જો તમે તમારો જીવ ગુમાવવા માંગતા હો તો જ ફેશનના ગુલામ બનીને ટાઈટ જીન્સ પહેરજો.

આપણ એ સવાલ થાય કે આપણા વ્યક્તિત્વને અલગ ગેટપ આપતું જીન્સ નુકસાન કારક હોઈ શકે? પણ સંશોધનના અંતે નીકળેલા તારણ મુજબ ટાઈટ જીન્સ પહેરવાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે.

image source

આજકાલ જીન્સ યુવાનોની પહેલી પસંદ છે .એમાં પણ ખાસ કરીને ફિગર બતાડવાની ઘેલછાને કારણે ટાઈટ કપડાં પહેરવાની એક ફેશન ચાલી છે. મહિલાઓને જીન્સ પહેરવા વધુ પસંદ છે એટલા માટે પણ છે કે એમાં દુપટ્ટો સાચવવાની ઝંઝટ રહેતી નથી તેમજ  સગવડદાયક રીતે મુક્ત રહી  શકાય છે.

image source

low waist jeans high waist jeans આકર્ષક અને સ્માર્ટ લુક આપી શકે છે પરંતુ તે સાથે સાથે બીમારીઓને પણ આમંત્રણ આપી શકે છે.

image source

ટાઈટ કપડા અથવા તો ટાઈટ જીન્સ પહેરવાથી સૌથી પહેલા તો ચાલવામાં કે દોડવામાં તકલીફ પડે છે .એટલું જ નહીં શરીરનું પોશ્ચર પણ લાંબા ગાળે બગાડવા માંડે છે.

image source

પેટ ઓછું દેખાય તેવા આશયથી પણ પહેલા અતિશય ટાઈટ કપડાને કારણે  પણ બેસવા, ઊઠવા કે ચાલવામાં તકલીફ થાય છે. એટલું જ નહીં શરીરની અંદરના અવયવ સતત દબાયેલા રહેવાને કારણે તેમાં બ્લડ સર્ક્યુલેશનમાં ઘટાડો થવાને કારણે નુકસાન થઈ શકે છે.

image source

ટાઈટ જીન્સને કારણે બેસવા ઊઠવામાં પડતી તકલીફને પરિણામે કરોડરજ્જુ પર પણ દબાણ આવે છે અને કરોડરજ્જુની સમસ્યા સર્જાઇ શકે છે.

image source

ટાઈટ કપડા શરીરને સતત જકડી રાખતા હોવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સર્જાતી ખામીને કારણે શરીરને અંદરથી તો નુકસાન થાય છે પરંતુ લાંબો સમય ફીટ કપડાં પહેરવાને કારણે શરીરનો  શેપ પણ ધીરે ધીરે બગડે છે અને શરીર બેડોળ બનવા લાગે છે.

image source

સતત જીન્સ પહેરી રાખવાથી ત્વચાની સમસ્યાઓ પણ થઈ શકે છે. જીન્સનું કપડું જાડું હોવાને કારણે ત્વચાને ચપોચપ રહેતું  હોવાને કારણે ત્વચાને મળતા ઓક્સિજનમાં પણ ખામી સર્જાય છે એટલું જ નહીં પરસેવાને સુકાવા ની જગ્યા પણ રહેતી નથી.

image source

ટાઈતા કપડાને કારણે બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય નહીં થવાને પરિણામે  ફંગલ ઇન્ફેક્શન, ચકામાં પડવા, ખૂબ ખંજવાળ આવવી, અને ત્વચા શુષ્ક પડી જવા જેવી ત્વચા સંબંધી બીમારીઓ પણ સર્જાય છે.

image source

બ્લડ સર્ક્યુલેશનની અનિયમિતતાને કારણે શરીરનો તેમજ માથાનો દુખાવો પણ થઈ શકે છે. લાંબા ગાળા સુધી ચાલતી કોઈપણ સમસ્યાનુ  નિદાન ન કરવામાં આવે તો એમાંથી ગંભીર બીમારી ઉભી થવાનું જોખમ પણ રહેલું છે.

image source

આપણે એવું નથી કહેતા કે જીન્સ પાશ્ચાત્ય પોશાક છે અને ન પહેરવો જોઈએ ,પરંતુ જ્યારે કોઈપણ કપડાંની પસંદગી કરીએ ત્યારે તે આપણા શરીરને અનુરૂપ છે કે નહીં એ પહેલા ચકાસવું જોઈએ. હંમેશા ફેશનમાં આવતા કપડા અનુકૂળ હોય જ એવું બનતું નથી હોતું.

image source

અત્યારની વિચારસરણી મુજબ કુર્તા પાયજામા, પંજાબી સૂટ કે સાડી જૂના જમાનાની ફેશન ગણાય છે ,પરંતુ આ કપડા પ્રમાણમાં થોડા ખુલતા હોવાથી આપણા શરીરમાં મળવી જોઇતી હવાની આવનજાવન માટે વિશેષ સગવડદાયક છે.એટલું જ નહીં થોડા ખુલતા હોવાથી પરસેવો સુકાઈ જવાને પણ અવકાશ રહે છે અને ચામડીના રોગથી પણ બચી શકાય છે.

image source

કહેવાનો આશય એ નથી કે પાશ્ચાત્ય ઢબના કપડા ન પહેરવા કે તે નુકસાનકારક જ હશે. એવી  સંસ્કૃતિને અનુલક્ષીને કપડાની કોઈ  સરખામણી નથી પરંતુ કહેવાનુ‌ તાત્પર્ય એ જ કે અતિશય -અતિશય ફીટ આઉટફિટ  સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

image source

ટોપ અને જીન્સ પણ અત્યંત ટાઈટ પહેરવાને બદલે ચાલવા, બેસવા ,ઊઠવા જેવી શારીરિક ક્રિયા માં કમ્ફર્ટેબલ રહે તે રીતે પસંદ કરવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ