જે લોકો ફોટાની જ્યોમેટ્રી સમજે છે તેમના માટે માત્ર એક ફોટો નકારાત્મક પ્રભાવ માટે એક આમંત્રણ બની શકે છે.

પ્ર: ટેક્નોલોજીની મદદથી લોકો હવે ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમનો ઉપયોગ કરીને ફોટા લેવા ટેવાઈ ગયા છે. પણ ઘણી બધી સંસ્કૃતિઓ આ નવા આધુનિક ટેકનોલોજી સામે આવી નથી, તેમનો ફોટો લેવાના કારણે તેઓ નિરાશ છે કારણકે તેઓ માને છે કે ફોટો તેમનો આત્મા ચોરી શકે છે. શું તમારો લીધેલો ફોટો કોઈ પણ રીતે તમારી સીસ્ટમને પ્રભાવિત કરી શકે છે.?


સદગુરુ: આ એક પ્રકારની સમજમાંથી આવે છે. જો તમારી પાસે કોઈકનો ફોટો હોય તો તમે તે વ્યક્તિને આશીર્વાદ આપવા જેવી હકારાત્મક બાબતો કરી શકો છો. પણ જો તમે હકારાત્મક બાબતો નથી કરી શકતા તો કોઈક વ્યક્તિ નકારાત્મક બાબત કરી શકે છે.


ભારતમાં જો તમે કાળા જાદૂના તાંત્રિક પાસે જાવ તો તે માત્ર ફોટો માંગશે કારણકે ફોટો એ એક પ્રકારની જ્યોમેટ્રી છે. જો તમે કોઈ વ્યક્તિના ફોટોની જયોમેટ્રી સમજો તો તમે તેની જ્યોમેટ્રરી બનાવી શકો છો.તે વ્યક્તિને આગળ લાવી શકે છે અથવા તો તમે એવી જ્યોમેટ્રી બનાવી શકો જે તે વ્યક્તિનો નાશ કરી શકે છે. આના કારણે જે સંસ્કૃતિમાં આ વાતની જાગૃતિ છે ત્યાં લોકો તેમનો ફોટો ખેચાય તેવું ઇચ્છતા નથી.

ફોટોની જ્યોમેટ્રી


કોઈ પણ ફોટાને તેની ખુદની જ્યોમેટ્રિ છે દાખલા તરીકે તમે મારો ફોટો લો અથવા તો જો તમારી પાસે કદાચ યોગ્ય ફોટો ન હોય તો બુક કવર લો પણ રી પ્રિન્ટ કરેલો ફોટો ચાલશે નહિ. તમારા રુદ્રાક્ષને પકડી રાખો અને જુઓ કે કઈ રીતે તે કાર્ય કરે છે .ત્યારબાદ કોઈ સીરીયલ કિલરનો ફોટો ડાઉનલોડ કરો .રુદ્રાક્ષથી ચકાસો અને જુઓ કે કઈ પ્રતિક્રિયા થાય છે.એ જુદી રીતે થશે કે બનશે.


એવા પણ ચોક્કસ ફોટા હોય છે કે જ્યારે ફોટો લેવાયો હોય ત્યારે હું ચોક્કસ સ્થિતિમાં હોવ છું .જો ફોટો વાળેલો હોય તો પણ આવા પ્રકારનો ફોટો લો જેથી તમને ખબર ન હોય કે ત્યાં શું છે અને પછી તમે થોડા સ્થળના ચિત્રો બનાવો છો- જેવા કે તીતીઘોડો, કોરું પેજ કે પછી ઝાડ – આ બધાને એકબીજામાં ભેળવી દો .જેથી તમે જોઈ શકશો નહીં કે સપાટી પર શું છે.


જો તમે થોડોક સમય માટે ધ્યાન ધરી રહ્યા હોવ તો અને તેમાંના દરેકને સ્પર્શ કરતા હોવ તો કદાચ મારાથી જેમને દીક્ષા અપાઈ છે તે તરત જ ઓળખી જશે કે મારો ફોટો કયો છે.જો તેઓ તેને સ્પર્શ કરે તો તમને ખબર પડશે કારણ કે ફોટાની દ્વિધ્રુવીય અથવા સપાટ સપાટીની પણ એક અલગ જ્યોમેટ્રી છે. જો કોઈકને ખબર હોય કે આ જ્યોમેટ્રીને કઈ રીતે વાંચવી તો તે એવી જ્યોમેટ્રી બનાવી શકે છે કે જે તમને આગળ લાવે અથવા તો તમારા માટે મુશ્કેલી સર્જી શકે.


તેથી જ્યાં પણ આવી કલા લોકપ્રિય હતી ત્યાં લોકોએ કહ્યું “એ મારા ફોટા ને ક્યાંય રાખવા માગતો નથી કારણ કે હું બીજા કોઈ માટે કમજોર બનવા માગતો નથી. મારો શત્રુ આવીને ફોટો લેવા માગે છે. હું આ ઘરમાં મારો ફોટો ઈચ્છતો નથી કારણ કે અમને ખબર નથી કે તે આનો ઉપયોગ કેવી રીતે કરશે.આવી ચિંતાને કારણે લોકો તેમના ફોટા લેવા દેતા નથી.

મંદિરમાં ફોટોગ્રાફ

ભારતમાં કેટલાક ચોક્કસ પ્રકારના મંદિરોમાં ફોટા લેવા દેવામાં આવતા નથી એનું કારણ એ છે કે દેવીઓને ચોક્કસ રીતે પવિત્ર કરવામાં આવી હોય છે.દા.ત. દેવી કાલી અને ગૌરીના બે જુદા જુદા પાસાઓ છે. કાલીનો ફોટો લેવાય તેવું ઇચ્છતા નથી કારણકે અંધારાની શક્તિને બાકાત રાખવા માટે તેની મૂર્તિ પર ખૂબ કાર્ય કરવામાં આવ્યું હોય છે.


અંધકારને પશ્ચિમના સંદર્ભમાં સમજવું નહીં. કેમકે કઈક દુષ્ટ અથવા તો કંઈક એવું તત્વ જે તમને નુકસાન કરે. અંધકાર એટલે સર્જનનો પાયો. જો તમે રાત્રે આકાશમાં જુઓ તો કદાચ તારાઓ તમારું ધ્યાન ખેંચે ,પણ રાત્રીના આકાશમાં સૌથી મોટી બાબત એ અંધકાર છે. અંધકારમાંથી સર્જન થયું છે .તેથી દેવીને જ્યારે કાલી કે કાળા તરીકે પવિત્ર કરવામાં આવે છે ત્યારે તેમના લીધેલા ફોટા અસર કરી શકે છે.

લિંગ ભૈરવી અને ધ્યાનલિંગના ફોટો


પણ જો તમે લિંગ ભૈરવીનો ફોટો લો તો જો કે તે કાલી હોવા છતાં તેના પર કોઈ અસર પડશે નહીં. કારણ કે તેને ચોક્કસ રીતે પવિત્ર કરવામાં આવી હોય છે એની આસપાસ તમે જે કંઈ કરો તેનાથી તેના અસ્તિત્વ પર કોઈ અસર પડશે નહીં. તેના માટે જે મૂળભૂત બાબતોની જરૂર છે તે કરવામાં આવે તો બાકીની બાબતોની તેના પર અસર પડતી નથી.


ધ્યાન લિંગમાં અમે લોકોને ફોટો લેવા દેતા નથી આવું એટલા માટે નહીં કે કે આનાથી તેના પર કોઈપણ રીતે અસર પડે .પણ એટલા માટે છે કે અમે મંદિરને પ્રવાસીધામ બનાવવા માગતા નથી. સત્સંગ તો ક્યારનાય પ્રવાસી ધામ બની ગયા છે કેમ કે અડધા લોકો ફોટો લેવામાં વ્યસ્ત હોય છે. અમે મંદિરમાં તે થવા દેવા માગતા નથી. આ સામાજિક કારણને લીધે અમે તેને બંધ કર્યું છે. પણ ધ્યાનલિંગને આનાથી કોઈ અસર પડશે નહીં. કે સતત ફોટોગ્રાફીને કારણે હું ક્ષીણ પણ થયો નથી.

સૌજન્ય : ઈશા ફાઉન્ડેશન – સદગુરુ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ