વજન ઘટાડવા માટે આ દિવસોમાં ઈન્ટરનેટ પર એક ખાસ ડાઇટ પોપ્યુલર થઈ રહી છે, જેને જાપાનનાં ડાઈટીશિયન હિતોશી વાતાનેબે ડિઝાઈન કરેલ છે. આ ડાઈટમાં સવારે ઉઠ્યા બાદ તમારે અમુક ચીજોનું પાલન કરવું પડે છે, જેનાથી તમારું વજન ઝડપથી ઘટવા લાગે છે.
દુનિયાભર લોકો આ ડાઈટનાં દિવાના થઈ રહ્યા છે. તેનું કારણ એ છે કે આ જાપાની મોર્નિંગ ડાઇટ ફોલો કરવું ખૂબ સરળ છે અને તેનું પરિણામ ખૂબ સારુ છે. આવો તમને જણાવીએ શું છે આ ડાઈટ.
શું છે આ જાપાની મોર્નિંગ ડાઇટ?
કઈ રીતે કરવું કેળાનું સેવન?
કેળું સૂપરફૂડ હોય છે એટલે એક કેળાથી તમારા શરીરને પૂરતા પોષક તત્વ મળી જાય છે. આ ડાઈટનો સૌથી જરૂરી નિયમ એ છે કે પોતાની ભૂખથી ઓછું જ ભોજન કરવું. તમે જેટલુ સામાન્ય દિવસોમાં જમો છો, તેના ૮૦% ભોજન જ કરો.
જાપાની મોર્નિંગ ડાઈટમાં રાખો આ ૫ વાતોનો ખ્યાલ
દિવસભર હુંફાળુ પાણી પીવો. હુંફાળુ પાણી પીવાથી તમારા મેટાબોલિઝ્મ સારુ થશે.
રાત્રે ૮ વાગ્યા પહેલા જ રાત્રીનું ભોજન કરી લેવું. ત્યારબાદ તમારે કાંઈપણ ન ખાવું જોઈએ.
તમારે રોજ ઓછામાં ઓછી ૭ કલાકની સારી ઉંઘ લેવી જોઈએ.
કેળા શામાટે છે ફાયદાકારક?
કેળા તમારા મેટાબોલિઝ્મને ઉત્તમ બનાવે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
કેળાને સૂપર ફૂડ અને ન્યૂટ્રીશનનું પાવર હાઉસ કહેવામાં આવે છે.
કેળામાં પોટેશિયમ અને ફાઈબરની માત્રા ભરપૂર હોય છે.
કેળા ભૂખ શાંત કરે છે અને શરીરને તરત ઉર્જા આપે છે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !