જેફ બેજોસ આઠ કલાકની ઊંઘ સાથે ક્યારે નથી થતા સંમત, વાંચો તો ખરા આટલા ધનવાન વ્યક્તિ કેટલું સાદું જીવન છે જીવે છે

વિશ્વમાં એવા લોકો બહુ ઓછા હશે જે જેફ બેજોસને નહીં ઓળખતા હોય. આજની સ્થિતિએ તેઓ વિશ્વના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે પરંતુ થોડા દિવસ પહેલા સુધી તેઓ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ.હતા. જેફ બેજોસ પ્રસિદ્ધ કંપની અમેઝોન.કોમ ના સંસ્થાપક છે. 57 વર્ષીય જેફ બેજોસએ વર્ષ 1986 માં પ્રિંસ્ટન યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ કોમ્પ્યુટર વિજ્ઞાન ક્ષેત્રમાં ઘણા દિવસો સુધી કામ કર્યું. ત્યારબાદ તેઓએ અન્ય કેટલીક જગ્યાઓએ પણ કામ કર્યું. એક સમય એવો પણ હતો કે જેફ બેજોસ એક બેડરૂમ વાળા ભાડાના ઘરમાં રહેતા હતા અને આજે તેમની પાસે કેટલાય આલીશાન ઘર અને અમેરિકામાં ઘણા એકરની જમીનો છે.

image source

જેફ બેજોસનું આખું નામ જેફ પ્રેસ્ટન બેજોસ છે. બિઝનેસ ઇનસાઈડરના એક અહેવાલ મુજબ જેફ બેજોસ પાસે કેટલા રૂપિયા હશે તેનો અંદાજ તમે એ વાત પરથી જ લગાવી શકો છો કે વર્ષ 2020 માં તેઓ દર સેકન્ડમાં 1.81 લાખ રૂપિયા કમાયા હતા. તેનું સપનું એ છે કે તેઓ ચંદ્ર પર કોલોની બનાવે. તેમની કંપની બ્લુ ઓરિજીન આ વર્ષે એપ્રિલ મહિનાથી પર્યટકોને અંતરિક્ષમાં મોકલવાની શરૂઆત પણ કરનાર છે.

જેફ બેજોસની દિનચર્યા કેવી છે ?

image source

વર્ષ 2018 માં ધ ઇકોનોમિક્સ કલબ ઓફ વોશિંગ્ટન ડીસીમાં ઇન્ટરવ્યૂ દરમિયાન જેફ બેજોસે પોતાની દિનચર્યા વિશે જણાવ્યું હતું કે તેઓ આઠ કલાકની ઊંઘ સાથે ક્યારેય સમાધાન નથી કરતા. તેઓ રાત્રે જલ્દી ઊંઘી જાય છે અને સવારે જલ્દી ઉઠી જાય છે. સવારે આરામથી કોફી પીતા પીતા અખબાર વાંચે છે અને બાદમાં નાસ્તો કરે છે અને ત્યારબાદ પોતાના કામમાં લાગી જાય છે.

image source

ન્યુયોર્ક પોસ્ટની એક રિપોર્ટ મુજબ જેફ બેજોસના ન્યુયોર્ક સ્થિત ઘરની કિંમત અંદાજે સાત અબજ રૂપિયા છે. જ્યારે વોશિંગ્ટન ડીસી સ્થિત તેના ઘરની કિંમત એક અબજ રૂપિયાથી પણ વધુ છે. એ સિવાય કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ ખાતેના તેના ઘરની કિંમત 12 અબજ રૂપિયાથી વધુ છે. એટલું જ નહીં પણ તેમની પાસે આ સિવાયના પણ અનેક શાનદાર ઘર છે જ્યાં જરૂરત મુજબની બધી સુખ સુવિધાઓ છે.

image source

એવું કહેવાય છે કે જેફ બેજોસે પોતાની કંપનીનું નામ કેડેબ્રા રાખ્યું હતું પરંતુ બાદમાં તેને બદલીને અમેઝન કરવામાં આવ્યું હતું. તેનું કારણ એ બતાવવામાં આવ્યું કે તેના એક સાથીએ કંપનીનું નામ કેડેબ્રાના બદલે કેડેવર વાંચી નાખ્યું હતું તેનાથી તેમને એવું લાગ્યું કે કદાચ લોકો પણ તેની કંપનીનું નામ સાચી રીતે નહીં વાંચી શકે અને ત્યારબાદ તેઓએ નામ બદલીને અમેઝન રાખ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ