજે મળી ગયો…..

કોની છે આ દુકાન ?

સીરિયલમાં બતાવવામાં આવતી આ દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સના ખરેખર માલિક “શેખર ગડિયાર” છે. આ દુકાન મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે. એક આધારભૂત સૂત્ર સાથેની વાતચીતમાં શેખરે કહ્યુ હતુ કે એકદિવસ તેમના મિત્રએ એક આખો દિવસ દુકાનમાં શૂટ કરવાની ઓફર કરી હતી પરંતુ તેઓ ખુબ જ નિષ્ઠાવાન ધંધાધારી હતા એટલે આ ઓફર બહુ કઈ વિચાર્યા વગર નકારી કાઢી હતી.

એમનું એવું પણ ઉમેર્યું હતું કે તેમના માટે આ બિઝનેસ, આવકનો સ્ત્રોત છે અને તે એક દિવસ દુકાન બંધ રાખવાથી ધંધાને નુકશાન પણ થઇ શકે. આ ઉપરાંત તેમનુ એવું માનવું હતું કે આવું કરવાથી ગ્રાહકોને તકલીફ પડી શકે અને કોઈ પણ પ્રકારનું શુટિંગ કરવાથી તેમની દૂકાનમાં રાખેલી વસ્તુઓને નુકસાન પણ થઇ શકે.

કોણે મનાવ્યા એમને ?

શેખર ગડીયાના એક નજીકી મિત્ર જે એ વિસ્તારના એક્સ-કોર્પોરેટર પણ રહી ચુક્યા હતા એમણે વચ્ચે રહીને આ દુકાનની બધી જવાબદારીઓ લેવાની તૈયારી બતાવી હતી. અને આજ કારણે શેખર ગડીયાર એક દિવસના શુટિંગ માટે તૈયાર થયા હતા.

અને બસ, તમને જાણો છો એ પ્રમાણે એ એક દિવસનુ શુટિંગ હતું આપણી લોકપ્રિય સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નું…બસ પછી કોને ખબર હૈ કે આ શૂટિંગ વર્ષોના વર્ષો ચાલ્યું જ જવાનું હતું ! ૧૦ વર્ષ થઇ ગયા આ શુટિંગ ને જેમાં એ સીરીયલના ૨૫૦૦થી પણ વધારે એપિસોડ શૂટ થઇ ચુક્યા છે. આ વાતનો દુકાનના માલિક, શેખરને પણ ખુબ જ ગર્વ થાય છે. આને કહેવાય, એક આઈડિયા જો બદલ દે આપકી દુનિયા…

શું તમને ખબર છે આ દુકાનની માલિકી કેટલા વર્ષો થી છે?

શેખર ગડીયાર આ દુકાનના છેલ્લા ૧૭ વર્ષથી માલિક છે અને તમે જાણો છો એ પ્રમાણે, ૧૦ વર્ષ થી તો આ દુકાન સીરીયલમાં જોવા મળે છે.

શેખરને કઈ રીતે થાય છે ગર્વ ?

શરૂઆતમાં લોકોને જયારે બહુ ખબર નહોતી ત્યારે અમુક લોકો જ આ દુકાનની મુલાકાત લેતા હતા પણ હવે તો આ દરરોજનુ થઇ ગયું છે. દિવસના ઓછામાં ઓછા ૪ થી ૫ લોકો આ દુકાન ની મુલાકાત લેતા હોય છે અને શેખર ભાઈ તેમજ આ દુકાન બંને જોડે સેલ્ફી લેતા હોય છે. આ બધું જોઇને શેખર ભાઈ ગર્વ અનુભવે છે.

શેખરને તમે કદીય જોયા છે? તો હવે જોઈ લેજો !

શેખર આમ તો દુકાન ના માલિક છે પરંતુ સીરીયલમાં તેઓ ઓછા ઓછા ૨૫ થી ૩૦ વાર પોતાની જ દુકાનમાં ગ્રાહક બનીને આવ્યા છે. આ ઉપરાંત આ દુકાન ને સોસીઅલ મીડિયા માં સેલિબ્રિટી શોપ તરીકે પણ ઓળખવામાં આવે છે.

શેખર પોતે સારા એવા બોડી બિલ્ડર અને રેસલર છે. તેઓ રેગ્યુલર જીમ જાય છે અને બોડી બિલ્ડીંગની ઘણી સ્પર્ધાઓ માં તેઓ આગળ પડતા હોય છે…સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે તેઓ તેના શરીરને હમેશા જીમની નજીક રાખે છે !! અહી તમને એમની ઘણી ઝલક જોવા મળશે !!

શેખરના કામ કરવાના અમુક નિયમો :

એક અહેવાલ પ્રમાણે જાણવામાં આવ્યું છે કે જયારે પણ દૂકાનમાં શુટિંગ કરવાનું હોય એના એક દિવસ પેહલા સીરીયલના પ્રોડક્શન હાઉસએ શેખરને જાણ કરવાની રહેશે. જેને કારણે દુકાનના ગ્રાહકો તેમજ શુટિંગ ટીમ નતકલીફ પડતી નથી.

કેટલા દિવસે થાય છે શુટિંગ ?

સીરીયલ ના શરૂઆતના વર્ષો માં એ દુકાનમાં આખા ને આખા એપિસોડ શૂટ થતા હતા પરંતુ હવે મહિનામાં એક અથવા બે જ એપિસોડ શૂટ થાય છે. આ દુકાનનુ આપ આશરે ૬૦૦ સ્કેવર ફૂટ જેટલું છે પરંતુ એનું ગો ડાઉન ઉપયોગમાં નથી લેવાતું. કહેવાય છે કે ગો ડાઉન ફિલ્મસિટીમાં બનાવવામાં આવ્યું છે.

નોંધ : આ પોસ્ટ દિવ્ય ભાસ્કરના સૌજન્યથી અહી પ્રસ્તુત કરેલ છે…

ફોટો સૌજન્ય : શેખર ગડીયાર

મિત્રો, આપ સૌ જો આ ફોટોસ પ્રથમ વખત જ જોતા હોવ તો કોમેન્ટ માં “વાહ જેઠાલાલ વાહ” લખી ને અમારો ઉત્સાહ વધારજો…જેથી તમને આવું નવું નવું રસપ્રદ પીરસતા રહીએ…!!!

ટીપ્પણી