જે મિત્રોને સતત પગ દુખતા હોય એમના માટે ખાસ…

વધારે સમય ઉભા રહેવાથી કે ચાલવાથી પગમાં દર્દ થવાની સમસ્યા સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ જો તમારા પગમાં હંમેશા દર્દ રહેતું હોય અને તેની સાથે જ તમને નબળાઈ અનુભવાતી હોય તો આ સમસ્યાને હળવાશથી ન લેતા. પગમાં વારંવાર થતા દર્દથી છૂટકારો મેળવવા માટે સામાન્ય રીતે લોકો ડોક્ટરની મદદ લેતા હોય છે. પંરતુ જો તમે કેટલાક ઘરેલુ નુસ્ખાઓ અપનાવશો તો તમારા પગના દર્દમાં તમને રાહત મળી શકે એમ છે. તો આજે અમે તમને આ ઘરેલુ નુસ્ખા વિશે બતાવીએ, જેનાથી તમારું પગનું દર્દ ગાયબ થઈ જશે.

સિરકા (સફરજનનું અર્ક)


સોજો, મચકોડાવાની તકલીફ તમને થઈ રહી છે, તો તેનાથી બચવા માટે તમે સિરકાનો ઉપયોગ કરી શકો છો. સિરકા પગમાં થતા દુખાવાથી છૂટકારો મેળવવા માટેનો અક્સીર ઈલાજ કહેવાય છે. એક ડોલ ગરમ પાણીમાં બે મોટા ચમચા સિરકા અને એક નાની ચમચી સિંઘવ મીઠું મિક્સ કરો. હવે આ પાણીમાં તમારા પગને અંદાજે 20 મિનીટ સુધી ડુબાડીને રાખો. આનાથી તમારા પગને તરત રાહત મળશે.

સિંધવ મીઠું


સિંધવા મીઠું પગના દર્દને આસાનીથી દૂર કરી દે છે. આ નુખ્સો અજમાવવા માટે એક ટબ ગરમ પાણી લો, તેમાં 2-3 ચમચી સિંધવ મીઠું મિક્સ કરો. આ ટબમાં તમારા પગમાં 10થી 15 મિનીટ સુધી ડુબાડી રાખો. તમારા પગનું દર્દ દૂર થઈ જશે.

આઈસ થેરેપી


પગમાં સોજો અને અસહનીય દર્દ થતું હોય અને તેને ઓછું કરવું હોય તો આઈસ થેરેપી કારગત નુસખો માનવામાં આવે છે. આ નુસ્ખો અજમાવવા માટે એક નાની પ્લાસ્ટિકની થેલીમાં બરફના ટુકડા નાખો અને જ્યાં દર્દ થતું હોય ત્યાં સરક્યુલર મોશનમાં માલિશ કરો. આનાથી પગનો સોજો તો દૂર થશે. પરંતુ ધ્યાન રાખો કે, આઈસ પેકનો ઉપયોગ 10 મિનીટથી વધુ સમય ન કરતા.

લવિંગનું તેલ


લવિંગનો ઉપયોગ સદીઓથી ઔષધિના રૂપે કરવામાં આવે છે. ખાસ કરીને લવિંગનું તેલ માથાનો દુખાવો, સાંધાના દર્દ, એથ્લિટ ફૂટ અને પગના દર્દને દૂર કરવામાં અદભૂત તેલ માનવામાં આવે છે. પગના દર્દમાં રહાત મેળવવા માટે લવિંગના તેલથી પગમાં ધીરે ધીરે માલિશ કરો. સારું પરિણામ મેળવવા માટે દિવસમાં બેથી ત્રણવાર આ તેલથી પગમાં માલિશ કરો.

સરસવનું તેલ


સરસવના બીજનો ઉપયોગ આમ તો શરીરમાંથી વિષાક્ત પાણી કાઢવામાં, રક્ત પરિસંચરણમાં સુધારો કરવામાં થાય છે. આ ઉપરાતં સરસવના બીજનો ઉપયોગ પગના દર્દ અને સોજો ઓછો કરવામાં પણ થાય છે. આ માટે સરસવના બીજને બરાબર પીસી લો. હવે એક ડોલ ગરમ પાણી લો, તેમાં સરસવના બીજ નાખો અને આ પાણીમાં 10થી 15 મિનીટ સુધી પાણી ડુબાડી રાખો. પગનું દર્દ ગાયબ થઈ જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ