જેની હથેળીમાં હોય અર્ધચંદ્ર તે વ્યક્તિ હોય છે લાખોમાં એક….

માણસના જન્મની સાથે જ તેનું ભાગ્ય પણ નક્કી થઈ જ જાય છે. વ્યક્તિનું નસીબ તેની હથેળીમાં આવેલી હસ્તરેખાઓમાં છુપાયેલું હોય છે. હસ્તરેખાઓના પઠનથી વ્યક્તિના ભાગ્ય વિશેની અજાણી વાતો જાણી શકીએ છીએ. તો આજે આપણે જાણીએ હસ્તરેખાઓમાં સૌથી વધારે પ્રચલિત એવી રેખા વિશે.

આપણી હથેળીમાં અનેક નાની, મોટી રેખા અને ચિન્હો બનેલા હોય છે. આ રેખાઓમાં સૌથી વધારે ચર્ચીત છે બંને હથેળીને જોડવાથી બનતો અર્ધચંદ્ર. બંને હથેળી એકસાથે રાખો ત્યારે તમારા હાથના આગળના ભાગની મોટી રેખાઓ એકબીજા સાથે જોડાય અને તેના કારણે અર્ધચન્દ્રાકાર બને તે રેખાનું સૌથી વધારે મહત્વ રહેલું છે. આ અર્ધચંદ્ર બંને હથેળીની હૃદયરેખાને એકસાથે મળીને બનાવે છે. તો ચાલો આજે જાણીએ કે આ અર્ધચંદ્ર શું સુચવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આ રેખા વ્યક્તિના ભાગ્ય અને સ્વભાવ વિશે જાણકારી આપે છે. તો ચાલો આજે જાણો કે આ અર્ધચંદ્ર વ્યક્તિ વિશે શું સુચવે છે.

– જે વ્યક્તિની હથેળીમાં અર્ધચંદ્ર બનતો હોય તે વ્યક્તિ શાલીન હોય છે. તેમનું મગજ સતેજ હોય છે.
– જેના હાથમાં અર્ધચંદ્ર બનતો હોય તેઓ શાંત સ્વભાવના હોય છે.
– આવા લોકો આરામથી કામ કરવામાં માને છે. પરંતુ જે કામ કરે છે તેના માટે તે સખત મહેનત કરે છે.
– જો આ અર્ધચંદ્ર સ્પષ્ટ રેખાઓથી નહીં પરંતુ વાંકી-ચુકી રેખાઓથી બનતો હોય તેવા વ્યક્તિ મનમોજી સ્વભાવના હોય છે. તેઓનું મન ચંચળ હોય છે.
– તેમના સ્વભાવના કારણે લોકો તેના તરફ આકર્ષાતા હોય છે.
– આ પ્રકારના લોકો સમસ્યાઓમાંથી પણ માર્ગ કાઢી આગળ વધતાં રહે છે.

લેખન.સંકલન : યશ મોદી