જીન્સની ચમક અને લાઈફ વધારવા માટેની આ ટિપ્સ સૌને ખુબ જ કામ માં લાગશે એની ગેરેન્ટી

મોંઘા જિન્સની સસ્તી સંભાળ.

જીન્સ યુવાનોની પહેલી પસંદ છે. બજારમાં મળતા જાતજાતના જીન્સ અને જાતજાતની પેટર્ન આબાલવૃદ્ધ સૌને આકર્ષે છે. પણ જ્યારે જીન્સના કપડા ધોવાની વાત આવે ત્યારે પત્નીઓ /મમ્મીઓ બૂમો પાડતી જોવા મળે છે . પણ એ લોકોને ખબર જ છે કે પોતાના દેખાવ પરત્વે સભાન લોકો પરફેક્ટ લુક માટે જીન્સ પહેરવાનું વધુ પસંદ કરે છે.

image source

જીન્સ સ્ટાઇલિશ લુક આપે છે અને સાથે સાથે એને પહેરવું એટલા માટે પણ સરળ છે કે જીન્સ ને વારેવારે ધોવું પડતું નથી.આમ પણ જીન્સ વારેવારે ધોઈ શકાય એમ પણ હોતું નથી . જીન્સ નું જાડુ મટીરીયલ ધોવાની વાત આવતા જ તોબા પોકારી જવાય છે. જીન્સને ધોવાનું કામ કઠિન છે. જીન્સના કપડા ધોવા બહુ મહેનત માંગી લેતું કામ છે.

image source

જીન્સના કપડા વારંવાર ધોવાથી તેનો રંગ પણ ઉડી જાય છે અને તેનું મટિરિયલ પણ ખરાબ થઈ જાય છે.મોટાભાગના લોકો જીન્સને ધોવાની સમસ્યાથી બચવા માટે તેને સીધું જ ડ્રાય ક્લિનિંગમાં આપવાનું પસંદ કરે છે પણ જીન્સને ડ્રાય ક્લિનિંગ કરાવવાનો ખર્ચો પણ ખિસ્સાને સારું એવું હળવું બનાવે છે.

 

image source

જીન્સ ધોવાની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમે તમારી સમક્ષ થોડીક સરળ ટિપ્સ લઈને આવ્યા છીએ. જે તમારા જીન્સની ચમક સાથે તમારા ખિસ્સાની ચમકને પણ બરકરાર રાખશે, અને પત્ની તથા મમ્મીના મૂડને પણ.

image source

જીન્સ ના કપડા હંમેશા ઠંડા પાણીએ ધોવા જોઈએ.ઠંડા પાણીમાં જિનસા ધોવાથી તેનો રંગ લાંબા સમય સુધી જળવાય છે. અન્ય કપડામાં પણ તેનો રંગ બેસવાની સંભાવના રહેતી નથી, વળી તેના કાપડની મજબૂતી પણ જળવાઈ રહે છે. ગરમ પાણીમાં પલાળેલા અને ગરમ પાણીમાં ધોવાતા કપડાંનો રંગ જલદી ઊડી જતો હોય છે માટે જીન્સ નો રંગ લાંબો સમય જાળવવા જીન્સને ઠંડા પાણીમાં ધોવુ હિતાવહ છે.

image source

જીન્સ ના કપડા ઉંધા કરીને ધોવા જોઈએ. કપડા ઉંધા કરીને ધોવાથી તેનું મટીરીયલ અને રંગ લાંબો સમય સુધી ટકી રહેશે.

જીનસના કપડા વોશિંગ મશીનની અંદર જેંટલ મોડ પર ધોવા હિતાવહ છે, ઉપરાંત જીન્સ ને ડ્રાયરમાં સૂકવવાને બદલે કુદરતી રીતે સુકાવવું વધુ યોગ્ય છે.જીન્સ ને ડ્રાયરમાં સુકવવાથી તે સંકોચાઇ જાય છે . તેનું મટીરીયલ પણ ઢીલું જાય છે. જીન્સ ના કપડા પ્રમાણમાં જાડાં હોવાથી તેને ડ્રાયરમાં સૂકવવાથી તે ઝડપથી ફાટી જાય છે.

image source

સામાન્ય રીતે એમ લાગે કે જીન્સના પેન્ટ કે જેકેટ ધોવા નાખતી વખતે ડિટર્જન્ટ પાવડર થોડો વધારે નાખવાથી કપડાં વધારે ચોખ્ખા થશે ,જિન્સના કપડાં ધોવા સ્ટ્રોંગ ડિટર્જન્ટ પાઉડર વાપરવો જોઇયે.પણ આવી સમાજ એ ગેરસમજણ થી વિશેષ કશું જ નથી. હકીકતમાં જીન્સના કપડા માઇલ્ડ ડિટર્જન્ટ પાવડરથી ધોવા જોઈએ॰ જેમાં બ્લીચ અને કોસ્ટિક સોડા ઓછા વાપરવામાં આવ્યા હોય તેવો પાવડર વાપરવામાં આવે તો જીન્સના કાપડની ચમક અને રંગ બને જળવાઈ રહે છે. ડ્રેસનું કાપડ જાડું હોવાથી ઘણા લોકો એને બ્રશથી ઘસી ઘસીને સાફ કરતા હોય છે પરંતુ બ્રશ જીન્સના રંગને ફેડ કરી નાખે છે અને મટીરીયલને પણ નુકસાન કરે છે.

image source

મોટેભાગે જીન્સના કપડા ઉપર તેને ધોવા અંગેની સ્પષ્ટ સૂચના આપેલી જ હોય છે. તેને ધ્યાનથી વાંચી અને તે પ્રમાણે અનુસરવાથી જીન્સના કપડાની આવરદા વધારી શકાય છે.

જીન્સના કપડા અન્ય કપડાં થી જુદા રાખી ધોવા જોઈએ, કારણ જો જીન્સના કાપડનો રંગ ઉતરતો હશે તો તેની સાથે ધોવા નાખેલા અન્ય કપડાં પણ ખરાબ થાય છે.

image source

આપણને નવાઈ લાગે પણ જીન્સ મશીનમાં ધોવાને બદલે હાથેથી જ ધોવું વધુ યોગ્ય હોય છે.

સૌથી મહત્વની સૂચના એ છે કે જીન્સના કપડા ત્રણ સ્તરમાં ધોવા જોઈએ. પહેલા તેને દસથી પંદર મિનિટ માઈલ્ડ ડિટર્જન્ટ પાવડરમાં પલાળવા જોઈએ. ત્યારબાદ તેને હાથેથી ઘસીને ધોઈને સાફ પાણીથી બે-ત્રણ વખત ધોઈ લેવાં.

image source

જીન્સના કપડાં ધોયા બાદ તેની પર ફેબ્રિક સોફટનર લગાડવાથી જીન્સના કાપડની અને રંગની ચમક જળવાઈ રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ