એક સમયે બબીતાજી અને જેઠાલાલ વચ્ચે થયુ હતુ કંઇક એવું કે… બની ગયા હતા એકબીજાના કટ્ટર દુશ્મન અને…

બબીતા અને જેઠાલાલ એકબીજાથી એટલા નારાજ હતા કે બંને સાથે વાત પણ કરતા ન્હોતા,

સબ ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલટા ચશ્મા વિશે તો તમે જાણતા જ હશો. છેલ્લા કેટલાક વર્ષોથી આ શો દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. આ શોના દરેક પાત્રનો એલ આગવો અંદાજ છે જે આ શોના દર્શકોને ખૂબ જ પસંદ પડે છે.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરિયલના જેઠાલાલને તો બધા ઓળખે જ છે. અને આ શોનું જ એક પત્ર બબીતા જી મુખ્ય પાત્ર જેઠાલાલની ક્રશ છે એની પણ સૌને જાણ છે જ.

સીરિયલના લગભગ બધા જ એપિસોડમાં તમે જોયું હશે કે જેઠાલાલ બબીતા જી સાથે વાત કરવાની એક પણ તક ચૂકતા નથી. અને એમાંય જો બબીતા જી જેઠાલાલને કોઈ કામ સોંપે તો તો જેઠાલાલ એ કામ પૂરું કરવામાં પોતાનો જીવ રેડી દે છે..જેઠાલાલ બબીતાજી નું ખૂબ જ ધ્યાન પણ રાખે છે પછી ભલે ને જેઠાલાલનું આ વર્તન બબીતાજીના પતિ અય્યરને ગમે કે ન ગમે.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલમાં જેઠાલાલ અને બબીતાજીની કેમિસ્ટ્રી પણ ખૂબ જ જબરદસ્ત છે. તમને જણાવી દઈએ કે સિરિયલમાં બબીતાજીનું પાત્ર મુનમુન દત્તા ભજવી રહ્યા છે જ્યારે જેઠાલાલનું પાત્ર દિલીપ જોશી કરી રહ્યા છે. આ બંને સ્ટાર્સ રીઅલ લાઈફમાં પણ સારા મિત્રો છે.

જો કે, એકવાર આ બંને કલાકારો વચ્ચે આવી સ્થિતિ આવી ગઈ હતી કે જેઠાલાલે બબીતાજી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકવાર દિલીપ જોશીના કેટલાક મિત્રો તેમને તારક મહેતાના ઉલટા ચશ્માના સેટ પર મળવા આવ્યા હતા. એમનો એક મિત્ર મુનમુન દત્તાનો પણ ફેન હતો અને તેની સાથે ફોટો લેવા માંગતો હતો.

દિલીપ જોશીએ બબીતાજી એટલે કે મુનમુન દત્તાને મિત્રો સાથે તસવીર લેવાનું કહ્યું હતું પરંતુ કેટલાક કારણોસર મુનમુન દત્તાએ ના પાડી હતી. દિલીપ જોશીને આ વાતનું ખૂબ જ ખોટું લાગ્યું અને તે બબીતાજીથી ગુસ્સે થઈ ગયા.એવું કહેવામાં આવે છે કે આ બનાવ બન્યા પછી જેઠાલાલે ઘણા દિવસોથી બબીતા જી સાથે વાત નહોતી કરી.

image source

દિલીપ જોશી અને મુનમુન દત્તા વચ્ચે ઘણા સમયથી વાત થઇ ન હતી અને આ ગેરસમજને સમજવામાં ઘણો સમય લાગે છે. પરંતુ હવે આ ગેરસમજ સોલ્વ થઈ ગઈ છે અને બન્ને પહેલાની જેમ દોસ્ત બની ગયા છે. તમને જણાવી દઇએ કે બબીતાજીના રોલ માટે મેકર્સને મુનમુન દત્તાનું નામ દીલીપ જોષીએ જ જણાવ્યું હતું. આ બન્ને ગત 12 વર્ષથી આ શોમાં દેખાઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ