જલ્સા કરોને જેંતીલાલ

જાપાની સ્ત્રીઓને વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓ મનાય છે, જાણીએ એમની સુંદર અને ગોરી ત્વચાનું રાઝ…

જાપાની સ્ત્રીઓને વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓ મનાય છે, જાણીએ એમની સુંદર અને ગોરી ત્વચાનું રાઝ…

લે ગઈ દિલ, ગુડિયા જાપાન કી… આ ગીત આપણે ઘણીવાર સાંભળ્યું હશે. ત્યારે પ્રશ્ન થશે કે કેમ જાપાની ગુડિયાની વાત કરાય છે. હકીકતે એવું મનાય છે કે એશિયામાં લોકો પશ્વિમી દેશના લોકો કરતાં કાળાં કે ગૌવર્ણાં હોય છે. પરંતુ સાવ એવું હોતું નથી. એશિયામાં ભારતી, ચાઈનીઝ અને જાપાનીઝ લોકો રૂપાળાં પણ હોય છે. એમાંય જાપાનીઝ સ્ત્રીઓ સુંદરતા માટે ખૂબ વખણાંય છે. તેમની અનોખી પારંપરિક સંસ્કૃતિ પણ ખૂબ જ રોચક હોય છે, તેમનો પહેરવેશ અને હેરસ્ટાઈલ પણ આકર્ષક હોય છે. આ સિવાય તેમની ત્વચા એકદમ રૂ જેવી પોચી, શ્વેત અને ડાઘ વગરની નિર્મળ હોય છે. જેને લીધે જાપાનીઝ મહિલાઓ વધુ પસંદ કરાતી હોય છે.

જાપાનની આબોહવા અને ત્યાંની સંસ્કૃતિ કુદરત પર નિર્ભર વધારે કરે છે. ત્યાંના લોકો રોજિંદા જીવનમાં બીનશાકાહારી હોય તો માછલી અથવા લીલાં શાકભાજી અને ફળાહારનો મહત્તમ ઉપયોગ કરે છે. જેમાંથી તેમને ઓમેગા ૩, વિટામિન ઈ ખૂબ પ્રમાણમાં મળે છે. ફળો અને લીલાં શાકભાજી એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે જેમને કાચાં અથવા ઓછાં પ્રમાણમાં રાંધવાથી તેનામાં પોષક તત્વો જળવાઈ રહે છે. જેના લીધે તમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે અને તમની ત્વચા પણ સ્વચ્છ રહે છે.

જાપાનીઝ પ્રજા સ્વભાવે ખૂબ જ મહેનતી હોય છે. આખો દિવસ આકરી મજૂરી કરીને દિવસને અંતે તેઓ ગરમ કે નવશેકાં પાણીથી સ્નાન કરે છે. ઊના પાણીથી સ્નાન કરવાના ઘણા ફાયદા છે. શરીરમાં બનતું કુદરતી તૈલિય તત્વ ચામડીમાંથી સરી જતું નથી જેથી તે નરમ અને મોઈશ્ચરાઈઝ્ડ રહે છે. થાક ઉતરી જાય છે, તાજગી અનુભવાય છે જેથી બીજા દિવસે સવારે વધુ ઉર્જાપૂર્વક કામ કરવાની ક્ષમતા વધે છે. આ સિવાય ત્યાંનું વાતાવરણ પણ ઠંડકવાળું અને ખુશનુમા હોય છે જે ત્વચાને નરમ અને મોઈશ્ચરાઈઝ્ડ રાખે છે.

વળી તેમના ઘરગથ્થુ ઉપચારો પણ તેમના ખૂબ જ રોચક હોય છે. તેઓ આહારમાં ચોખાના લોટનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતાં હોય છે. સાથે તેઓ સૌંદર્ય પ્રસાધન તરીકે પણ ચોખાના લોટ તથા અન્ય ઘર કે રસોડાંમાંથી સહેલાઈથી મળી રહેતી સામગ્રીનો જ ઉપયોગ વાધારે કરે છે. તેઓ માને છે કે આ બધી જ વસ્તુઓ કુદરતી છે. જે ચામડીને જો બહુ ફાયદાકારક ન પણ રહે તોય્સ નુકસાન કરતાં નથી. ચોખાના લોટ સાથે ક્યારેક કાચૂં દૂધ, શુદ્ધ મધ, મેંદા કે ઘઉંનો લોટનું મિશ્રણ કરીને તેનો ફેસપેક લગાડાય છે. જે ત્વચાને કુદરતી રીતે ચોખ્ખી કરીને બ્લીચ જેવું કામ આપે છે.

તમે પણ આ ઉપચાર અજમાવી જોજો, જેમાં કાળાશ પડતી ચહેરાની ચમડી, કોણી નીચેની કડક અને રૂક્ષ થઈ ગયેલ ભાગ, સૂર્યપ્રકાશમાં વધુ સમય રહીને કાળી થતી ગરદન, હથેળી તથા પગના પંજા અને પીંડીઓ પર આ રીતે બનાવેલ ચોખાના લોટનું લેપ કરવાથી ચામડીનો રંગ ગોરો થશે સાથોસાથ તે મુલામ અને નરમ બનશે.

લેખ સંકલનઃ જલ્સા કરોને જેંતીલાલ ટીમ

 

 

Exit mobile version