જલ્સા કરોને જેંતીલાલ

રોમેન્ટિક સીન કરતી વખતે ધર્મેન્દ્રનો છૂટી જતો હતો પરસેવો, અને પછી થતું હતું….

સાઉથની ઇન્ડસ્ટ્રીમાંથી બોલીવુડમાં અને પછી રાજનીતિ સુધીની સફર કરનાર અભિનેત્રી જયા પ્રદા થોડા સમય પહેલા જાણીતા રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12માં દેખાઈ હતી. અને આ શોમાં જયા પ્રદાએ ઘણા કિસ્સાઓ પણ જણાવ્યા હતા જેને જાણીને તમે પણ ચોંકી જશો.

image source

એ દરમિયાન જયા પ્રદાએ અમિતાભ બચ્ચન સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો. જે ફિલ્મ શરાબીના દે દે પ્યાર દે ગીત સાથે જોડાયેલો છે. એનો વિડીયો પણ સોની ચેનલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો હતો. અમિતાભ બચ્ચન વિશે વાત કરતા જયા પ્રદાએ એમના સાર્વજનિક મંચ પર વખાણ પણ કર્યા છે. જયા પ્રદાએ જણાવ્યું હતું કે આખરે કેમ અમિતાભએ પોકેટમાં હાથ નાખીને ડાન્સ કર્યો હતો. જયા પ્રદાએ કહ્યું કે એ એક પેપી સોન્ગ છે, એ પાછળ અમિતજીની એક કહાની છે.”

image source

એમને આગળ જણાવ્યું કે દે દે પ્યાર દે ગીતમાં અમિતાભ બચ્ચનને ખૂબ જ એક્ટિવ દેખાવાનું હતું. તો અમિતજી લિજેન્ડ છે અને એમને પોતાની સ્થિતિનો કઈ રીતે ફાયદો ઉઠાવવો એ આવડે છે. આ ગીતના શૂટિંગના થોડા સમય પહેલા જ એમના હાથમાં એક ફટાકડો ફૂટ્યો હતો અને હાથ બળી ગયો હતો. એને સ્ટાઇલ તરીકે એમને પોતાનો હાથ ખિસ્સામાં રાખીને અને રૂમાલ રાખીને ગીત કરી દીધું”

image source

સાથે જ એમને એ પણ જણાવ્યું કે રોમેન્ટિક સીન્સમાં ધર્મેન્દ્રની હાલત કેવી થઈ જતી હતી? એ સાથે જ એમને એ શો પર ઘણી એવી વાતો કહી જેની સાંભળીને ત્યાં હાજર બધા લોકો જોર જોરથી હસતા દેખાયા. વાત જાણે એમ છે કે શોના હોસ્ટે જ્યારે જયા પરડાને પૂછ્યું કે કયા એક્ટરના રોમેન્ટિક સીનમાં સૌથી વધો પરસેવો છૂટતો હતો. એ વાત પર જયાએ થોડું વિચાર્યા પછી ધર્મેન્દ્રનું નામ લીધું.

image source

એમને કહ્યું કે ધરમજી હીરો કરતા વધુ મને મિત્ર દેખાય છે. પણ એ જે રિહર્સલમાં કરતા એ ટેકમાં નહોતું થતું. કારણ કે ટેકમાં એ કંઈક અલગ જ કરતા હતા.” એ પછી જ્યારે હોસ્ટ જય ભાનુશાલીએ પૂછ્યું આમાંથી ક્યાં કોસ્ટાર સૌથી વધુ કંજૂસ હતા. આ સવાલ પર જયા પ્રદાએ સીધું નામ લેવાને બદલે ફક્ત એટલું કહ્યું “ખામોશ…”જે અભિનેતા શત્રુઘ્ન સિન્હા ફિલ્મોમાં બોલતા જોવા મળતા હતા.

image source

કરિયરની ઊંચાઈઓ સુધી પહોચ્યા પછી જયા પ્રદાએ રાજનીતિ તરફ પગલાં ભર્યા. જયા પ્રદા 1994માં તેલુગુ દેશમ પાર્ટીના સામેલ થઈ ગયા. વર્ષ 2000માં એ તેદેપા છોડીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ. માનવામાં આવે છે કે જયા પ્રદાને પાર્ટીમાં લાવવા પાછળ અમર સિંહની મોટી ભૂમિકા હતી. જ્યારે અમર સિંહ સમાજવાદી પાર્ટીમાંથી અલગ થઈ ગયા તો જયા પણ એમની સાથે અલગ થઈને રાષ્ટ્રીય લોકદલ પાર્ટીમાં સામેલ થઈ ગઈ. એ પછી વર્ષ 2019માં જયાએ ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version