જય મમ્મી દી’નુ આ ટ્રેલર એકવાર જોશો તો વારંવાર થશે જોવાનુ મન, કારણ છે તેની પાછળની જોરદાર કોમેડી…

પ્રેમમાં દૂશ્મન બનતી માતાઓ પર બની રહી છે કોમેડી ફિલ્મ જુઓ હસીને લોટપોટ કરતું ટ્રેલર

તમને જો પ્યાર કા પંચનામાં ફિલ્મના બન્ને પાર્ટ ગમ્યા હોય તો તેનાથી પ્રખ્યાત થયેલા સની સિંહ અને સોનાલી સેહગલની આગામી ફિલ્મ જોવાનું ચોક્કસ મન થશે. ફિલ્મનું નામ છે જય મમ્મી દી. જેનું ટ્રેલર હાલમાં જ લોંચ થઈ ચુક્યું છે.

image source

આ અવસર પર સિત્તેરના દાયકાની સુપર હિટ અભિનેત્રી પૂનમ ઢિલ્લન, ડીરેક્ટર નવજોત ગુલાટી, પ્રોડ્યુસર ત્રીવેણી – લવરંજન, ટી સીરઝના ભૂષણ કુમાર અને અંકુરે પણ હાજરી આપી હતી.

image source

આ કોમેડી ફિલ્માં સુપ્રિયા પાઠક સની સિંહની માતાનું પાત્ર ભજવી રહી છે તો વળી પૂનમ ઢિલ્લન સોનાલી સેહગલની માતાનો રોલ નિભાવી રહી છે. સમગ્ર ફિલ્મામાં આ બન્ને માતાઓ ખૂબ ઝઘડતી બતાવવામાં આવી છે. આ ટ્રેલરના લોંચ સમયે ફિલ્મના કલાકારોએ પોતપોતાના અનુભવો મિડિયાને સંભળાવ્યા હતા. જો કે સુપ્રિયા પાઠક ટ્રેલર લોંચમાં હાજર નહોતા રહી શક્યા.

આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મિડિયા પર લોકો દ્વારા ખુબ પસંદ કરવાં આવી રહ્યું છે. ટ્રેલર જોઈને કોઈ પણ પોતાનું હંસવાનું રોકી નથી શકતાં. તમારે પણ આ ફિલ્મનું ટ્રેલર ચોક્કસ જોવું જોઈએ અને જાતે જ નક્કી કરવું કે ફિલ્મ થિયેટરમાં જોવા જવી જોઈએ કે નહીં.

image source

ફિલ્મનું પોસ્ટર પણ ખુબ જ રમૂજી છે. ફિલ્મ પંજાબી બેકગ્રાઉન્ડ પર હશે. ફિલ્મના લીડ એક્ટર સન્ની સિંઘે પોતાના કેરિયરની શરૂઆત ફિલ્મ દિલ તો બચ્ચા હૈ જીથી કરી હતી. ત્યાર બાદ તેણે ફિલ્મ આકાષવાણીમાં નૂસરત ભરુચા સાથે જોડી જમાવી હતી ત્યાર બાદ તેણે પોતાની પ્રથમ હીટ ફિલ્મ પ્યાર કા પંચનામા 2 આપી હતી ત્યાર બાદ 2018માં આવેલી સોનુ કે ટીટુ કી સ્વિટીએ બોક્ષ ઓફિસ પર ધૂમ મચાવી હતી જે બધાને ખ્યાલ છે.

image source

જ્યારે ફિલ્મની લીડ એક્ટ્રેસ સેનાલી સેહગલે પ્યાર કા પંચનામાંના બન્ને પાર્ટમાં અભિનય કર્યો હતો ત્યાર બાદ તેણી વેડિંગક પુલાવમાં જોવા મળી હતી. જોકે તેને હજુ સુધી ફિલ્મોમાં જોઈએ તેવી સફળતા મળી નથી. પણ આ ફિલ્મમાં ખરી મજા તો બન્નેની માતાઓ બનેલી સુપ્રિયા પાઠક અને પૂનમ ઢિલ્લન જ કરાવશે. સુપ્રિયા પાઠકની એક્ટિંગ અને ખાસ કરીને કોમેડિ એક્ટિંગ તો તમે ખીચડીમાં જોઈ જ લીધી હશે. હવે પૂનમ ઢિલ્લન કેવી કોમેડી કરે છે તે જોવાનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ