જલ્સા કરોને જેંતીલાલ

જેફ બેઝોસની એક્સ –વાઈફ, વિશ્વની ચોથા ક્રમની સૌથી ધનવાન મહિલા, પોતાની અબજોની સંપત્તિનું દાન કરવા જઈ રહી છે !

એમેઝોનના માલિક જેફ બેઝોસની પૂર્વ પત્નિ મેકેન્ઝી ડીવોર્સ વખતે પોતાને મળેલી અબજોની એલીમનીમાંથી અરધોઅરધ સંપત્તિ દાન કરી રહી છે.

ગત મહિને એટલે કે 2019ના એપ્રિલ મહિના જેફ બેજોઝ ખુબ જ ચર્ચામાં હતા. પણ આ વખતે તેઓ પોતાના વ્યવસાયિક સાહસો માટે નહીં પણ પત્ની સાથેના ડિવોર્સના કારમે ચર્ચામાં હતા.

કહેવાચ છે કે તેમના ડીવોર્સ ઇતિહાસના સૌથી મોંઘા ડિવોર્સ હતા. કારણ કે આ કિસ્સામાં પત્નીને એલીમની તરીકે અબજોની સંપત્તિ મળી છે.

ડીવોર્સની શરતો પ્રમાણે બેજોઝની એક્સ વાઈફ મેકેન્ઝીને તેની કંપનીના ચાર ટકા શેયર મળ્યા હતા જેની કીંમત લગભગ 37 અબજ ડોલરહની છે. જેને રૂપિયામાં કન્વર્ટ કરવા જઈએ તો લગભગ અઢી લાખ કરોડ રૂપિયા થાય.

ડીવોર્સ દ્વારા મળેલા આ અબજો રૂપિયામાંથી મેકેન્ઝી અરધો અરધ રકમ દાન કરવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે જેફ બેજોઝ એ વિશ્વની વિશાળકાય કંપની એમેઝોનના સીઈઓ છે. જેમની પોતાની નેટ વર્થ લગભગ 8-9 લાખ કરોડની છે.

તમને એ પણ જણાવી દઈએ કે ડીવોર્સની શરતો પ્રમાણે મેકેન્ઝીને એલીમની માટે જે રકમ મળી હતી તેના કારણ તેણી વિશ્વની ચોથા ક્રમની સૌથી ધનવાન સ્ત્રી બની ગઈ હતી.

મેકેન્ઝીએ આ નિર્ણય વોરેન બફેટ અને બિલ ગેટ્સથી પ્રેરાઈને લીધો છે.

વોરેન બફેટ અને બિલગેટ્સ અને તેમના પત્ની દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ જોઈન ધ ગીવીંગ પ્લીજ કે જેમાં વિશ્વના કરોડ પતિઓ પોતાની અરધી સંપત્તિ દાન કરે છે તેમાં મેકેન્ઝી જોડાઈ છે અને તેને લઈને જ તેણે પોતાની અરધી સંપત્તિનું દાન કરવાની જાહેરાત કરી છે.

જો કે મેકેન્ઝીના એક્સ હસબન્ડ જેફ બેઝોસ જે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે તેમણે હજુ આ પ્લીજને ફોલો નથી કરી. પણ તેમણે પોતાની પૂર્વ પત્નીના પગલાંને ટ્વીટર પર બીરદાવ્યું છે.

આ પહેલાં ઘણા બધઆ કરોડપતિઓ પોતાની ઘણી બધી સંપત્તિ દાનમાં આપી છે. અને સમાજ પ્રત્યે પોતાની ફરજનો દાખલો પુરો પાડ્યો છે.

એમ પણ વિશ્વમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ ઓર વધારે ઉંડી થતી જાય છે તેવા સંજોગોમાં આવું દાન એક આશાનું કીરણ જ કહી શકાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version