છે ને બાકી શોખ, જેફ બેજોસની બાજુમાં બેસી અંતરિક્ષની યાત્રા કરવા માટે અબજો રૂપિયા ચૂકવ્યા અનામી વ્યક્તિએ

વિશ્વના સૌથી અમીર અરબપતિ અને અમેઝન કંપનીના ઓનર જેફ બેજોસ અંતરીક્ષની યાત્રાએ નીકળવાના છે. જે સ્પેસશીપમાં જેફ બેજોસ રવાના થશે તેની બાજુની સીટમાં બેસવા માટે હરરાજી કરવામાં આવી હતી. જેમાં અમેરિકન કંપની બ્લુ ઓરિજિનની પ્રથમ સ્પેસ યાત્રામાં જેફ બેજોસ સાથે અંતરિક્ષ યાત્રાએ જનાર પ્રવાસીની પસંદગી થઈ ગઈ છે. અંતરિક્ષ યાત્રા માટે આ વ્યક્તિએ 28 મિલિયન ડોલર એટલે કે લગભગ 205 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જો કે હજુ સુધી આ વ્યક્તિનું નામ શું છે તેના વિશે કંઈ જાણવા નથી મળ્યું.

image source

જેફ બેજોસ સાથે અંતિરક્ષની યાત્રા કરવા માટે આ વ્યક્તિની પસંદગી કરવા માટે દસ મિનિટ સુધી હરરાજી ચાલી હતી. જેમાં દુનિયાના 159 દેશોમાંથી 7600 લોકોએ ભાગ લીધો હતો. જેફ બેજોસ સાથે તેના ન્યુ શેફર્ડ રોકેટમાં જનારા વિજેતાનો નિર્ણય છેલ્લી ત્રણ મિનિટની હરરાજીમાં થવા પામ્યો હતો. વિજેતા વ્યક્તિએ જેફ બેજોસ સાથે ટિકિટ બુક કરવા માટે બે અરબ રૂપિયાથી વધુ કે 28 મિલિયન ડોલરની ચુકવણી કરી હતી.

ધરતીને અંતરિક્ષ પરથી જોવી

image source

બ્લુ ઓરિજિનના ઓનર જેફ બેજોસએ પોતાની અંતરિક્ષ યાત્રા અંગે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ધરતીને અંતરિક્ષમાંથી જોવી તમને બદલાવી નાખે છે આ ગ્રહથી તમારા સંબંધને બદલી નાખે છે. હું આ હવાઇયાત્રામાં સવાર થવા ઈચ્છું છું કારણ કે આ એક એવી ચીજ છે જે હું હંમેશાથી કરવા ઇચ્છતો હતો. આ એક રોમાંચ છે. આ માટે માટે બહુ મહત્વપૂર્ણ છે. 20 જુલાઈ એ જ દિવસ છે જ્યારે અમેરિકાના પ્રથમ એપોલો 11 મિશન દ્વારા માણસે ચંદ્ર પર પ્રથમ પગ મૂક્યો હતો.

image source

બ્લુ ઓરિજિનનું ન્યુ શેફર્ડ કેપસુલ સંપૂર્ણ રીતે સ્વચાલિત છે. આ માટે પાયલોટની જરૂર નથી રહેતી. બેજોસના ન્યુ શેફર્ડ રોકેટને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જો કોઈ ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાય તો કેપસુલ અધવચ્ચે જ રોકેટથી અલગ થઈ જશે અને યાત્રી રોકેટથી દૂર થઈ જશે. એટલું જ નહીં કેપસુલ એ રીતે બનવવામાં આવી છે કે જો પેરાશૂટ ન ખુલે તો પણ તે સલામત રીતે પૃથ્વી પર ઉતરી શકે. નિષ્ણાંતોના મંતવ્ય મુજબ આટલી સુરક્ષા બાદ પણ બેજોસની આ અંતરિક્ષ યાત્રા જોખમથી બિલકુલ સુરક્ષિત નથી અને જીવલેણ પણ બની શકે છે. વર્ષ 2014 માં વર્જિન ગેલેસ્ટિકની એક યાત્રા અનેક કટકાઓમાં વહેંચાઈ ગઈ હતી અને આ ઘટનામાં એક પાયલોટનું મૃત્યુ પણ થયું હતું.

20 જુલાઈના દિવસે ઉડાન ભરશે ન્યુ શેફર્ડ

image source

બ્લુ ઓરિજિનની પ્રથમ પેસેન્જર ફ્લાઇટ 20 જુલાઈના લોન્ચ સાઇટ ટેક્સાસથી ઉડશે. અમેઝોનના સીઈઓ જેફ બેજોસએ ગયા સપ્તાહે જ જણાવ્યું હતું કે તે એમના ભાઈ માર્ક સાથે આ પ્રથમ ફ્લાઈટમાં સ્પેસની યાત્રા કરશે. બ્લુ ઓરિજિન જેફ બેજોસની જ કંપની છે. જેફ બેજોસ 5 જુલાઈના રોજ અમેઝનનું.સીઈઓ પદ છોડશે અને ત્યારબાદ એન્ડી જેસી અમેઝોનના સીઈઓ બનશે.

બ્લુ ઓરિજિનના ફાઉન્ડેશનને મળશે રકમ

image source

બ્લુ ઓરિજિનએ પહેલાં કહ્યું હતું કે પ્રથમ પેસેન્જર ફ્લાઈટની એકમાત્ર સીટની હરરાજીમાં જે રકમ મળશે તે કંપનીના ફાઉન્ડેશનને આપવામાં આવશે. આ એક કલબ ઓફ ફ્યુચર ચર જે ગણિત અને વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહન આપે છે. આ ફ્લાઈટની યાત્રા કુલ 11 મિનિટની હશે. આ દરમિયાન ફ્લાઇટ 100 કિલોમીટર એટલે કે 62 માઈલની ઊંચાઈ સર કરશે. આ ફ્લાઈટના યાત્રી કેરમેન લાઈન સુધીની યાત્રા કરશે. આ લાઈન પૃથ્વીના વાતાવરણ અને સ્પેસ વચ્ચેની સરહદ તરીકે ઓળખાય છે.

ગ્રાહકોને ચાર દિવસનો અનુભવ મળશે

image source

નોંધનીય છે કે આ પહેલા કંપની કહી ચુકી છે કે આ યાત્રા કરનારાઓને કુલ 4 દિવસનો અવકાશની યાત્રા કરવાનો અનુભવ મળશે. તેમાં 3 દિવસની પ્રિ ફ્લાઇટ ટ્રેનિંગ શામેલ છે. આ ટ્રેનિંગ કંપનીની લોન્ચ સાઇટ ટેક્સાસના વેન હોર્નમાં આપવામાં આવશે. આ ટ્રેનિંગ દરમિયાન ખાવા પીવા સહિત બધા પ્રકારની સુવિધાઓ બ્લુ ઓરિજિન તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong