જપની માળામાં 108 મણકા હોવા પાછળનું આ છે ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ, શું તમે જાણો છો આ વિશે?

જાણો જપની માળામાં કેમ હોય છે 108 મણકા, શુ હોય છે ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ.

હિન્દૂ પૌરાણિક શાસ્ત્રોમાં મંત્ર જાપનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. મંત્ર જાપ માટે ઘણા પ્રકારની માળાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પણ બધી માળાઓમાં એક સમાનતા હોય છે અને એ છે બધી જ માળાઓમાં મણકાની સંખ્યા 108 હોય છે. શાસ્ત્રોમાં 108 સંખ્યાનું ખૂબ જ મહત્વ માનવામાં આવ્યું છે. એનું ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે જ્યોતિષ અને વૈજ્ઞાનિક મહત્વ પણ માનવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ માળાના 108 મણકાનું મહત્વ.

image source

હિન્દૂ ધર્મમાં મંત્ર જાપ માટે તુલસી, રુદ્રાક્ષ અને સ્ફટિક વગેરેની માળાનો પ્રયોગ કરવામાં આવે છે. મંત્ર જાપ માટે શાંત વાતાવરણ, આસન અને માળાનું હોવું ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રો અનુસાર સંખ્યાહીન મંત્ર જાપનું કોઈ મહત્વ નથી રહેતું અને ન કોઈ ફળ પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે માળાથી મંત્ર જાપ કરવાથી મનની દરેક મનોકામના જલ્દી જ પૂર્ણ થાય છે.

image source

શાસ્ત્રો અનુસાર માળાના 108 મણકાનું સંબંધ વ્યક્તિના શ્વાસ સાથે માનવામાં આવે છે. એક સ્વસ્થ વ્યક્તિ દિવસ અને રાતના 24 કલાકમાં લગભગ 21600 વાર શ્વાસ લઈ છે. એવું માનવામાં આવે છે કે 24 કલાકમાંથી 12 કલાક મનુષ્ય પોતાના દૈનિક કાર્યોમાં વ્યતીત કરી નાખે છે અને બાકીના 12 કલાકમાં વ્યક્તિ લગભગ 10800 વાર શ્વાસ લઈ છે. શાસ્ત્રો અનુસાર એક મનુષ્યએ દિવસમાં 10800 વાર ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. પણ એક સામાન્ય માણસ માટે આટલું કરવું શક્ય નથી થઈ શકતું. એટલે બે શૂન્યને હટાવીને જપ માટે 108ની સંખ્યા શુભ માનવામાં આવી છે. જેના કારણે જાપની માળામાં મણકાની સંખ્યા પણ 108 હોય છે.

108 સંખ્યાનું વૈજ્ઞાનિક મહત્વ.

image source

જો વૈજ્ઞાનિક તથ્યની વાત કરીએ તો માળાના 108 મણકા અને સૂર્યની કળાઓનો સંબંધ માનવામાં આવે છે. એક વર્ષમાં સૂર્યની 216000 કળાઓ બદલાય છે 6 માસ ઉત્તરાયણ રહે છે તો બાકીના 6 માસ દક્ષિણાયન રહે છે. આ રીતે 6 માસમાં સૂર્યની કળાઓ 108000 વાર બદલાય છે. આ રીતે અંતના છેલ્લા ત્રણ શૂન્ય જો હટાવી દેવામાં આવે તો 108ની સંખ્યા વધે છે. 108 મનકાઓ સૂર્યની કલાઓનું પ્રતીક માનવામાં આવે છે.

image source

એક બીજી માન્યતા અનુસાર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમસ્ત બ્રહ્માંડને 12 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ 12 ભાગોને 12 રાશિની સંખ્યા આપવામાં આવી છે. આપણા શાસ્ત્રોમાં પ્રમુખ રૂપે 9 ગ્રહ માનવામાં આવે છે. આ રીતે 12 રાશિઓ અને 9 ગ્રહોનું ગુણનફળ 108 આવે છે. આ સંખ્યા સંપૂર્ણ વિશ્વનું પ્રતિનિધિત્વ કરનારી માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ