ઝડપથી વજન ઘટાડે છે આ ‘જાપાની મોર્નીંગ ડાઈટ’ શરીરને થાય છે ઘણા ફાયદા…

વજન ઘટાડવા માટે આ દિવસોમાં ઈન્ટરનેટ પર એક ખાસ ડાઇટ પોપ્યુલર થઈ રહી છે, જેને જાપાનનાં ડાઈટીશિયન હિતોશી વાતાનેબે ડિઝાઈન કરેલ છે. આ ડાઈટમાં સવારે ઉઠ્યા બાદ તમારે અમુક ચીજોનું પાલન કરવું પડે છે, જેનાથી તમારું વજન ઝડપથી ઘટવા લાગે છે.

દુનિયાભર લોકો આ ડાઈટનાં દિવાના થઈ રહ્યા છે. તેનું કારણ એ છે કે આ જાપાની મોર્નિંગ ડાઇટ ફોલો કરવું ખૂબ સરળ છે અને તેનું પરિણામ ખૂબ સારુ છે. આવો તમને જણાવીએ શું છે આ ડાઈટ.

શું છે આ જાપાની મોર્નિંગ ડાઇટ? આ ડાઈટમાં સવારનાં નાસ્તા પહેલા તમારે ૧ કેળું ખાવાનું છે અને પછી એક ગ્લાસ હુંફાળુ પાણી પીવાનું છે. ત્યારબાદ તમે સીધા બપોરનું જમણ જમો. કેળામાં સ્ટાર્ચની માત્રા ભરપૂર હોય છે. આ એક ખાસ પ્રકારનું સ્ટાર્ચ હોય છે, જે વજન ઘટાડવામાં ફાયદાકારક હોય છે. જ્યારે તમે કેળા ખાવ છો, તો આ નાના આંતરડામાં ઓગળવાને બદલે સીધું મોટા આંતરડામાં જાય છે. મોટા આંતરડામાં પહોંચ્યા બાદ કેળાથી સ્ટાર્ચ અલગ થવા લાગે છે. અહીં આંતરડામાં પહેલાથી જ રહેલા બેક્ટેરિયા તેને ફૈટી એસિડમાં બદલી દે છે. આ ફૈટી એસિડ તમારા સેલ્સમાં પહોંચીને તમને પોષણ આપે છે.

કઈ રીતે કરવું કેળાનું સેવન? આ ડાઈટને ફોલો કરતા સમયે તમારે સવારનાં નાસ્તામાં ફક્ત કેળું જ ખાવાનું છે. જો તમને વધારે ભૂખ લાગી છે, તો પહેલું કેળું ખાવાના ૨૦ મિનિટ બાદ એક વધુ કેળું ખાઈ શકો છો. આ ડાઈટને ફોલો કરવામાં શરૂઆતમાં તમને દિવસમાં ભૂખ પજવણી કરશે, પરંતુ જલ્દી જ તમને તેની આદત થઈ જશે.
કેળું સૂપરફૂડ હોય છે એટલે એક કેળાથી તમારા શરીરને પૂરતા પોષક તત્વ મળી જાય છે. આ ડાઈટનો સૌથી જરૂરી નિયમ એ છે કે પોતાની ભૂખથી ઓછું જ ભોજન કરવું. તમે જેટલુ સામાન્ય દિવસોમાં જમો છો, તેના ૮૦% ભોજન જ કરો.

જાપાની મોર્નિંગ ડાઈટમાં રાખો આ ૫ વાતોનો ખ્યાલ લંચ અને ડિનરમાં તમે જે પણ ઈચ્છો તે જમો, પરંતુ સાંજનાં સ્નેક્સમાં તમારે ફક્ત ફળ ખાવા જોઈએ.
દિવસભર હુંફાળુ પાણી પીવો. હુંફાળુ પાણી પીવાથી તમારા મેટાબોલિઝ્મ સારુ થશે.કેળામાં કેલ્શિયમની માત્રા સારી હોય છે, એટલે આ ડાઈટ દરમિયાન તમારે દૂધ પીવાની જરૂર નથી.
રાત્રે ૮ વાગ્યા પહેલા જ રાત્રીનું ભોજન કરી લેવું. ત્યારબાદ તમારે કાંઈપણ ન ખાવું જોઈએ.
તમારે રોજ ઓછામાં ઓછી ૭ કલાકની સારી ઉંઘ લેવી જોઈએ.

કેળા શામાટે છે ફાયદાકારક? કેળા વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

કેળા તમારા મેટાબોલિઝ્મને ઉત્તમ બનાવે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

કેળાને સૂપર ફૂડ અને ન્યૂટ્રીશનનું પાવર હાઉસ કહેવામાં આવે છે.

કેળામાં પોટેશિયમ અને ફાઈબરની માત્રા ભરપૂર હોય છે.

કેળા ભૂખ શાંત કરે છે અને શરીરને તરત ઉર્જા આપે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ