જેના ગાલના ખંજન પર ઘેલું છે બોલિવૂડ એવી પ્રિટી, થઈ ૪૪ની, ફિલ્મોમાં ઘણાં સમયથી દેખાઈ નથી, જાણો તે હાલ કરે છે શું?

પ્રિટી ઝિન્ટા, એણે માત્ર પોતાની ઓળખ બોલિવૂડ એક્ટ્રેસ તરીકે નહીં બલ્કે તેણીએ પોતાની જાતને બહુમુખી પ્રતિભા તરીકે સ્થાપિત કરી છે.

 31 જાન્યુઆરી 1975 ના રોજ જન્મેલ પ્રિટીનું ખરું નામ પ્રિતમસિંહ ઝિન્ટા હતું. તેણી હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રોહરુના પરિવારમાં જન્મ્યા છે. તેણીના પિતા, દુર્ગાનંદ ઝિન્ટા, ભારતીય સેનાના અધિકારી હતા. આ અભિનેત્રીના પિતા તેણી માત્ર ૧૩ વર્ષની નાની વયે કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આવી  દુખદ પરિસ્થિતિમાં તેમની માતા, નિલપ્રભા; તેઓ પણ પણ સાથે હતાં અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતા. અને પરિણામે બે વર્ષ સુધી બેડરેસ્ટ રહ્યો હતો. ઝિન્ટાએ આ દુખદ અકસ્માત અને તેના પિતાના મૃત્યુને તેના જીવનમાં એક મહત્વનો ટર્નિંગ પોઇન્ટ ગણાવ્યો છે. તેણીનું કહેવું છે કે આ બનાવ બાદ તેણી નાનપણમાં ઝડપથી પરિપક્વ થવા મજબૂર કરી છે.

પ્રિટી ઝિન્ટા અન્ય અભિનેત્રીઓ કરતાં થોડી હટકે જ છે. તેની સ્માઈલ અને તેના ગાલ પરના ખંજન તેના વ્યક્ત્તિત્વમાં ઓર નિખાર લાવે છે. તે પોતાની ફિટનેસ અને બ્યુટીને લઈને ખૂબ જ સચેત છે. તેની વય આજે ૪૪ની થઈ છતાંય તે ખૂબ જ સુંદર અને તંદુરસ્ત લાગે છે. પ્રિટી ઝિંટા એક સફળ બિઝનેસ વુમન છે અને તે એક સમજદાર ગૃહિણી પણ સાબિત થઈ રહી છે. તેના વિશે ગોસિપ્સ અને બોલિવૂડ રૂમરર્સ પણ ઓછી થાય છે. આજે એના જન્મદિવસ નિમિત્તે તેના વિશેની કેટલીક જાણી – અજાણી વાતો જાણો.

તેને એક વખત ગોડફ્રે ફિલિપ્સ બ્રેવરી એવોર્ડ મળ્યો છે, જે તે સમયે તેણે અંડરવર્લ્ડની ધમકી ભરી વાતો વિશે ખુલાસો કરીને કેસના બદલામાં જુબાની આપી હતી. એ સમયે શાહરૂખ અને સલમાન પણ એની સાથે હતા.

લગ્ન પછી તે ફિલ્મોમાં ઓછું દેખાતી પ્રિટી તેના હસબન્ડ સાથે વિવિધ સ્થળે એડવેન્ચર કરવા નીકળી પડે છે, કહેવાય છે કે દુનિયાના દરેક ખૂણામાં તેના મિત્રો છે અને તે સૌની સાથે મનભરીને જીવન માણે છે.

પ્રિટીએ વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લઈને નેગોશિયેટિંગ અને ડીલ મેકિંગ પર એક મહિનાનો કોર્સ કર્યો હતો. તેને બિઝનેશ કરવાનો પણ શોખ છે તેથી જ તેણીએ આઈ.પી.એલની ક્રિકેટ ટીમનું પણ સંચાલન સફળતા પૂર્વક કર્યું છે.સ

પ્રિટી માત્ર અભિનેત્રી જ નહીં લેખિકા પણ છે, તેણીએ બી.બી.સી માટે હિન્દી ફિલ્મો અંગે તેના અનુભવો અને અભિપ્રાયોને લગતા લેખ લખ્યા છે.

પ્રિટી વિશે કોઈ બાબત ખાસ છૂપી નથી. એ વાતે સારું એવું રોમાંચ જાગ્યું હતું તેના ફેન્સમાં કે તેણીને શાનદાર અમરોહીએ દત્તક લીધી હતી અને વારસામાં 600 કરોડની પ્રોપર્ટી તેના નામે થઈ હતી. આટલી મોટી રકમનો સ્વીકાર કરવાનો તેણે સહતાપૂર્વકનો વિવેક દાખવ્યો હતો. અને તેણે એ ન લઈને એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું.

તેણે યુનિવર્સિટી ઑફ ઈસ્ટ લંડનની આર્ટ્સમાં ડોક્ટરેટની ડીગ્રી મેળવી છે. ઓક્ટોબર ૨૦૧૦માં તેણી ડો. ઝિન્ટા કહેવાઈ હતી. પ્રિટીએ અનેક સમાજ સેવાકીય કાર્યો પણ કર્યા છે. ૨૦૦૯ દરમિયાન ઋષિકેશના  એક સઅનાથાશ્રમની ૩૪ બાળકીઓ દત્તક લઈને તેનો ખર્ચ ઉપાડવાની તેણે જવાબદારી લીધી છે.

પ્રિટીનાની હતી ત્યારે તેના માતા – પિતાનો અકસ્માત થયો અને પિતા ગુમાવ્યા પરંતુ તેણી પણ બે વખત બચી છે. એકવાર ૨૦૦૪માં એક કાર્યક્રમમાં ધડાકો થયો ત્યારે તે માંડ બચી હતી અને એજ વર્ષે થાઈલેન્ડની ત્સુનામી વખતે પણ તે ત્યાં ફરવા ગઈ હતી અને સુખરૂપ પાછી વળી છે.

તેણી લાંબા સમયથી યુ.એસ.માં સ્થાઈ બોયફ્રેન્ડ, જીન ગુડનોઓ સાથે લગ્ન કર્યા પછી, આ અભિનેત્રી થોડા સમયથી લાઈમ લાઈટથી દૂર રહી હતી. પરંતુ હવે, ભૈયાસજીની સુપરહિટ રિલીઝ પછી, અભિનેત્રી ફરીથી રંગતમાં આવી ગઈ છે.