હસી-હસીને પેટ દુખી જાય તેવી છે જેઠા લાલ અને સેલેના ગોમેઝની આ વાયરલ ફની તસવીરો, જોઇ લો તમે પણ

ટ્વિટર પર જેઠા લાલ અને સેલેના ગોમેઝની આ તસવીરો થઈ વાયરલ, તમે પણ લોટ-પોટ થઈ જશો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષ 2008 થી ચાલી રહ્યો છે. આ શોની વાર્તા ભારતીય લેખક તારક મહેતાના “દુનિયાના ઉલ્ટા ચશ્મા” પર આધારિત છે, જે ગુજરાતી સાપ્તાહિક અખબાર ચિત્રલેખા માટે લખતા હતા.

પ્રખ્યાત ટીવી એક્ટર અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના જેઠાલાલને કોણ નથી જાણતું. જેઠાલાલ એ દરેક ઉંમરના લોકોની પસંદગી છે. ટીવી પર તેનો નિર્દોષ ચહેરો દરેકના હોઠ પર સ્મિત ફેલાવવા માટે પૂરતો છે. હવે તેના એક ફેન્સે તેની ખ્યાતિ વધારી દીધી છે. હા, આ ચાહકે જેઠાલાલની તુલના અમેરિકન ગાયિકા અને અભિનેતા સેલિના ગોમેઝ સાથે સોશિયલ મીડિયા પર કરી છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેઠાલાલ અને સેલેના ગોમેઝમાં પણ કેટલીક સમાનતાઓ હોઈ શકે છે? તમે આ ટ્વિટર પોસ્ટ્સ જોઈને પણ સમજી શકશો કે સોશિયલ મીડિયા પર કંઈપણ શક્ય છે. હકીકતમાં, ટ્વિટર પર એક વ્યક્તિએ અમેરિકન ગાયિકા અને અભિનેત્રી સેલિના ગોમેઝ સાથે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના મુખ્ય પાત્ર જેઠા લાલના અભિવ્યક્તિઓ અને દેખાવની તુલના કરી છે.

આ ટ્વિટર યુઝરે એક નહીં પરંતુ જેઠાલાલ (જેઠાલાલ ચંપકલાલ ગાડા) અને સેલેના ગોમેઝ સંબંધિત ઘણી પોસ્ટ્સ બનાવી હતી. દરેક પોસ્ટમાં બંને વચ્ચે સમાનતા જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષ 2008 થી ચાલી રહ્યું છે. આ શોની વાર્તા ભારતીય લેખક તારક મહેતાના “દુનિયા ના ઉલ્ટા ચશ્મા” પર આધારિત છે, જે ગુજરાતી સાપ્તાહિક અખબાર ચિત્રલેખા માટે લખતા હતા.

તમે પણ આ વ્યક્તિની આ રચનાત્મકતા જુઓ …

એકસરખા એપ્રોનમાં જેઠાલાલ અને સેલેના ગોમેઝ.

જેઠાલાલ અને સેલેના એકજ રંગના કપડાંમાં.

આંખોની એકસમાન અભિવ્યક્તિ આપતા જેઠાલાલ અને સેલિના.

જેઠાલાલ અને સેલેના એકસરખી એક્સરસાઇઝ કરી રહ્યા છે.

સાડીમાં જેઠાલાલ અને સેલેના ગોમેઝ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ