જેઠાલાલ પહોંચ્યા જયંતિલાલ ગડાના દીકરાના લગ્નના રિશેપ્શનમાં… બીજી અનેક બોલીવુડ હસ્તીઓ રહી હાજર…

છેલ્લા એક દાયકાથી પણ વધુ વખતથી એક નામ જાણીતું થયું છે. જેઠાલાલ ગડા… જેને આપણે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ કોમેડી સિરિયલમાં જોઈએ છીએ. પરંતુ તમે જાણો છો એ કચ્છી માડુ અને ગડા ઇલેક્ટ્રોનિક્સના માલિક ખરેખર પાત્ર ભજવે છે જેમનું; જાણો છો તે કોણ છે?

હા, આ સાવ કોઈ કાલ્પનિક પાત્ર નથી. જેઠાલાલ ગડા અને એ પણ મૂળ કચ્છના વતની એ મુંબઈના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે જયંતિલાલ ગડા. તેમના નામથી પ્રેરાઈને આ પાત્રનું નામ ગોઠવાયું હતું. જે સિરિયલમાં મૂળ ગુજરાતી અને કાઠિયાવાડી અભિનેતા દિલીપ જોષી વર્ષોથી બખૂબી નિભાવે છે. તાજેતરમાં આ બંને દેખાયા એક સાથે એક પારિવારિક પ્રસંગમાં.


મૂળ કચ્છના વતની કચ્છી માડૂ કહેવાતા આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા બિઝનેસમેનના દીકરા અક્ષય ગડાના લગ્નનું ભવ્ય રીશેસ્પશન યોજાઈ ગયું. જેમાં કેટલાય નામી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી જેમાં સામેલ છે બોની કપૂર, ઉર્વશી રાઉતેલા, મનોજ જોષી, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, ડેવિડ ધવન, સુભાષ ઘાઈ, કબિર ખાન, સાજીદ નડિયાદવાલા, સતિષ કૌશિક સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. જેઠાલાલનું પાત્ર ભજવી રહેલા દિલીપ જોષી પણ ત્યાં મહેમાન તરીકે પહોંચ્યા હતા જ્યારે આ બંને એકબીજાથી રૂબરૂ થયા.

અક્ષય ગડા જેમના લગ્ન હતાં તેઓ જયંતિલાલ ગડાના બીજાં પત્નીથી થયેલ દીકરા છે. પહેલાં પત્ની હંસાબેનથી તેમને એક દીકરો અને એક દીકરી છે. દીકરી ભવિતાના લગ્ન થોડા સમય પહેલાં જ ડો. નિનલ શાહ સાથે કર્યા હતાં. અને પહેલા દીકરા ધવલ તેમના વ્યવસાયમાં જ સાથે છે. બીજાં પત્ની તરીકે રેશ્મા કડકિયા છે.

જયંતિલાલ ગડાની કાર્કિરર્દીની સફર પણ ફિલ્મી જ રહી છે. તેઓનો જન્મ કચ્છી લાકડિયા પરિવારમાં થયો છે અને મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રહે છે. તેમણે કચ્છથી મુંબઈ વેપાર અર્થે પ્રયાણ કર્યુ ત્યારે શરૂઆતમાં વિડિયો લાઈબ્રેરીના હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કર્યું હતું. એ સમયે વિડિયો કેસેટનો જમાનો હતો. તમને યાદ હોય તો PEN લખેલી કેસેટ આવતી એ એમણે શરી કરી હતી.

ત્યાર બાદ તેમનો વ્યવસાય ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે તેમનો સંપર્ક વધ્યો અને ૨૫ વર્ષની ઉમરથી તેમણે ફિલ્મોના હક ખરીદવાની શરૂઆત કરી. ૧૯૯૨માં પોતાની કંપની પેન ઇન્ડસ્ટ્રી શરુ કરી. તેમણે વર્ષ ૨૦૧૪માં પોતાનું રિટાયર્મેન્ટ જાહેર કર્યું હતું. ત્યાર બાદ તેમના બંને દીકરાઓ ધવલ અને અક્ષય તેમનો વ્યવસાય સંભાળે છે.

દીકરા અક્ષયના લગ્નમાં તમામ ફિલ્મી સિતારાઓને આમંત્રિત કરીને તેમણે પોતાનો વર્ષો જૂનો સંબંધ જાળવી રાખ્યા છે તે દેખાઈ આવે છે. આ બહુ બધા સેલિબ્રિટિઝ સાથેના ફોટોઝ અને તસ્વીરી ઝલક જોઈ શકાય છે.